android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Nationals from Iran: 550 નાગરિકો કેવી રીતે ઇરાનથી ભારત લવાયા? એસ જયશંકરે આર્મેનિયા સરકારનો માન્યો આભાર
calendar_today March 16, 2026

Indian Nationals from Iran: 550 નાગરિકો કેવી રીતે ઇરાનથી ભારત લવાયા? એસ જયશંકરે આર્મેનિયા સરકારનો માન્યો આભાર

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે X પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે અત્યાર સુધીમાં ઈરાનમાંથી 550 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સરકારની યોજના હેઠળ, ભારતીય નાગરિકોને પહેલા જમીન માર્ગો દ્વારા ઈરાનથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને આર્મેનિયા અથવા અઝરબૈજાન જેવા પડોશી દેશોમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઇરાનથી 550 ભારતીયો સુરક્ષિત લવાયા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આજ સુધીમાં ઈરાનથી 550 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જયશંકરે આ પ્રયાસમાં મદદ કરવા બદલ આર્મેનિયાની સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો. ખરેખર, આર્મેનિયાના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાનના સહયોગથી આ ભારતીયોનું સલામત સ્થળાંતર શક્ય બન્યું છે. યેરેવન દ્વારા સહાયની પ્રશંસા કરી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર શેર કરાયેલી પોસ્ટમાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે લખ્યું: "ઈરાનથી અત્યાર સુધીમાં 550 થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સહયોગ આપવા બદલ આર્મેનિયાની સરકાર અને લોકોનો આભારી છું. અમે આ પડકારજનક સમયમાં તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ વધુમાં  જયશંકરે જણાવ્યું હતું કે તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન યેરેવન દ્વારા આપવામાં આવેલી સહાયની ખૂબ પ્રશંસા કરે છે. તેમણે તેમના આર્મેનિયન સમકક્ષ, અરારત મિર્ઝોયાન દ્વારા પૂરા પાડવામાં આવેલા સહકારની પણ પ્રશંસા કરી. આર્મેનિયા અને દુબઈ થઈને નવી દિલ્હી પહોંચ્યાભારત સરકાર ઈરાન સહિત વિવિધ મધ્ય પૂર્વીય દેશોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ ચાલુ પ્રક્રિયાના ભાગ રૂપે હાલમાં ઈરાનથી પણ ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 550 ભારતીયોને ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ બધા વ્યક્તિઓ આર્મેનિયા અને દુબઈ થઈને ટ્રાન્ઝિટ રૂટ દ્વારા નવી દિલ્હીના એરપોર્ટ પર પહોંચ્યા હતા. બહાર કાઢવામાં આવેલા મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ઘણા યુવા ભારતીય મુસ્લિમો ઈરાનની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે. અહેવાલો દર્શાવે છે કે સંઘર્ષ ફાટી નીકળ્યા પછી આ વિદ્યાર્થીઓ ઈરાનમાં ફસાયા હતા. પડોશી દેશો થઈને સ્થળાંતર માર્ગ સ્થાપિતમધ્ય પૂર્વમાં વધતા લશ્કરી તણાવને કારણે આ પ્રદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ છે. પરિણામે ભારત સરકારે પડોશી દેશોનો ઉપયોગ કરીને ઇરાનમાં રહેલા ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે એક સ્થળાંતર વ્યૂહરચના ઘડી છે. સરકારની યોજના હેઠળ ભારતીય નાગરિકોને પહેલા ઇરાનથી જમીન માર્ગો દ્વારા પડોશી દેશોમાં - જેમ કે આર્મેનિયા અથવા અઝરબૈજાન - ખસેડવામાં આવી રહ્યા છે જ્યાંથી તેમને વાણિજ્યિક ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે. સાયપ્રસ સાથે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ચર્ચા પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રસેલ્સમાં સાયપ્રસના વિદેશ મંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે આ વાતચીત અંગે ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો. 'X' પરની એક પોસ્ટમાં, વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે સાયપ્રસના વિદેશ મંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસ સાથેની તેમની ચર્ચા દરમિયાન, તેઓએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.

Read Full Story arrow_forward
Kerala Assembly Election 2026 : ભાજપે 47 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
calendar_today March 16, 2026

Kerala Assembly Election 2026 : ભાજપે 47 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

ભાજપે આગામી કેરળ વિધાનસભા ચૂંટણી માટે 47 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કે. સુરેન્દ્રન મંજેશ્વર મતવિસ્તારથી, નવ્યા હરિદાસ કોઝિકોડ ઉત્તરથી, એડવોકેટ જ્યોર્જ કુરિયન કાંજીરાપલ્લીથી, વી. મુરલીધરન કઝાકૂટમથી અને પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર નેમોમથી ચૂંટણી લડશે. ચેંગન્નુરથી એમ.વી. ગોપાકુમારને ટિકિટ આપવામાં આવી આ દરમિયાન, કન્નુરથી સી. રઘુનાથ, વડકારાથી એડવોકેટ કે. દિલીપ, નાદાપુરમથી સી.પી. વિપિન ચંદ્રન, પલક્કડથી શોભા સુરેન્દ્રન અને ચેંગન્નુરથી એમ.વી. ગોપાકુમારને ટિકિટ આપવામાં આવી છે. પહેલી યાદીમાં નવ્યા હરિદાસનો પણ સમાવેશ થાય છે, જેમણે અગાઉ વાયનાડથી પ્રિયંકા ગાંધી સામે લોકસભા ચૂંટણી લડી હતી, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 5 રાજ્યમાં એક સાથે યોજાશે વિધાનસભા ચૂંટણી તમને જણાવી દઈએ કે 15 માર્ચે ભારતીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી અને આ દરમિયાન દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. અસમમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે અને ત્યાં 9 એપ્રિલે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તે જ દિવસે પુંડ્ડુચેરીમાં પણ મતદાન યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ તામિલનાડુમાં પણ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને ત્યાં 23 એપ્રિલે મતદાન થશે. મતગણતરી 4 મેના રોજ હાથ ધરવામાં આવશે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પાંચેય રાજ્યોમાં મતગણતરી 4 મેના રોજ હાથ ધરવામાં આવશે. ચૂંટણી આયોગે સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે અને આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધવાની સંભાવના છે. આ પણ વાંચો : Indian Nationals from Iran: 550 નાગરિકો કેવી રીતે ઇરાનથી ભારત લવાયા? એસ જયશંકરે આર્મેનિયા સરકારનો માન્યો આભાર 

Read Full Story arrow_forward
Jammu Kashmir News: દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગની ઘટનાથી દિલ્હી આવનાર ફ્લાઇટમાં મોડું, યાત્રીઓ ફસાયા
calendar_today March 16, 2026

Jammu Kashmir News: દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગની ઘટનાથી દિલ્હી આવનાર ફ્લાઇટમાં મોડું, યાત્રીઓ ફસાયા

ફ્લાઇટે સવારે 9-55 કલાકે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાનું હતુ. વિદ્યાર્થીઓને પરત લાવવાનું કામ જમ્મૂ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે આ ફ્લાઇટ મોડી પડવા અંગે માહિતી આપી હતી. ડ્રોન સાથે જોડાયેલી એક ઘટનાના કારણે એરપોર્ટ પરિસરની અંદર એક ફ્યૂલ ટેન્કમાં આગ લગાવાઇ હતી. દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન અલર્ટ બાદ દિલ્હી આવનાર ફ્લાઇટમાં મોડુ થયુ છે. ફ્લાઇટમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત 80 યાત્રીઓ ફસાયા છે. આ માહિતી જમ્મૂ અને કાશ્મીર વિદ્યાર્થી સંઘે આપી છે. આ સંઘ ભારત સરકાર સાથે મળીને વિદ્યાર્થીઓને પરત લાવવાનું કામ કરે છે. એરપોર્ટ પર ફ્યૂલ ટેંકમાં લાગી આગ આ વચ્ચે દિલ્હી માટે તેની આગામી ઉડાનમાં ત્યારે મોડુ થયુ જ્યારે ડ્રોન સાથે જોડાયેલી એક ઘટના સામે આવી હતી. એરપોર્ટ પરિસરની અંદર ફ્યૂલ ટેંકમાં આગ લાગી હતી. જેના કારણે કેટલાયે ફ્લાઇટ ઓપરેશનને થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા. અને તેમા અવરોધ આવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, ફ્લાઇટે સવારે 9-55 કલાકે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાનું હતુ. પરંતુ ફ્લાઇટસ હજુપણ દુબઇમાં જ છે. JKSAના રાષ્ટ્રીય સંયોજકે શું આપી પ્રતિક્રિયા ? JKSAના રાષ્ટ્રીય સંયોજક ખુએહામીએ કહ્યુ હતુ કે, એરપોર્ટ પર સુરક્ષાની પરિસ્થિતિ અને ઓપરેશનમાં આવેલા અવરોધના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ્દ કરાઇ છે. દિલ્હી જનાર કનેક્ટિંગ ફ્લાઇટમાં હજુપણ મોડુ થઇ શકે છે. કમર્શિયલ ફ્લાઇટથી લગભગ 70 ભારતીય વિદ્યાર્થી અને કેટલાયે તીર્થયાત્રી સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા છે. જમ્મૂ-કાશ્મીર વિદ્યાર્થી સંઘે અગાઉ વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પણ વાંચોઃ ઇરાનમાં ભારતીયો માટે નવી એડવાઇઝરી, સરહદ પાર કરવાનું ટાળવા માટે કડક સલાહ

Read Full Story arrow_forward