android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે LPG સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ
calendar_today March 18, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે LPG સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ

આ નવા નિયમો મુજબ, જે ગ્રાહકો પાસે પીએનજી (PNG - પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે, તેઓ હવેથી પોતાના ઉપયોગ માટે ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડર રાખી શકશે નહીં. બંને કંપનીઓ પોતાના ડેટાનું મેપિંગ કરશે જેથી ડબલ કનેક્શન ધરાવતા ગ્રાહકોની ઓળખ કરી શકાય જિલ્લામાં જે ગ્રાહકો હાલમાં PNG અને LPG એમ બંને પ્રકારના કનેક્શન ધરાવે છે, તેઓએ પોતાનું ઘરેલું LPG કનેક્શન તાત્કાલિક અસરથી વહેલીતકે પરત કરવાનું રહેશે. આવા ગ્રાહકો હવે સરકારી ઓઈલ કંપનીઓ કે તેમના અધિકૃત વિતરકો પાસેથી ગેસ રિફિલ મેળવી શકશે નહીં. વધુમાં, PNG કનેક્શન ધરાવતી કોઈપણ વ્યક્તિ નવું ઘરેલું LPG કનેક્શન મેળવી શકશે નહીં તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. આ નિયમનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા માટે જિલ્લાની PNG કંપનીઓ અને ઓઇલ માર્કેટીંગ કંપનીઓને ડેટા મેપિંગ કરી સંયુક્ત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. પુરવઠાની વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે જિલ્લામાં ગેસના જથ્થાનું અનઅધિકૃત વેચાણ અટકાવવા અને પુરવઠાની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા દૈનિક ધોરણે તપાસની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના તમામ નાગરિકોને આ નવા નિયમોનું પાલન કરવા અને સ્વેચ્છાએ વધારાના કનેક્શન જમા કરાવી દેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Surat News : 5 વર્ષથી પોલીસને હંફાવતો કુખ્યાત બુટલેગર સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો, દક્ષિણ ગુજરાતમાં દારૂનું મોટા પાયે કરતો હતો કટિંગ

Read Full Story arrow_forward
Gandhinagar News: મરઘાં ફાર્મની આડમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી, ગુજરાત ATSની ઉત્તર પ્રદેશમાં રેડ
calendar_today March 18, 2026

Gandhinagar News: મરઘાં ફાર્મની આડમાં ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી, ગુજરાત ATSની ઉત્તર પ્રદેશમાં રેડ

ગુજરાત ATSએ યુપીના આંબેડકર નગરમાં રેડ કરી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી ગુજરાત ATSએ શફાત અહેમદ ફારૂકીની ધપરકડ કરી હતી.શફાત પાસેથી 4.6 ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. જે તપાસમા મળેલા ઇનપુટના આધારે ATSએ તપાસ આગળ ધપાવી હતી. તેની સાથે સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની ધરપકડ બાદ પૂછપરછમાં મહત્વના ખુલાસા થયા હતા. આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. નાના શેડ બનાવી ડ્રગ્સનું પ્રોડક્શન કરવામાં આવતું તપાસ દરમ્યાન પંકજ અને કપિલ નામના આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી. જે બંને આરોપીઓએ અમદાવાદમાં 300 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો.જેથી પંકજ અને કપિલની તપાસ કરતા ઉત્તર પ્રદેશની ફેક્ટરી સુધી ગુજરાત એટીએસ પહોંચી છે. કારણ કે બન્ને આરોપી વારંવાર યુપીના આંબેડકર નગર જિલ્લામાં જતાં આવતા હતા.જ્યાં રેડ કરી કાર્યવાહી કરવામા આવી હતી. આ અંગે ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ કહ્યું હતું કે, ATSએ યુપી પોલીસને સાથે રાખી આંબેડકર નગર જિલ્લાના રામનગર ગામમાં એક ખેતર પર રેડ કરી હતી. જ્યાં ત્રણ નાના શેડ બનાવી ડ્રગ્સનું પ્રોડક્શન કરવામાં આવતું હતું. મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ વધુમાં કહ્યું હતું કે, રેડ દરમિયાન પોલીસને 6 કિલો મેફેડ્રોન, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો કેમિકલ અને આશરે 200 કિલો રો મટીરીયલ મળી આવ્યું હતું.કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી કયું ડ્રગ્સ સપ્લાય થતું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.ATSએ સ્થળ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ડ્રગ્સ બનાવવાની કામગીરી કરતા હતા.આરોપીઓ મરઘાં ફાર્મની આડમાં ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. આ પણ વાંચોઃ Banaskantha News: અમે તમારી દીકરી પરત આપી હવે અમારી દીકરીને પાછી આપો

Read Full Story arrow_forward
Gujarat ST Bus News : ગુજરાતના મુસાફરોની સુવિધામાં વધારો, વિધાનસભા વિસ્તારો માટે 182 નવીન ST બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ
calendar_today March 18, 2026

Gujarat ST Bus News : ગુજરાતના મુસાફરોની સુવિધામાં વધારો, વિધાનસભા વિસ્તારો માટે 182 નવીન ST બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ

ગુજરાત એસ.ટી. દરરોજ 8 હજારથી વધુ બસના કાફલા સાથે 33 લાખ કિલોમિટરના સંચાલનથી અંદાજે 27 લાખથી વધુ મુસાફરોને સ્વચ્છ-સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડે છે. ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશાદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જનસેવા પ્રતિબદ્ધતામાં એક નવું સિમાચિહ્ન 182 નવિન બસોના લોકાર્પણથી ઉમેર્યુ છે. આ હેતુસર રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ 182 નવિન બસોને મુસાફરોની સેવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ આ સમારોહમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તથા નાયબ મુખ્યમંત્રીએ આ નવિન બસોના ડ્રાયવર્સને પ્રતિકરૂપે ચાવી અર્પણ કરી હતી.સામાન્ય માનવી માટે અવર-જવરના સરળ માધ્યમ એવું ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક ૮૦૦૦ થી વધુ બસોના કાફલાથી ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરીને ૨૭ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પુરી પડે છે. વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની એસ.ટી.બસોનું સંચાલન કરીને રાજ્યની જનતાને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટેની પરિવહન સેવા-સુવિધાઓ આપે છે. મંત્રીઓએ આ બસ લોકાર્પણ વેળાએ લોકોનું અભિવાદન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસો ખરીદવા એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે. તે અંતર્ગત ૨૦૨૪-૨૫માં 963 સુપર એક્સપ્રેસ, 550 ગુર્જર નગરી, 100 સ્લીપર બસ, 350 મીડી બસ મળીને 1963 વાહનો પ્રજાજનોની સેવામાં મૂકાયા છે. PPP ધોરણે અત્યાધુનિક ૨૦૦ નવીન વોલ્વો અને એ.સી. બસો સંચાલનમા મૂકવા પણ આયોજન હાથ ધરેલું છે. સમગ્રતયા ૧૯૬૩ નોન એ.સી તથા ૨૦૦ એ.સી. બસો વિવિધ તબક્કે પ્રજાની સેવામાં મૂકવામાં આવેલી છે. તેમાં હવે આ નવી કુલ 62 કરોડની 182 બસો સંચાલનમાં મૂકવા માટે લોકાર્પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ બસ લોકાર્પણ વેળાએ લોકોનું અભિવાદન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. વાહન વ્યવહાર અગ્ર સચિવ હારિત શુક્લા, વાહન વ્યવહાર કમિશનર અને જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. ડૉ. રાજેન્દ્ર કુમાર તથા એસ.ટી. નિગમના અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે LPG સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ

Read Full Story arrow_forward