Indore fire incident: ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટથી ભભૂકી આગ, ગર્ભવતી પુત્રવધૂ અને 2 બાળકો સહિત એક જ પરિવારના 8 સભ્યો હોમાયા
મધ્યપ્રદેશના ઇન્દોરમાં બુધવારે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના ઘટી છે. ઈન્દોર શહેરની બ્રજેશ્વરી એનેક્સ કોલોનીમાં ઇલેક્ટ્રિક કાર (TATA Punch) ચાર્જિંગ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અગ્નિકાંડમાં વેપારી મનોજ પુગલિયા, તેમની ગર્ભવતી પુત્રવધૂ સિમરન અને બે નિર્દોષ બાળકો સહિત પરિવારના કુલ 8 સભ્યોના કરૂણ મોત નિપજ્યા છે.ઘટનાની વિગત અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટના વહેલી સવારે આશરે 4 કલાકે બની હતી, જ્યારે આખો પરિવાર નિદ્રાધીન હતો. ઘરની બહાર ચાર્જિંગ પર લાગેલી કારમાં શોર્ટ સર્કિટ બાદ પ્રચંડ ધડાકો થયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે ગણતરીની મિનિટોમાં ત્રણ માળની ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. ગેસ સિલિન્ડર અને AC બ્લાસ્ટથી સ્થિતિ વણસી ઘરમાં લાગેલી આગ ત્યારે વધુ ભયાનક બની જ્યારે અંદર રાખેલા ગેસ સિલિન્ડરો એકપછી એક ફાટવા લાગ્યા હતા. ધડાકા એટલા તીવ્ર હતા કે ઘરમાં લાગેલા એસી (AC) અને ફ્રીજના કોમ્પ્રેસર પણ બ્લાસ્ટ થયા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 5 સિલિન્ડર સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘરમાં 10 થી 11 જેટલા સિલિન્ડર હાજર હતા. મોતનો માતમ છવાયો આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સાંજ સુધીમાં તમામ 8 મૃતકોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. એક જ સાથે 8 ચિતાઓ સળગતા જોઈને પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ પણ વાંચો - Kota : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોટો અકસ્માત, 30 ફૂટ નીચે ખાબકી કાર, 3 મિત્રોના મોત
Read Full Story arrow_forward