android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh અંબાજી મંદિરમાં પાંચ લોકો દ્વારા દાનની રકમમાં ગેરરીતિની ફરિયાદ, જુઓ Video
calendar_today March 18, 2026

Junagadh અંબાજી મંદિરમાં પાંચ લોકો દ્વારા દાનની રકમમાં ગેરરીતિની ફરિયાદ, જુઓ Video

​દાનની રકમમાં મોટી આર્થિક ગેરરીતિ આચરી હોવાની વાત સામે આવી છે, ​ગર્ભગૃહમાં અનધિકૃત પ્રવેશ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, કુલ 11 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ​ભવનાથ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીના તપાસ રિપોર્ટના આધારે મંદિરમાં માસ અને મદિરાનું સેવન કરનાર અને મંદિરની દાનપેટીમાંથી દાનના રૂપિયાની ગેરરીતિ આચરનારા 11 સામે વહીવટદારને પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે.પૂજારીઓ જ દાનની રકમ સેરવતા હતા અન્ય એક ઘટનામાં મંદિરના પૂજારીઓ ભાવિકો દ્વારા ધરવામાં આવતા દાનની રકમની ગેરરીતી કરતા હોવાનું પણ વાયરલ થયેલા વિડીયોમાં સામે આવ્યું છે જેમાં કેટલાક પૂજારીઓ દ્વારા દાન પેટી પર કપડું રાખીને ભક્તો દ્વારા દાનમાં આપવાના રૂપિયા દાન પેટી કે મંદિર માં જમા કરાવતા નહીં પરંતુ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે રાખીને અનિયમિતતા આચરતા હોવાનું સામે આવ્યું છે. જે લોકો વિડીયોમાં નાણાકીય ગેરરીતી કરતા જોવા મળ્યા છે તે પૈકીના એક જ વ્યક્તિ મંદિરનો અધિકૃત નિમાયેલો પૂજારી હતો, બાકીના તમામ લોકો અનઅધિકૃત રીતે મંદિરમાં દાનના રૂપિયાની ગેરરીતી કરતાં જોવા મળ્યા હતા. આ પણ વાંચો : Gir Somnathમાં PGVCLએ 458 બાકી વીજ બિલ ધારકોના કનેકશન કાપ્યા, 1156 ગ્રાહકોએ ડિસ્કનેક્શન પૂર્વે રકમ ભરી, જુઓ Video

Read Full Story arrow_forward
Assam Assembly Elections 2026: કોંગ્રેસને ઝટકો, BJPમાં જોડાયા પ્રદ્યુત બોરદોલાઇ
calendar_today March 18, 2026

