android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: એસટી કંડક્ટરની શરમજનક કરતૂત, બે મહિલા મુસાફરોની છેડતી બદલ કરાયો સસ્પેન્ડ
calendar_today March 18, 2026

Amreli News: એસટી કંડક્ટરની શરમજનક કરતૂત, બે મહિલા મુસાફરોની છેડતી બદલ કરાયો સસ્પેન્ડ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ના અમરેલી ડેપોમાં ફરજ બજાવતા એક કંડક્ટર દ્વારા મહિલા મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભા કરતી ઘટના સામે આવી છે. અમરેલી-નાસિક રૂટની સ્લીપર કોચ બસમાં બે મહિલા મુસાફરોની છેડતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ હેઠળ કંડક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.શું છે સમગ્ર મામલો? ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી-નાસિક રૂટની સ્લીપર બસમાં મુસાફરી કરી રહેલી બે મહિલાઓ સાથે કંડક્ટર સિપ્તેહુસેન નકવીએ છેડતી કરી હોવાની ઘટના બની હતી. આક્ષેપ છે કે, કંડક્ટરે માત્ર છેડતી જ નહીં, પરંતુ મહિલાઓને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ભયાનક અનુભવ બાદ જાગૃત મહિલાઓએ હિંમત દાખવી સમગ્ર મામલે અમરેલી ડેપો મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી. એસટી નિગમની લાલ આંખ મહિલાઓની લેખિત ફરિયાદ મળતા જ અમરેલી એસટી વિભાગ હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કંડક્ટર સિપ્તેહુસેન નકવી પ્રથમ દ્રષ્ટિએ દોષિત જણાતા વિભાગીય નિયામક દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. મહિલા મુસાફરોની ગરિમા અને સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર કિસ્સામાં એસટી નિગમે દાખલારૂપ કાર્યવાહી કરી છે. મુસાફરોમાં ફફડાટ અને ચર્ચા લાંબા અંતરની સ્લીપર બસોમાં મહિલાઓ સુરક્ષિત રહે તે નિગમની પ્રાથમિકતા હોય છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે મુસાફરોમાં ભયનો માહોલ પેદા થાય છે. આ ઘટનાને પગલે એસટી તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને પણ કડક સૂચના આપવામાં આવી છે કે, મહિલાઓની છેડતી કે ગેરવર્તણૂક જેવી બાબતોમાં જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. આ પણ વાંચો - Amreliના સાવરકુંડલાની સાધના સોસાયટી પાસે શોર્ટ સર્કિટના કારણે બાઈકમાં લાગી ભીષણ આગ

Read Full Story arrow_forward
Vadodara News : બરોડા ડેરી પર ભાજપની સંપૂર્ણ બહુમતી, તમામ 13 બેઠકો પર ભાજપનો વિજય
calendar_today March 18, 2026

Vadodara News : બરોડા ડેરી પર ભાજપની સંપૂર્ણ બહુમતી, તમામ 13 બેઠકો પર ભાજપનો વિજય

મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી વડોદરાની બરોડા ડેરી (વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ)ની ચૂંટણીમાં ભાજપે વિજયપતાકા લહેરાવી છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ચારેય મહત્વની બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો વિજેતા જાહેર થતા બરોડા ડેરી પર હવે ભાજપની સંપૂર્ણ બહુમતી સાથેની સત્તા સ્થાપિત થઈ છે.પરિણામોની વિગત બરોડા ડેરીની કુલ 13 બેઠકોમાંથી 9 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી. બાકી રહેલી 4 બેઠકો પર યોજાયેલા રસાકસીભર્યા જંગમાં ભાજપના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે.જેમાં પોર બેઠક ઉપર પાર્થિવ પટેલનો વિજય થયો છે તો ડેસર બેઠક ઉપર સુરપાલસિંહ પરમારનો વિજય થયો છે અને ડભોઈ બેઠક ઉપર દીક્ષિત પટેલનો વિજય થયો છે તો પાવીજેતપુર બેઠક ઉપર રણજિત રાઠવાનો વિજય થયો છે. પશુપાલકોના હિત માટે ડેરીના બોર્ડમાં ટેબલ પછાડીશ જીત બાદ ડેસર બેઠકના વિજેતા સુરપાલસિંહ પરમારે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે, "હું પશુપાલકોના હિત માટે ડેરીના બોર્ડમાં ટેબલ પછાડીશ અને બંધ પડેલી 14 દૂધ મંડળીઓને ફરીથી શરૂ કરાવીશ." સરકારી મશીનરીનો મોટા પાયે દુરુપયોગ બીજી તરફ, પરાજિતકુલદીપસિંહે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરીનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો છે. સહકારી ક્ષેત્રે ભાજપનો દબદબો બરોડા ડેરીની તમામ 13 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે. આ પણ વાંચો---      Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું

Read Full Story arrow_forward
Jamnagar News: લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ચણા-ધાણા અને જીરૂના પાક પર જોખમ
calendar_today March 18, 2026

Jamnagar News: લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ચણા-ધાણા અને જીરૂના પાક પર જોખમ

ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે. લાલપુરના બબરઝર, ટેભડા અને ખાયડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબકતા ખેતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.કરા સાથે પડ્યો વરસાદ લાલપુર તાલુકાના અનેક ગામોમાં આજે અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. બબરઝર અને આસપાસના સીમ વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા. માર્ચ મહિનામાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો હોય ત્યારે આ રીતે કુદરતી આફત ત્રાટકતા ખેડૂતો લાચાર બન્યા છે. શિયાળુ પાકને નુકસાનની ભીતિ હાલમાં ખેતરોમાં ચણા, ધાણા અને જીરૂ જેવા રવિ પાકો તૈયાર થવાની અવસ્થાએ છે. અનેક જગ્યાએ પાકની લણણી ચાલી રહી છે, ત્યારે કમોસમી વરસાદને કારણે આ કિંમતી પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને જીરૂ અને ધાણા જેવા સંવેદનશીલ પાકમાં ભેજ લાગવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ લાલપુર તાલુકાના છૂટાછવાયા ગામોમાં થયેલા આ માવઠાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને રાત-દિવસ મહેનત કરીને ઉછારેલો પાક જ્યારે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિમાં હોય ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સર્વેની અને યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે. આ પણ વાંચો - Jamnagar News : જામનગરના ધુતારપરમાં પિતા-પુત્રીએ કૂવામાં કૂદીને આપઘાત કરતા મોત, પોલીસે પત્નીની પૂછપરછ કરી શરૂ

Read Full Story arrow_forward