android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: કિડાણાના તળાવમાં યુવક ડૂબ્યો, કલાકોની જહેમત બાદ ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
calendar_today March 18, 2026

Kutch News: કિડાણાના તળાવમાં યુવક ડૂબ્યો, કલાકોની જહેમત બાદ ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામના કિડાણા ગામમાં એક કરૂણ ઘટના સામે આવી છે. કિડાણાના તળાવમાં એક યુવક રહસ્યમય સંજોગોમાં ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિકોની જાણ બાદ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જે બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.કલાકો સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન ઘટનાની મળતી માહિતી અનુસાર, કિડાણાના તળાવમાં એક યુવક ડૂબી રહ્યો હોવાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તત્કાલ ગાંધીધામ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે તળાવના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત અને ઘણા કલાકોના સર્ચ ઓપરેશન બાદ અંતે યુવકનો નિષ્પ્રાણ દેહ હાથ લાગ્યો હતો. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો ફાયર વિભાગની ટીમે યુવકના મૃતદેહને પાણીની બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતક યુવક કોણ છે અને તે તળાવ પાસે કયા સંજોગોમાં આવ્યો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ડૂબવાનું કારણ અકબંધ યુવક તળાવમાં નાહવા પડ્યો હતો, તેનો પગ લપસ્યો હતો કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ગાંધીધામ પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનાને પગલે કિડાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો - Kutch News: જખૌ દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા સર્ચ ઓપરેશન, યુદ્ધના અવશેષો અને ડ્રગ્સ મુદ્દે માછીમારોને કરાયા સતર્ક

Read Full Story arrow_forward
Ambajiને 1,632 કરોડના ખર્ચે 'મોડેલ ટેમ્પલ ટાઉન' તરીકે વિકસાવવામાં આવશે, માસ્ટર પ્લાન થયો અમલી
calendar_today March 18, 2026

Ambajiને 1,632 કરોડના ખર્ચે 'મોડેલ ટેમ્પલ ટાઉન' તરીકે વિકસાવવામાં આવશે, માસ્ટર પ્લાન થયો અમલી

અંબાજી મંદિર વિસ્તારને રૂપિયા 1632 કરોડના ખર્ચે મોડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન અમલી કરવામાં આવ્યો છે. આ સાથે પાલનપુરમાં કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષસ્થાને વિકાસ કામોની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ભાદરવી પૂનમના મેળા પહેલાં યાત્રીઓની સુવિધા માટે તમામ જરૂરી આયોજનને અગ્રતા આપવામાં આવી.'શક્તિ કોરિડોર' ભવ્ય રીતે વિકસાવવામાં આવશે સમિતિમાં સૂચના આપવામાં આવી કે મંદિરમાંથી ગબ્બર સુધીનું વિસ્તરણ કરાશે અને તેને 'શક્તિ કોરિડોર' તરીકે ભવ્ય રીતે વિકસાવવામાં આવશે, તેમજ ચાચર ચોકનું કદ 3 ઘણું કરીને યાત્રીઓ માટે વધુ ખુલ્લું અને સજ્જ બનાવવામાં આવશે. આ કામગીરી યાત્રીઓને સરળતાથી આવતા જતા સરળ માર્ગ અને સુંદર દૃશ્યોની સુવિધા આપશે. સમીક્ષામાં સતી સરોવરનું બ્યુટીફિકેશન અને આધુનિક યાત્રી નિવાસ જેવી વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરવાની યોજના પણ ચર્ચામાં હતી, જેથી અંબાજી મંદિરમાં આવતા યાત્રીઓને વૈશ્વિક સ્તરની અનોખી અનુભવ મળશે. આ ભવ્ય યોજનામાં યાત્રીઓ માટે આરામદાયક, સ્વચ્છ અને આધુનિક વાતાવરણ બનાવવા પર ભાર મૂકાયો છે.કલેક્ટરે દરેક વિભાગને આપી સૂચના કલેક્ટર મિહિર પટેલે દરેક વિભાગને સૂચના આપી કે પ્રથમ તબક્કાની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે. આ યોજનાનો ઉદ્દેશ્ય અંબાજી મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વતા સાથે યાત્રીઓ માટે સુવિધાઓમાં વધારો અને ભવ્યતા લાવવામાં મદદરૂપ થવાનો છે. આ વિકાસ કાર્ય અંબાજીના ધાર્મિક કેન્દ્રને આધુનિક સુવિધાઓ અને બ્યુટીફિકેશન સાથે એક આધુનિક, આયોજિત અને યાત્રીઓ માટે અનુકૂળ શહેરમાં ફેરવશે. આ પણ વાંચો : Junagadh News: લીમધ્રા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા

Read Full Story arrow_forward
Jamnagarનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર
calendar_today March 18, 2026

Jamnagarનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને 19 માર્ચ 2026થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. ૉપીએમ મોદીએ ફેઝ-1નું લોકાર્પણ કરેલુ જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ 2001ના ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન અને રિ-પ્રોડક્શનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભુજિયા કોઠાના વારસાને તેના ઐતિહાસિક ગૌરવ સાથે પ્રસ્થાપિત કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) સાથે સંકલનમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેના ફેઝ-1નું લોકાર્પણ 20 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. નિર્માણકાર્ય 1839થી 1852 દરમિયાન કરવામાં આવ્યુ હતું ભુજિયા કોઠાનું નિર્માણકાર્ય 1839થી 1852 દરમિયાન કરવામાં આવ્યુ હતું. તે સમયે આ ઇમારતનો ઉપયોગ સુરક્ષા અને સંદેશાવ્યવહાર માટે થતો હતો. વર્ષ 2001માં આવેલા ભૂકંપથી આ ઇમારતને ક્ષતિ પહોંચી હતી. ભુજીયા કોઠાનું સ્થાપત્ય, કલાત્મક બારી, ખડકી,ઝરુ્ખા અને રંગમંડપને સદીઓ જૂની પરંપરાગત તકનીકો અનુસાર અથાગ પ્રયાસ દ્વારા ઐતિહાસિક સ્વરૂપ આપવામાં સફળતા મળી છે. આ ભવ્ય ઇમારત તેના મૂળ સ્વરૂપમાં આકાર લઇ શકે તેથી રિસ્ટોરેશન કાર્યમાં ચૂનો, ગુગળ, મુલતાની માટી, ગોખરૂ, અરીઠા, સિંદૂર સહિતની કુદરતી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેરિટેજ ચેઇનથી જામનગરના વારસાનું સંરક્ષણ જામનગરના હેરિટેજ વારસાને સંરક્ષિત કરવા માટે આ કામગીરીના ફેઝ 2માં ખંભાળીયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ વચ્ચેના લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડવામાં આવી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં આ તમામ ઐતિહાસિક સ્થળોએ એક જ એન્ટ્રી પોઇન્ટથી જઇ શકાશે અને તેના માટેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. આ પણ વાંચો----     Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું

Read Full Story arrow_forward