android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : ગ્લોબલ ડાયમંડ અને ટેક્સટાઇલ હબ સુરત ટૂંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત)ની કરશે યજમાની
calendar_today March 18, 2026

Surat News : ગ્લોબલ ડાયમંડ અને ટેક્સટાઇલ હબ સુરત ટૂંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત)ની કરશે યજમાની

તાપીના તટે વસેલું અને 'સૂર્યપુર' તરીકેની ઐતિહાસિક ઓળખ ધરાવતું સુરત આજે માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતનું એક અત્યંત ગતિશીલ અને આર્થિક પાવરહાઉસ બનીને ઉભરી આવ્યું છે. 16મી સદીમાં જે શહેર વિશ્વના વેપારીઓ માટે ભારતનું 'પ્રવેશદ્વાર' ગણાતું હતું, તે આજે 21મી સદીમાં પોતાની 'ઔદ્યોગિક કુશળતા' અને 'સાહસિક વૃત્તિ'ને કારણે વિશ્વના નકશા પર ઝળહળી રહ્યું છે. ટૂંક સમયમાં સુરત ખાતે યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ' (દક્ષિણ ગુજરાત) શહેરના આ પરિવર્તનને વૈશ્વિક મંચ પૂરું પાડશે. વૈભવી વારસો અને વ્યાપારી વર્ચસ્વ સુરતનો ઇતિહાસ જળમાર્ગો અને જહાજ નિર્માણની કળાથી જીવંત રહ્યો છે. એક સમયે બ્રિટિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને ડચ વેપારીઓ વચ્ચે આ શહેરના બંદર પર આધિપત્ય જમાવવાની હોડ જામતી હતી. તે જ સમયે, શહેર એક સમૃદ્ધ જહાજ નિર્માણ કેન્દ્ર પણ હતું. તે તેના સમયના સૌથી અગ્રણી વ્યાપારી કેન્દ્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું. આ શહેર હીરા કાપવા અને પોલિશ કરવા, તેમજ એશિયાના સૌથી મોટા કાપડ કેન્દ્રોમાંનું એક છે. આ વારસાને આજે સુરતે આધુનિક રંગરૂપ આપ્યું છે. આજે આ શહેર માત્ર 'સિલ્ક સિટી' કે 'ડાયમંડ સિટી' તરીકે જ નહીં, પરંતુ એક 'ગ્લોબલ ઇકોનોમિક એન્જિન' તરીકે ઓળખાય છે. હીરા અને કાપડ: સુરતની ઓળખના બે સ્તંભ સુરતની ધરતી પર કંડારાયેલી સફળતાના પાયામાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ સેક્ટર છે. વિશ્વના 90% કુદરતી હીરા અને 25% લેબ-ગ્રોન હીરાનું પ્રોસેસિંગ એકમાત્ર સુરતમાં થાય છે. અહીંના 6,000 થી વધુ એકમો, જેમાંથી લગભગ 70% MSME છે, તે લાખો પરિવારોની આજીવિકાનો સ્ત્રોત છે. તદુપરાંત એશિયાના સૌથી મોટા કાપડ કેન્દ્ર તરીકે સુરત આજે ચોકસાઈ અને સર્જનાત્મકતાનો પર્યાય બની ગયું છે. નીતિ આયોગનું વિઝન: સુરત આર્થિક ક્ષેત્ર (SER) સુરતની ક્ષમતાને પારખીને નીતિ આયોગે તેને 'ગ્રોથ હબ' (G-Hub) પહેલ હેઠળ પસંદ કર્યું છે. 2047 સુધીમાં સુરત સહિત ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડના સમગ્ર દક્ષિણ ગુજરાતના પટ્ટાને એક સંકલિત આર્થિક ક્ષેત્ર (Surat Economic Region) તરીકે વિકસાવવાનો મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર છે. આ આયોજન પ્રાદેશિક અસમાનતા દૂર કરી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક માળખું ઊભું કરશે. "સુરતની પ્રકૃતિમાં જ સાહસ છે. અહીંના લોકોએ આપત્તિઓને અવસરમાં બદલીને શહેરને રહેવાલાયક અને પ્રગતિશીલ બનાવ્યું છે."ભવિષ્ય તરફ પ્રયાણ આધુનિક શહેરી આયોજન, ઉન્નત કનેક્ટિવિટી અને ટકાઉ વિકાસના માપદંડો પર સુરત આજે દેશના અન્ય શહેરો માટે દીવાદાંડી સમાન છે. દક્ષિણ ગુજરાત ક્ષેત્ર માટે સુરત ખાતે આયોજિત થનાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) માત્ર ચર્ચાઓનું કેન્દ્ર નહીં, પરંતુ નવા રોકાણો અને રોજગારીની તકોના દ્વાર ખોલનારું માધ્યમ બનશે. વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે સુરત હવે ગુજરાત અને ભારતના વિકાસના નવા યુગનું નેતૃત્વ કરવા સજ્જ છે. આ પણ વાંચો : Railway News : ભાવનગર મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રહેશે પ્રભાવિત, જાણો આ છે કારણ

Read Full Story arrow_forward
Rajkot News : વધતી જતી ગરમી અને હીટવેવને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર, ગરમીમાં વગર કામે લોકોને બહાર ન નીકળવા ડોકટરની સલાહ
calendar_today March 18, 2026

Rajkot News : વધતી જતી ગરમી અને હીટવેવને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર, ગરમીમાં વગર કામે લોકોને બહાર ન નીકળવા ડોકટરની સલાહ

