android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: હારીજમાં રામનવમીની શોભાયાત્રાને લઈ સ્વચ્છતા રાખવા પાલિકામાં રજુઆત
calendar_today March 18, 2026

Banaskantha: હારીજમાં રામનવમીની શોભાયાત્રાને લઈ સ્વચ્છતા રાખવા પાલિકામાં રજુઆત

ભવ્ય શોભાયાત્રા નીકળતી હોઈ રોડ રસ્તા નું સમારકામ સાથે સ્વાછતા જાળવવા પાલિકામાં લેખિત રજુઆત કરી. હારીજ ખાતે રામનવમીના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળતી હોઈ પાલિકાના નગર સેવકો દ્વારા પાલિકાને લેખિતમાં જણાવ્યું છે કે નગરમાં રામનવમીના પર્વ ને લઈ હારીજમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોઈ રામજી મંદિરથી માર્કેટયાર્ડ સુધી માં ખાડાઓ ભૂગર્ભ ગટરના બાકી રહી ગયા હોય તેવા ઢાંકણાઓ તેમજ સ્વચ્છતા કરાવવા જમાવ્યું છે. હજારો લોકો શોભાયાત્રામાં જોડાતા હોઈ લોકોને મુશ્કેલી પડે નહીં તેવી રીતે રોડ રસ્તાઓ નું સમારકામ કરી સ્વચ્છતા રહે તેવું શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીતિનભાઈ ઠકકર, નગર પાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના નગર સેવકો ધીરાજી ચૌહાણ,બકાભાઈ રાવળ,નિલેશભાઈ ઠાકર, અલતાફ્ભાઈ વગેરે કાર્યકરોએ પાલિકામાં લેખિત રજુઆત કરી માંગ કરેલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: LPG બંધ કરી ખેડુતે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યો
calendar_today March 18, 2026

Banaskantha: LPG બંધ કરી ખેડુતે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યો

વધતી જતી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે ધાનેરા તાલુકાના વાછડાલ ગામના એક ખેડૂતે સમગ્ર પશુપાલક સમાજ માટે નવી રાહ ચીંધી છે. બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપીને આ ખેડૂત પરિવારે છેલ્લા દોઢ વર્ષથી એલપીજી ગેસનો ઉપયોગ બંધ કરી કુદરતી ઊર્જાના સહારે આત્મનિર્ભરતા હાંસલ કરી છે.વાછડાલ ગામના પ્રગતિશીલ ખેડૂત ભીખાભાઈ ચૌધરી અગાઉ રસોઈ માટે મોંઘા એલપીજી સિલિન્ડર પર નિર્ભર હતા. જોકે, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની પ્રેરણા અને સરકારી સબસિડી યોજનાનો લાભ લઈ તેમણે પોતાના આંગણે ગોબર ગેસ પ્લાન્ટ કાર્યરત કર્યો. ભીખાભાઈ જણાવે છે કે, માત્ર 10 કિલો છાણ નાખવાથી આખા દિવસની રસોઈ માટે પૂરતો ગેસ મળી રહે છે. હવે અમારે ગેસ એજન્સીના ધક્કા ખાવા પડતા નથી કે બાટલાના ભાવ વધારાની ચિંતા રહેતી નથી. આ પ્લાન્ટ માત્ર મફ્ત બળતણ જ નથી આપતો, પરંતુ ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયો છે. પ્લાન્ટમાંથી નીકળતી રસી (સ્લરી) ખેતીમાં ઉત્તમ કુદરતી ખાતર તરીકે વપરાય છે. ભીખાભાઈએ આ ખાતરની મદદથી ઘર વપરાશ માટે ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કર્યું છે, જેનાથી રાસાયણિક ખાતરનો મોટો ખર્ચ બચ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam: આજે દહેગામ બંધનું એલાન : પોલીસ સાબદી
calendar_today March 18, 2026

Dahegam: આજે દહેગામ બંધનું એલાન : પોલીસ સાબદી

દહેગામના પશુપાલકો દ્વારા આવતીકાલે 19મીએ દહેગામ સજ્જડ બંધનુ એલાન જાહેર કર્યુ છે. જેને તાલુકાની વિવિધ સંસ્થાઓ તેમજ એપીએમસી , વેપારી મહામંડળ, ટીમ્બર મર્ચન્ટ તથા વિવિધ સમાજની સંસ્થાઓ તેમજ તાલુકાની દુધ મંડળીઓ દ્વારા ખુલ્લુ અને જાહેર સમર્થન આપવામાં આવ્યુ છે. પશુપાલકોના દહેગામ બંધના સમર્થનમાં હવે તાલુકાની 93 ગ્રામ પંચાયતો દ્વારા જાહેર ટેકો અપાયો હોવાનો દાવો સરપંચ એસો. પ્રમુખ અશોકસિંહ ઝાલાએ કર્યો છે. દહેગામ સજ્જ્ડ બંધના એલાનના પગલે પોલીસ દ્વારા પણ તકેદારીના ભાગરુપે પેટ્રોલીંગ તથા બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવશે.દહેગામ તાલુકાના કડજોદરા, દેવકરણના મુવાડા, કડાદરા, કનીપુર, મોટી પાવઠી, ઇસનપુર ડોડીયા તેર ગામ લેઉવા પાટીદાર સમાજ,શિયાવાડા,ખાડીયા, થડાકુવા પાલુન્દ્રા, રખીયાલ, યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન સહીત તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયતો અને સામાજીક સંસ્થાઓએ લેટર પર જાહેર સમર્થન બંધને આપ્યુ હતુ. હાલમાં ઉત્તમના બદલે મધુર ડેરીમાં દુધ ભરવા માંગતા તાલુકાના પશુપાલકો છેલ્લા અઠવાડીયાથી ઉગ્ર આંદોલન કરી રહ્યા છે અને એક અઠવાડીયાથી દુધનુ ટીંપુ પણ ડેરીઓમા ભરાવ્યુ નથી. તમામ દુધ વેડફાઇ રહ્યુ છે અને લાખો રુપિયાનુ નુકસાન પશુપાલકોને ભોગવવાનો વારો આવ્યો છે. પશુપાલકો માટે હવે આંદોલન એકમાત્ર ભાવ વધારા પુરતુ સિમીત નહી રહીને તાલુકાના તમામ પશુપાલકોના સ્વાભિમાન અને વર્ચસ્વની લડાઇ બની ગયુ હોવાની વિગતો છે. હવે આર યા પારની લડત અપનાવીને પોતાના હક માટે પશુપાલકો મક્કમ બન્યા છે. અત્યાર સુધી એક પણ રુપિયાનો ભાવવધારો આપવા માટે આનાકાની કરી રહેલી ઉત્તમ ડેરીએ હવે એકાએક દહેગામ તાલુકાના પશુપાલકોના દુધનો ભાવ વધારવાની વાત કરીને રૂ. 850 નો ભાવ જાહેર કર્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. પરંતુ આંદોલનથી ઘવાયેલા પશુપાલકોએ હવે ઉત્તમના ભાવ વધારાને થોડાક સમય માટેનુ પ્રલોભન અને લોલીપોપ ગણાવી રહ્યા છે. પશુપાલકોના જણાવ્યા મુજબ ઉત્તમ ડેરી હવે 1 હજારનો ભાવ આપે તો પણ ત્યાં દુધ ભરવા તૈયાર નથી. ઉત્તમ ડેરી સાથે પશુપાલકો રહેવા માંગતા નથી અને મધુરમાં જ દુધ ભરાવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward