android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh News : ગુનેગારોના વરઘોડા કાઢતી પોલીસ કેમ શાંત થઈ ગઈ?  કાળા કાચ વાળી કાર રોકતા બે પોલીસ કર્મીઓ પર હુમલો
calendar_today March 18, 2026

Kachchh News : ગુનેગારોના વરઘોડા કાઢતી પોલીસ કેમ શાંત થઈ ગઈ? કાળા કાચ વાળી કાર રોકતા બે પોલીસ કર્મીઓ પર હુમલો

ગુજરાતમાં ગુનેગારો બેફામ બની ગયાં છે. છાશવારે આરોપીઓના વરઘોડા કાઢતી પોલીસના જ વરઘોડા નીકળવા માંડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આરોપીઓ સામે કાયદાનો સકંજો લઈને ફરતી પોલીસ પોતાની પર જ હુમલા થતાં શાંત થઈ ગઈ છે. પાટણમાં લુખ્ખા તત્વોના હુમલા દરમિયાન ઊભી પૂંછડિયે ભાગી ગયેલી પોલીસ સામે ગૃહ વિભાગે લાલ આંખ કરીને માત્ર સસ્પેન્ડ કરવાનું શસ્ત્ર ઉગામ્યું છે. એવામાં કચ્છના ભુજમાં પણ બે પોલીસ કર્મીઓ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. બે પોલીસ કર્મીઓને ઈજા પહોંચી કચ્છના ભુજમાં માધાપર બાપા સીતારામ મઢુડી પાસે કાળા કાચ વાળી ગાડી પસાર થઈ રહી હતી. આ ગાડીને પોલીસ કર્મીઓએ રોકવા જતાં જ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, પોલીસને પડકાર ફેંકનારાને હનુમાનજીના દર્શન કરવા પડશે. પરંતુ ખરેખર પડકાર ફેંકનારાને હનુમાનજીના દર્શન થયા જ નથી. ગુનેગારો બેફામ બન્યા છે તેમને કાયદો વ્યવસ્થા અને પોલીસનો સહેજ પણ ડર રહ્યો નથી. જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. ગુજરાતમાં પોલીસ પર વારંવાર થતા હુમલા ગુજરાતમાં તાજેતરમાં જ ભાવનગરમાં વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કૉન્સ્ટેબલ પર જુગારીઓ દ્વારા હીચકારો અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વડોદરામાં પણ એક દંપતીએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. થોડા સમય પહેલા અંબાજી પાસેના પાડલિયામાં પોલીસ પર તીરકામઠા અને પથ્થરમારો કરીને હુમલો કરાયો હતો. ગત જાન્યુઆરીમાં અમદાવાદના નરોડામા બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો.શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું.આવી અનેક ઘટનાઓ છે જેમાં પોલીસ પર હુમલા થયાં છે. પાટણની ઘટના તાજી છે ત્યાં ભુજમાં હુમલો થયો પાટણની ઘટના પોલીસ વિભાગને શરમમાં મુકે તેવી છે. 20 લોકોના ટોળાએ હથિયારો સાથે પોલીસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન પોલીસ ત્યાંથી ઉભી પૂંછડિયે ભાગી ગઈ હતી. આ ઘટનામાં ગૃહ વિભાગ એક્શનમાં આવ્યો હતો અને એક પીએસઆઈ સહિત એએસઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોને ડિટેઈન કર્યા હોવાની પણ વિગતો સામે આવી છે. હુમલો કરનારા વધુ લોકો પકડાય અને પોલીસ જાહેરમાં તેમનો વરઘોડો કાઢે ત્યાં સુધીમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. હવે ભુજમાં પણ માત્ર કાળા કાચ વાળી કાર રોકવા બાબતે પોલીસ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો

Read Full Story arrow_forward
Vadodara News : મુસ્લિમ પરિવારમાં ઉછરેલા સિરાજને હવે હિન્દુ બનવું છે, કલેક્ટર કચેરીમાં અરજી કરી
calendar_today March 18, 2026

Vadodara News : મુસ્લિમ પરિવારમાં ઉછરેલા સિરાજને હવે હિન્દુ બનવું છે, કલેક્ટર કચેરીમાં અરજી કરી

ગુજરાતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ પરિવારે ઉછેરીને મોટા કરેલા એક અનાથ યુવકને હવે હિન્દુ બનવું છે. સિરાજ નામના યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટરને અરજી કરી છે. મુળ સુરતનો સિરાજ વડોદરામાં નોકરી કરતો હતો. તેને પ્રતાપનગરના આશ્રમ સંચાલકનો પણ સહકાર મળ્યો છે. વડોદરામાં અનાથ યુવકને બનવું છે હિન્દુ વડોદરામાં મુસ્લિમ પરિવારમાં ઉછરેલા એક અનાથ યુવકે કલેક્ટર કચેરીમાં હિન્દુ બનવા માટે અરજી કરી છે. સિરાજને હવે હાર્દિક બનવું છે. તે મુળ સુરતનો છે અને વડોદરામાં નોકરી કરતો હતો. હવે તે મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ અંગીકાર કરવા માંગે છે. આખરી નિર્ણય કલેક્ટર કચેરી દ્વારા લેવામાં આવશે આ બાબતે અખિલ ભારતીય બ્રાહ્મણ સભા પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું હતું કે, સિરાજને હિન્દુ બનવું છે તે સારી વાત છે. આ માટે કાયદાની પ્રોસેસ પૂર્ણ કરવી જરૂરી છે. આ માટેનો આખરી નિર્ણય કલેક્ટર કચેરી દ્વારા લેવામાં આવશે. સિરાજને આ માટે પ્રતાપનગર આશ્રમ સંચાલકનો પણ સહકાર મળ્યો હોવાની વિગતો સામે આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો

Read Full Story arrow_forward
Gandhinagar News : 'ગ્રિન વૉલ ઓફ અરવલ્લી' યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું
calendar_today March 18, 2026

Gandhinagar News : 'ગ્રિન વૉલ ઓફ અરવલ્લી' યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું

ગ્રિન વૉલ ઑફ અરવલ્લી' ગિરીમાળા એ ગુજરાતથી દિલ્હી સુધી વિસ્તરેલી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે,જેનો જીવંત દર ખૂબ જ સારો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું. 562 વૃક્ષો ધરાવતા સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યા છેરાજ્ય મંત્રી માળીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોના જલ્દી ઉછેર માટે વન વિભાગ દ્વારા ૬ થી ૧૦ ફૂટના રોપા તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે જેથી વૃક્ષ પ્રેમીઓએ ખાનગી નર્સરીમાંથી રોપા લેવાની જરૂરિયાત રહેશે નહીં. વન વિભાગ દ્વારા આ વૃક્ષની ૧૦ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓને એકત્રિત કરવાનું કામ કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં વિસ્તારમાં તેમની સ્મૃતિમાં રાજ્યમાં ૫૬૨ વૃક્ષો ધરાવતા સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યા છે. 454 હેક્ટરમાં 4.55 લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે જે હેઠળ ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને હિંમતનગર એમ ચાર જગ્યાએ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રીએ‌ વધુ વિગતો આપતાં કહ્યું કે, કેમ્પા યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૧૫૦૮ હેક્ટરમાં ૧૪ લાખ રોપાઓનું વાવેતર કરાયું છે. જેમાં ખેડબ્રહ્મામાં ૪૫૪ હેક્ટરમાં ૪.૫૫ લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે તેમ‌ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું. આ પણ વાંચો : Baroda Dairy Election News : બરોડા ડેરીની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન શરુ, ચૂંટણી પહેલા જ 9 ડિરેકટર બિનહરીફ થયા છે

Read Full Story arrow_forward