Aravalli: શક્તિની આરાધનાનું પર્વઃ આજથી ચૈત્ર નવરાત્રીનો મંગલ પ્રારંભ
આજથી ભારતીય સંસ્કૃતિના અત્યંત પવિત્ર અને આસ્થાના પ્રતીક સમાન ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. વસંત ઋતુના આગમન સાથે જ સમગ્ર દેશ અને ગુજરાતમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. આસો માસની શરદીય નવરાત્રીની જેમ જ ચૈત્ર નવરાત્રીનું પણ વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આજે વહેલી સવારથી જ શક્તિપીઠો અને નાના-મોટા મંદિરોમાં શ્રાદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળશે. ચૈત્ર સુદ એકમના આજના દિવસે શુભ મુહૂર્તમાં ભાવિકોએ પોતપોતાના ઘરે અને મંદિરોમાં ઘટ સ્થાપન (કળશ સ્થાપન) કર્યું છે. શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન સાથે મા અંબાની પૂજા-અર્ચના કરવામાં આવશે. નવ દિવસ સુધી ચાલનારા આ અનુષ્ઠાનમાં ભક્તો ઉપવાસ, જપ અને તપ દ્વારા આદ્યશક્તિની આરાધના કરશે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ઇટાડી ખાતે આવેલા અંબાજી મંદિરે નવરાત્રી દરમિયાન ભક્તો મા અંબાના દર્શન કરવા માટે દૂર-દૂરથી ઉમટી પડશે. આ ઉપરાંત ચૈત્ર નવરાત્રીનો સમાપન રામનવમીના દિવસે થાય છે. આથી, આ નવ દિવસો દરમિયાન રામભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. ઠેર-ઠેર રામચરિત માનસના પાઠ અને સત્સંગના આયોજનો કરવામાં આવશે .ચૈત્ર નવરાત્રી દરમિયાન શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે માતાજીના થાળ-ભજનના કાર્યક્રમો પણ યોજાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward