android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં ગુજરાત ATSની કાર્યવાહી
calendar_today March 18, 2026

Gandhinagar News: ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં ગુજરાત ATSની કાર્યવાહી

ગુજરાત ATSએ યુપીના આંબેડકર નગરમાં રેડ કરી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ અંગે ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ કહ્યું હતું કે, ATSએ યુપી પોલીસને સાથે રાખી આંબેડકર નગર જિલ્લાના રામનગર ગામમાં એક ખેતર પર રેડ કરી હતી. જ્યાં ત્રણ નાના શેડ બનાવી ડ્રગ્સનું પ્રોડક્શન કરવામાં આવતું હતું. મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ વધુમાં કહ્યું હતું કે, રેડ દરમિયાન પોલીસને 6 કિલો મેફેડ્રોન, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો કેમિકલ અને આશરે 200 કિલો રો મટીરીયલ મળી આવ્યું હતું.કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી કયું ડ્રગ્સ સપ્લાય થતું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.ATSએ સ્થળ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ડ્રગ્સ બનાવવાની કામગીરી કરતા હતા.આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.

Read Full Story arrow_forward
Vadodara News: સમા વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતા ભીષણ આગ, આકાશમાં ઉંચે સુધી ઉઠ્યા અગનજવાળા
calendar_today March 18, 2026

Vadodara News: સમા વિસ્તારમાં ગેસ લાઈન લીકેજ થતા ભીષણ આગ, આકાશમાં ઉંચે સુધી ઉઠ્યા અગનજવાળા

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આજે અચાનક ગેસ લાઈનમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ લાઈનમાં થયેલા લીકેજને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગ એટલી ભીષણ હતી કે, તેના અગનજવાળા ઉંચે આકાશ સુધી દેખાતા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરાના રહેણાંક અને વ્યસ્ત એવા સમા વિસ્તારમાં પસાર થતી ગેસની પાઈપલાઈનમાં અચાનક ગેસ લીકેજ શરૂ થયો હતો. જોતજોતામાં આ લીકેજે વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગને જાણ કરી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા અને આગની લપટો જોઈ શકાતી હતી. તંત્ર દ્વારા કાર્યવાહી ઘટનાની જાણ થતા જ વડોદરા ગેસ વિભાગના અધિકારીઓ અને ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે ગેસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી મોટી જાનહાનિ ટાળી શકાય. હાલમાં ગેસ વિભાગ દ્વારા રીપેરિંગની કામગીરી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ, આગને કારણે ટ્રાફિક અને સ્થાનિક જનજીવન પર તેની માઠી અસર જોવા મળી હતી. પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે પહોંચીને લોકોની ભીડને દૂર કરી હતી. આ પણ વાંચો - Vadodara News : વડોદરામાં ડોકટર સાથે હનીટ્રેપની ઘટના, યુવતીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતા નોંધાયો ગુનો

Read Full Story arrow_forward
Stock Market Closing: શેરબજાર તેજી સાથે બંધ,  સેન્સેક્સમાં 612.84 પોઇન્ટનો વધારો
calendar_today March 18, 2026

Stock Market Closing: શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 612.84 પોઇન્ટનો વધારો

ભારતીય શેરબજારમાં આજે સકારાત્મક વલણ જોવા મળ્યું, મુખ્ય સૂચકાંકો તેમના દિવસના ઉચ્ચતમ સ્તરની નજીક ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. મજબૂત રોકાણકારોના વિશ્વાસ અને પસંદગીના ક્ષેત્રોમાં ખરીદી પ્રવૃત્તિને કારણે બજારમાં મજબૂત તેજી જોવા મળી.બુધવારે શેરબજાર લીલા નિશાને  ટ્રેડિંગ સત્ર દરમિયાન, નિફ્ટી50 એ મજબૂતાઈ દર્શાવી, 1.07 ટકા - અથવા 252.20 પોઈન્ટ - વધીને 23,833.35 ના સ્તરે પહોંચ્યો. તેવી જ રીતે, સેન્સેક્સ 76,890.68 ના સ્તર પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો, જે 1.08 ટકા - અથવા 819.84 પોઈન્ટ વધીને 1.08 ટકા - અથવા 819.84 પોઈન્ટ થયો. આ સૂચવે છે કે બજારમાં રોકાણકારોની ભાવના હાલમાં હકારાત્મક છે.શેર બજારમાં તેજી બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 612.84 પોઇન્ટના વધારા સાથે 76,683.69 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 182.95 પોઇન્ટના વધારા સાથે 23,764.10 અંકે બંધ થયો.  બજારને વ્યાપક રીતે જોતાં, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં આશરે 1.70 ટકાનો વધારો નોંધાયો, જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં લગભગ 1.54 ટકાનો વધારો થયો. આ સૂચવે છે કે રોકાણકારોનો રસ ફક્ત લાર્જ-કેપ કંપનીઓ સુધી મર્યાદિત નથી; તેના બદલે, રોકાણકારો નાના અને મધ્યમ કદના શેરોમાં પણ રસ દર્શાવી રહ્યા છે.વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? વૈશ્વિક સ્તરે, રોકાણકારોનું ધ્યાન હવે યુએસ સેન્ટ્રલ બેંક - ફેડરલ રિઝર્વની - નાણાકીય નીતિ બેઠકના પરિણામ પર કેન્દ્રિત છે, જેનો નિર્ણય આજે જાહેર થવાનો છે. અપેક્ષાઓ સૂચવે છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં. જોકે, રોકાણકારો માટે સૌથી મહત્વપૂર્ણ પાસું સેન્ટ્રલ બેંકના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ હશે, જે યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની ભવિષ્યની નીતિઓ પર સંભવિત અસર અંગે સંકેતો આપી શકે છે.એશિયન બજારોમાં પણ સકારાત્મક ભાવના જોવા મળી હતી. જાપાનનો નિક્કી 225 2 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો. નવીનતમ માહિતી અનુસાર, ફેબ્રુઆરીમાં જાપાનની નિકાસ વાર્ષિક ધોરણે 4.2 ટકા વધી હતી, જે બજારને ટેકો પૂરો પાડતો વિકાસ હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીએ લગભગ 4 ટકાના મજબૂત વધારા સાથે પ્રાદેશિક બજારોનું નેતૃત્વ કર્યું. દરમિયાન, ચીનનો CSI 300 અને હોંગકોંગનો હેંગ સેંગ પણ સાધારણ વધારા સાથે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો.આ પણ વાંચોઃ ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward