Rajkot : ભાવેશ વાણવી હત્યા કેસમાં નવો વળાંક, હત્યા પહેલા આરોપીઓ અને મૃતક વચ્ચે થઇ હતી સમાધાનની બેઠક
રાજકોટ શહેરમાં દલિત યુવાન ભાવેશ વાણવીની હત્યાના પ્રકરણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે. આ હિંસક ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે, જેમાં હત્યાની પહેલાના સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા છે. આ ફૂટેજમાં મૃતક અને હત્યારાઓ વચ્ચેની હિલચાલ કેદ થઈ છે.સીસીટીવીમાં શું દેખાયું? સામે આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ, ભાવેશની હત્યા કરવામાં આવી તે પહેલા હત્યારાઓ અને ભાવેશ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જાણવા મળે છે કે વિવાદના મામલે આ સમાધાનની બેઠક બોલાવવામાં આવી હતી. ફૂટેજમાં ભાવેશ આરોપીઓ સાથે વાતચીત કરતો નજરે પડે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ બેઠકમાં એક મહિલા પણ હાજર હતી જે ભાવેશને કંઈક સમજાવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ક્રૂર હત્યા અને પોલીસ કાર્યવાહી સમાધાનની આ વાતચીત બાદ હત્યારાઓ ભાવેશ પર કુહાડી સહિતના જીવલેણ હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ ભાવેશ પર ઘા ઝીંકી તેને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ તપાસ શરુ રાજકોટ પોલીસે આ મામલે સઘન તપાસ આદરી છે અને અત્યાર સુધીમાં આ જઘન્ય અપરાધમાં સામેલ ત્રણ શખ્સોને દબોચી લીધા છે. જોકે, આ કેસમાં હજુ પણ બે મુખ્ય શખ્સો ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો--- Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું
Read Full Story arrow_forward