રાજકોટ સિવિલમાં 10ના નર્સિંગ સ્ટાફ સાથે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને ORS સહિતની સુવિધાઓથી વોર્ડ સજ્જ કરાયો છે, લૂ, હીટ સ્ટ્રોકની અસર થયેલા લોકોને સારવાર આપવામાં આવશે અને ઓ.આર.એસ સહિતની સુવિધાઓથી વૉર્ડ સજ્જ કરવામાં આવ્યા છે, લુ-લાગવાથી,ભારે તાપથી કે હીટ સ્ટોકના કારણે બીમાર લોકોને સારવાર કરવામાં આવશે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે.લોકોએ ગરમીના વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ આવા સંજોગોમાં વિશેષ સાવચેતીઓ રાખવી જોઈએ. જેમાં એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. ઘરને ઠંડુ રાખવા પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરવો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. દિવસ દરમિયાન નીચેના મળે રહેવાનો પ્રયાસ કરવો અને શરીરને ઠંડુ કરવા માટે પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત કેટલીક બાબતતો ટાળવી જોઈએ. વિગતે જોઈએ તો તડકામાં બહાર નીકળવાનું ટાળવું જેમાં ખાસ કરીને બપોરે૧૨:૦૦ વાગ્યાથી ૦૪:૦૦ વાગ્યા વચ્ચે બપોરે બહાર હોવ ત્યારે સખત પ્રવૃતિઓ ટાળવી અને ખુલ્લા પગે બહાર ન જવું જોઈએ. ઉનાળાના પીક કલાકો (સૌથી ગરમ સમય)દરમિયાન રસોઈ કરવાનું ટાળવું જોઈએ અને તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવા જોઈએ. પાલતું પ્રાણીઓ માટે વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે આલ્કોહોલ, ચા-કોફી, અને કોર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક અથવા મોટી માત્રામાં ખાંડ વાળા પીણાંથી વાસ્તવમાં વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે તથા પેટમાં ખેંચાણ થઇ શકે છે. તે માટે આવા પીણાં પીવાનું ટાળવું જોઈએ. ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વસી ખોરાક ખાવા ન જોઈએ તેમજ પાર્ક કરેલ વાહનમાં બાળકો અથવા પાલતું પ્રાણીઓ માટે વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે માટે તેમને વાહનમાં એકલા ન મુકવા જોઈએ. ઉપરાંત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદ દ્વારા હીટવેવથી જેઓને વધુ જોખમ હોય તેમને વિશેષ કાળજી લેવા અનુરોધ કરવામાં આવે છે. અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછવું સનસ્ટ્રોક (લુ)થી બચવા: ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ, ઉનાળાની ઋતુ દરમિયાન ખુલ્લા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ, શક્ય હોય તો લીંબુનું શરબત, ORSનું દ્રાવણ બનાવીને પીવું જોઈએ,ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું અને જરૂરી જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂછવું. આ પણ વાંચો : Surat News : ગ્લોબલ ડાયમંડ અને ટેક્સટાઇલ હબ સુરત ટૂંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત)ની કરશે યજમાની

Read Full Story arrow_forward
PM Modi In Rajya Sabha: રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી.. 37 રાજ્યસભા સાંસદોના વિદાય પ્રસંગે બોલ્યા PM મોદી
calendar_today March 18, 2026

PM Modi In Rajya Sabha: રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી.. 37 રાજ્યસભા સાંસદોના વિદાય પ્રસંગે બોલ્યા PM મોદી

37 રાજ્ય સભાના સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. ત્યારે પીએમ મોદીએ રાજ્યસભામાં વિદાય સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે નવા સાંસદોએ જૂના સાંસદો પાસેથી હંમેશા શીખવું જોઇએ.  રાજનીતિમાં ફુલસ્ટોપ હોતું નથી. સદનમાં દરેક સાંસદનું યોગદાન હોય છે. પીએમ મોદીએ પૂર્વ પીએમ દેવગૌડાની પ્રશંસા કરી. તેમજ શરદ પવાર અને મલ્લિકાર્જુન ખડગેની પણ પ્રશંસા કરી.  તેમણે કહ્યું કે આ બધાની અડધી ઉંમર સંસદીય કાર્યપ્રણાલીમાં ગઇ છે.  રાજકારણમાં કોઇ પૂર્ણ વિરામ હોતું નથી- પીએમ મોદી રાજ્યસભામાં બોલતા પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે  ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય છે, અને દરેક સભ્ય તેમાં એક અનોખી ભૂમિકા ભજવે છે. આવી ક્ષણોમાં, પક્ષની રેખાઓથી ઉપર ઉઠીને, આદરની સામાન્ય ભાવના ઉત્પન્ન થાય છે. જે નેતાઓ તેમના કાર્યકાળના અંત પછી ગૃહ છોડી રહ્યા છે, તેમને હું કહેવા માંગુ છું કે રાજકારણમાં કોઈ પૂર્ણવિરામ નથી..મલ્લિકાર્જુન ખડગે કહે છે: રાજકારણમાં રહેલા લોકો ક્યારેય નિવૃત્ત થતા નથીરાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ પછી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકારણમાં, કોઈ ક્યારેય "થાકેલું" કે "નિવૃત્ત" થતું નથી. જે ​​લોકો રાજકારણમાં સામેલ છે તેઓ ક્યારેય નિવૃત્ત થતા નથી. જે ​​લોકો ગયા છે તેમાંથી ઘણા આખરે પાછા આવશે. આ પણ વાંચોઃ ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward