android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: જાણો કોણ છે રાજકોટના રેન્જ IG નિર્લિપ્ત રાય? કેમ થઈ રહી છે ચર્ચાઓ
calendar_today March 18, 2026

Gujarat News: જાણો કોણ છે રાજકોટના રેન્જ IG નિર્લિપ્ત રાય? કેમ થઈ રહી છે ચર્ચાઓ

સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની રાજકોટના રેન્જ આઈજી તરીકે બદલી થવાનો મામલો સૌથી ચર્ચાસ્પદ બન્યો હતો. આ બદલી થતાં જ ગેંગસ્ટર નિખિલ દોંગા દ્વારા સૌથી પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખવામાં આવી હતી કે, દબંગ અધિકારીની બદલીથી ગોંડલના ગુનેગારો કંટ્રોલમાં રહેશે. ત્યાર બાદ રાજકીય નિવેદનો પણ શરૂ થયા અને આખરે ગોંડલના જયરાજસિંહ જાડેજાએ પણ એવું કહેવું પડ્યું કે, મેં જ ગૃહ વિભાગને કોઈ કડક અધિકારીની નિમણૂક કરવા માટે રજૂઆત કરી હતી. નિર્લિપ્ત રાયએ રાજકોટના IPS અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકોટ ગ્રામીણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં કાર્યરત માફિયાઓ અને દારૂના દાણચોરોમાં ગભરાટની ચર્ચા છે. ત્યારે જાણો કોણ છે આ દબંગ અધિકારી નિર્લિપ્ત રાય. IPS નિર્લિપ્ત રાય મુળ ઉત્તર પ્રદેશના વતની IPS નિર્લિપ્ત રાય મુળ ઉત્તર પ્રદેશના વતની છે. ગુજરાતમાં તેમણે અમરેલી, સુરત અને અમદાવાદમાં ફરજ બજાવી છે. સરકારે થોડા સમય માટે તેમને સ્ટેટ IBમાં પોસ્ટિંગ આપ્યું હતું. નિર્લિપ્ત રાયના અભ્યાસની વાત કરીએ તો તેઓ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.તેમની પત્ની ડોક્ટર તરીકે કામ કરે છે. તેઓ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને 1977ની બેચના અધિકારી વરેશ સિંહના જમાઈ છે. તેઓ IPS અધિકારી લવિના સિંહાના સાળા છે. તેઓ અગાઉ પણ રાજકોટના આઈજી તરીકેનો ચાર્જ સંભાળી ચૂક્યા છે. પ્રામાણિક આઈપીએસ ઓફિસર તરીકેની છાપ IPS નિર્લિપ્ત રાય તેઓ પોતાની રીતે જ કામ કરે છે. આ ઉપરાંત તેઓ એક સુપર કોપ અને પ્રામાણિક આઈપીએસ ઓફિસર તરીકેની છાપ ધરાવે છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું માનવામાં આવે છે. અમરેલીમાં પણ તેમણે માફિયાઓમાં એવો ભય પેદા કર્યો હતો કે, કોઈ બુલેટ લઈને નીકળે તો પણ તેમના નામથી ફફડાટ ફેલાચો હતો. અમરેલીના એસપી તરીકેના કાર્યકાળમાં તેમણે અનેક પીઆઈને સસ્પેન્ડ કરીને પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ તેમની ટ્રાન્સફર સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ અધીક્ષક તરીકે કરાઈ હતી.આ દરમિયાન તેમણે દરેક જિલ્લામાં દારુ અને જુગારના અડ્ડાઓ તથા વિદેશી દારૂની હેરાફેરી કરનારા માફિયાઓમાં ભય પેદા કર્યો હતો. બધાની નજર ગોંડલ પર છે હવે જ્યારે તેમની રાજકોટના રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે બધાની નજર ગોંડલ પર છે. હાલમાં ગોંડલ ગૂંડાગર્દી અને રાજકીય સર્વોપરિતા સહિત ક્ષત્રિય વર્ચસ્વના સંઘર્ષમાં છે. તેમની નિમણૂક બાદ એવું માનવામાં આવે છે કે, કોઈપણ મોટો ખુંખાર કે કુખ્યાત ગુનેગાર હોય કે બાહુબલી નેતા હોય ભાગ્યે જ કોઈ હથિયાર ઉપાડવાની કે કાયદાના સંઘર્ષમાં ફસાવાની હિંમત કરશે. આ પણ વાંચોઃ Sabarkantha News : નકલી દૂધ બાદ હવે નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું, રાયગઢમાં 208 કિલો ઘીનો શંકાસ્પદ માલ જપ્ત

