Gir Somnath News: કોડીનારના પાસાના 3 ફરાર આરોપીઓની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં દારૂના ગુનાઓમાં સંડોવાયેલા અને એક મહિનાથી પોલીસને થાપ આપી રહેલા પાસાના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી સુરત અને ભુજની જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.શું હતો સમગ્ર મામલો? ઘટનાની મળતી માહિતી અનુસાર, કોડીનાર વિસ્તારમાં પ્રોહિબિશનના કેસોમાં સંડોવાયેલા કુલ 8 શખ્સો સામે અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે એક મહિના પહેલા 'પાસા' (PASA) હેઠળ વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે તાત્કાલિક 5 આરોપીઓની ધરપકડ કરી તેમને જેલભેગા કરી દીધા હતા. જોકે, અન્ય ત્રણ આરોપીઓ ધરપકડની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પોલીસ તેઓને શોધી રહી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સતત એક મહિના સુધી શોધખોળ ચાલુ રાખી હતી, જેના અંતે ત્રણેય ફરાર શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે. ઝડપાયેલા આરોપીઓમાં નાથા ઉર્ફે બિલ્લા લખમણ સોલંકી, શૈલેષ ઉર્ફે બચો જગુભાઈ કામળીયા અને સતીશ અરજણ કામળીયાનો સમાવેશ થાય છે. જેલ હવાલે કરાયા પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાસાના વોરંટની અમલવારીના ભાગરૂપે તેઓને સુરત અને ભુજ ની જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Gir Somnath News: ટ્રેન સેવા ખોરવાતા લોકોમાં ઉગ્ર રોષ, કેટલાક સ્થળોએ ટ્રેન રોકી તંત્રને આપી ચેતવણી
Read Full Story arrow_forward