Assam Assembly Elections 2026: કોંગ્રેસને ઝટકો, BJPમાં જોડાયા પ્રદ્યુત બોરદોલાઇ

આસામમાં આજે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. નાગાંવ લોકસભાના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને ભાજપમાં જોડાયા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને આસામ ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાની હાજરીમાં બોરદોલોઈએ ઔપચારિક રીતે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું. પ્રદ્યુત આસામ ભાજપને મજબૂત બનાવશે: સીએમ હિમંતા નાગાંવ લોકસભાના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈના ભાજપમાં જોડાવા પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પ્રતિક્રિયા આપી છે. સીએમ હિમંતાએ કહ્યું કે નાગાંવના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ સાથે તેમનો ઇતિહાસ 1975નો છે. ભાજપમાં તેમના પ્રવેશથી પાર્ટી મજબૂત થશે. અમે બધા તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.કોંગ્રેસમાં રહેવાનું કોઇ કારણ નથી-સીએમ હિમંતા સીએમ હિમંતાએ ઉમેર્યું કે આસામ રાજ્ય ભાજપ એકમ કેન્દ્રીય નેતૃત્વને ભલામણ કરશે કે તેઓ વિધાનસભા ચૂંટણી લડે. જો કોઈ વ્યક્તિને લાગે કે, તેમના આત્મસન્માનને જાળવી રાખીને, કોંગ્રેસમાં રહેવાનું હવે કોઈ કારણ નથી, તો ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. અમારો ઉદ્દેશ્ય કોંગ્રેસમાં વધુ નેતાઓને લાવવાનો છે." રાજીનામાના 24 કલાકમાં જ જોડાઇ ગયા ભાજપમાં પ્રદ્યુત બોરદોલોઈએ ગઈકાલે જ કોંગ્રેસના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને એક લાઇનનો રાજીનામું પત્ર મોકલ્યો હતો. આજે, માત્ર 24 કલાક પછી, તેઓ ભાજપમાં જોડાયા. હજી ઘણા કોંગી નેતાઓ છોડી શકે પાર્ટી આસામ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા અગ્રણી નેતાઓનો ટ્રેન્ડ અવિરત ચાલુ છે. પાર્ટીના ભૂતપૂર્વ રાજ્ય ઉપાધ્યક્ષ, નવજ્યોતિ તાલુકદારે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા નવજ્યોતિ તાલુકદારે કહ્યુ હું આજે આસામની યાત્રા કરીશ અને ભાજપમાં જોડાઈશ. અમારા સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ પણ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અમે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ચર્ચા કરી ચૂક્યા છીએ.તેમણે એવો પણ સંકેત આપ્યો કે પ્રદ્યુત બોરદોલોઈના ભાજપમાં પ્રવેશ બાદ, ઘણા અન્ય કોંગ્રેસ નેતાઓ પણ પાર્ટી છોડી શકે છે. નવજ્યોતિ તાલુકદાર લાંબા સમયથી આસામ કોંગ્રેસમાં એક વરિષ્ઠ નેતા રહ્યા છે. તેમણે રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.આ પણ વાંચોઃ ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward
Agriculture News : પશુપાલન ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, 3 કરોડથી વધુ પશુઓને 'ખરવા-મોવાસા' (FMD) રોગ સામે સુરક્ષિત કરાયા
calendar_today March 18, 2026

Agriculture News : પશુપાલન ક્ષેત્રે ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, 3 કરોડથી વધુ પશુઓને 'ખરવા-મોવાસા' (FMD) રોગ સામે સુરક્ષિત કરાયા

વ્યાપક રસીકરણના પ્રતાપે જ રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો છે, જ્યારે હર્ડ ઇમ્યુનિટી 80% સુધી પહોંચી છે. ગાંધીનગરના માણસા તાલુકા સહિત રાજ્યભરના લાખો પશુપાલકો માટે સરકારનું આ નિઃશુલ્ક રસીકરણ આશીર્વાદરૂપ બન્યું છે. પશુપાલન વિભાગની ટીમ દર છ મહિને ઘરે જઈને પશુઓને રસી આપે છે, જેનાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જળવાઈ રહે છે. હાલ સમગ્ર રાજ્યમાં 'લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ' મજબૂત રીતે કાર્યરત છે આ અભિયાનની મુખ્ય વિશેષતા તેની પારદર્શિતા છે. 'નેશનલ ડિજિટલ લાઈવસ્ટોક મિશન' હેઠળ દરેક પશુને 12 આંકડાનો બાર-કોડેડ 'ઇયર-ટેગ' લગાવી તેની તમામ વિગતો 'ભારત પશુધન પોર્ટલ' પર ઓનલાઇન નોંધવામાં આવે છે. વર્ષ 2019થી હાથ ધરાયેલા સઘન પ્રયાસોને પરિણામે હવે રાજ્યમાં માત્ર છૂટાછવાયા અને નહિવત ગંભીર કેસ જ જોવા મળે છે. 1.71 કરોડ પશુઓને વર્ષમાં બે વાર રસી અપાઈ ખરવા-મોવાસા જેવા રોગોને કારણે દેશને વાર્ષિક અંદાજે ₹24,000 કરોડનું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગુજરાતમાં 1.71 કરોડ પશુઓને વર્ષમાં બે વાર રસી આપીને આ આર્થિક નુકસાન અટકાવવાનું લક્ષ્ય છે. વર્ષ 2024-25માં જ્યાં 2.93 કરોડ રસી અપાઈ હતી, ત્યાં ચાલુ વર્ષે આ આંકડો 3.04 કરોડને પાર કરી ગયો છે. આ આંકડા સાક્ષી છે કે ગુજરાત હવે 'રોગમુક્ત રાજ્ય' બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પણ વાંચો : Rajkot News : વધતી જતી ગરમી અને હીટવેવને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર, ગરમીમાં વગર કામે લોકોને બહાર ન નીકળવા ડોકટરની સલાહ

Read Full Story arrow_forward