Read Full Story arrow_forward
Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું
calendar_today March 18, 2026

Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું

પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં જીલીયા ફાર્મ ખાતે દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારા તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. જીલીયા ગામે બનેલી હિંસક ઘટનામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની ધરપકડ કર્યા બાદ પાટણ જિલ્લા પોલીસે આજે ચાણસ્માના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. અસામાજિક તત્વોએ ભેગા મળીને આતંક મચાવ્યો હતો મળતી માહિતી મુજબ, થોડા દિવસો પૂર્વે જીલીયા ફાર્મ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ ભેગા મળીને આતંક મચાવ્યો હતો અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ લુખ્ખાગીરીને ગંભીરતાથી લેતા પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ચાણસ્મા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઘટનામાં સામેલ તમામ 17 લુખ્ખાઓને દબોચી લીધા હતા. પોલીસની 'સરભરા' અને સરઘસ આરોપીઓમાં પોલીસનો ડર રહે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે હેતુથી પોલીસે આજે ચાણસ્માના ભરચક બજારમાં આ તમામ આરોપીઓનું શરમજનક સરઘસ કાઢ્યું હતું. પોલીસે જાહેરમાં આ લુખ્ખાઓની બરાબરની 'સરભરા' કરી તેમની દાદાગીરી ઉતારી દીધી હતી. પોલીસના આ કડક વલણને જોઈને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. વધુ ગામોમાં સરઘસ નીકળશે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આ લુખ્ખાઓએ જે જે વિસ્તારોમાં ભય ફેલાવ્યો હતો, તે તમામ અલગ-અલગ ગામોમાં પણ તેમનું સરઘસ કાઢવામાં આવશે. પાટણ જિલ્લા પોલીસના આ એક્શનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો---     Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?

Read Full Story arrow_forward
Union Cabinet Decisions : કેન્દ્ર સરકારે 'BHAVYA' અને SHP ડેવલપમેન્ટ યોજનાને આપી મંજૂરી, જાણો શું થશે લાભ
calendar_today March 18, 2026

Union Cabinet Decisions : કેન્દ્ર સરકારે 'BHAVYA' અને SHP ડેવલપમેન્ટ યોજનાને આપી મંજૂરી, જાણો શું થશે લાભ

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક દિલ્હીમાં યોજાઈ, જે હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે અને જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેન્દ્ર સરકારના કેબિનેટે ‘BHAVYA - ભારત ઔદ્યોગિક વિકાસ યોજના’ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં 100 ઈન્વેસ્ટમેન્ટ-રેડી પ્લગ એન્ડ પ્લે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવશે. આ યોજના માટે કુલ રૂપિયા 33,660 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ દેશના ઔદ્યોગિક વિકાસને તેજ બનાવવાનો અને નવા રોકાણોને આકર્ષવાનો છે. આ યોજનાથી રોજગારના નવા અવસરો ઊભા થશે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂતી મળશે. ઉદ્યોગકારોને તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થતાં ઉત્પાદન પ્રક્રિયા વધુ સરળ બનશે. ખેડૂતો માટે લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય આ સાથે જ કેન્દ્ર સરકારે કપાસના ખેડૂતોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેબિનેટે 2023-24 સિઝન માટે કપાસ ખરીદી માટે રૂપિયા 1,718.56 કરોડની MSP ફંડિંગને મંજૂર કરી છે, જેનાથી ખેડૂતોને સીધી મદદ મળશે. આ સાથે જ ત્રીજા મહત્વના નિર્ણય તરીકે ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહેરાઈચ વચ્ચે 101.515 કિમી લાંબા 4-લેન એક્સેસ-કન્ટ્રોલ્ડ નેશનલ હાઈવે-927ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ રૂપિયા 6,969.04 કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુટી મોડ પર બનાવાશે. આ હાઈવે બનતા વિસ્તારમાં કનેક્ટિવિટી સુધરશે અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. સ્મોલ હાઈડ્રો પાવર ડેવલપમેન્ટ યોજનાને મળી મંજૂરી ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ જાણકારી આપતા જણાવ્યું કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેબિનેટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 દરમ્યાન અમલ માટે સ્મોલ હાઈડ્રો પાવર (SHP) ડેવલપમેન્ટ યોજનાને મંજૂર કરવામાં આવી છે. આ પણ વાંચો : Indian Government : એક દિવસમાં કેટલું કમાય છે કેન્દ્ર સરકાર? જાણી લો સરકારની એક વર્ષની કમાણીની પૂરી ડિટેલ!

Read Full Story arrow_forward