android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot કલેક્ટરનો ગેસ સિલિન્ડરને લઈને મહત્વનો નિર્ણય, PNG ગેસ ધારકોને નહીં મળે સિલિન્ડર
calendar_today March 16, 2026

Rajkot કલેક્ટરનો ગેસ સિલિન્ડરને લઈને મહત્વનો નિર્ણય, PNG ગેસ ધારકોને નહીં મળે સિલિન્ડર

રાજકોટ જિલ્લામાં ગેસ કનેક્શન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય અનુસાર હવે PNG ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને LPG ગેસ સિલિન્ડર આપવામાં નહીં આવે. આ નિર્ણય ગેસના યોગ્ય ઉપયોગ અને વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે લેવામાં આવ્યો છે.LPG અથવા PNG એક જ કનેક્શન રહેશે જિલ્લા પ્રશાસન દ્વારા ગેસ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે એક ગ્રાહક પાસે LPG અથવા PNG પૈકી માત્ર એક જ ગેસ કનેક્શન રહેશે. બંને પ્રકારના ગેસ કનેક્શન એક સાથે રાખવાની પરવાનગી નહીં આપવામાં આવે. આ નિર્ણય બાદ ગેસ એજન્સીઓને તાત્કાલિક અસરથી નિયમોનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે. સમયસર સિલિન્ડર મળવામાં મુશ્કેલી  ખાસ કરીને LPG સિલિન્ડરની માંગ વધતા કેટલાક ગ્રાહકોને સમયસર સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. PNG ગેસ ધરાવતા ગ્રાહકોને LPG કનેક્શન બંધ કરાવવું પડશે આ નિર્ણય અમલમાં આવ્યા બાદ PNG ગેસ ધરાવતા ગ્રાહકોને LPG કનેક્શન બંધ કરાવવું પડશે અથવા તેઓએ એક જ પ્રકારના ગેસનો ઉપયોગ કરવો પડશે. ગેસ એજન્સીઓને પણ ગ્રાહકોના રેકોર્ડ ચકાસવા અને નિયમોનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો---     Ahmedabad : ઘાટલોડિયામાં રામેશ્વર મંદિરની આજુબાજુ નશાખોરોનો ત્રાસ, સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવતા જ પોલીસનું પેટ્રોલિંગ શરુ થયું

Read Full Story arrow_forward
Porbandar News: શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્ર એક્શનમાં
calendar_today March 16, 2026

Porbandar News: શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્ર એક્શનમાં

પોરબંદર શહેર અને જીલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર મેદાને આવતા દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર ખેતી અને બાંધકામ કરનારને ત્યાં તંત્ર બુલડોઝર લઇને પહોંચતા દબાણકર્તાઅઓ 10 દિવસમા સ્વૈચ્છિક દબાણ દૂર કરશે તેવી ખાત્રી આપતા તંત્ર દ્વારા મુદત આપવામા આવી છે. બુલડોઝર લઇને દબાણ દૂર કરવા પહોંચ્યા પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં સર્વે નંબર 416મા દબાણ કરવામા આવ્યુ હતુ. વારંવાર નોટીસ આપવા છતા દબાણ દૂર નહીં થતા સીટી મામલતદાર ભરતભાઇ સંચાણીયા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઇને દબાણ દૂર કરવા પહોંચ્યા હતા. મામલતદાર સંચાણીયાના જણાવ્યા અનુસાર સરકારી સર્વે નં-416 પર 2700 ચો.મી ખેતીની જમીન પર દબાણ કરી અને બાજરો અને ઘઉંનું વાવેતર કરી દીધુ હતુ. રહેણાંક માટે બાંધકામ કરી લેવામા આવ્યા આ ઉપરાંત 1000 ચો.મી રહેણાંક માટે બાંધકામ કરી લેવામા આવ્યા હતા. બન્ને જગ્યાની કિંમત અંદાજે રૂ.8 કરોડ જેવી થવા જાય છે.હાલ આસામીઓએ આગામી 10 દિવસમા સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરવાની ખાતરી આપતા હાલ ડિમોલીશન મુલતવી રાખવામા આવ્યુ છે. જયારે રસ્તા પરના ઝાડી ઝાખરા દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આ સ્થળે આવાસ યોજના બનાવામાં આવશે.આ પણ વાંચોઃ Ahmedabad News: ચકચારી બિટકોઈન કેસમાં પૂર્વ IPS જગદીશ પટેલના જામીન મંજૂર, વિદેશ જવા હાઇકોર્ટની મંજૂરી

Read Full Story arrow_forward
Surat News: પ્રેમલગ્નનો કરૂણ અંજામ, દારૂની મહેફિલ માણ્યા બાદ પતિએ મિત્રો સાથે મળી પત્ની પર આચર્યું દુષ્કર્મ
calendar_today March 16, 2026

Surat News: પ્રેમલગ્નનો કરૂણ અંજામ, દારૂની મહેફિલ માણ્યા બાદ પતિએ મિત્રો સાથે મળી પત્ની પર આચર્યું દુષ્કર્મ

સુરત શહેરમાં માનવતાને શર્મસાર કરતી અને સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં પતિએ જ પોતાના મિત્રો સાથે મળીને પત્ની પર ગેંગરેપ આચર્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીને સુરક્ષા આપવાને બદલે પાષણ બનેલા પતિએ જ પોતાના ત્રણ મિત્રો સાથે મળીને પરિણિતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનાને પગલે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.દારૂની મહેફિલ બાદ આચર્યું કુકર્મ ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર પરિણિતાએ આરોપી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ગત રાત્રે પતિએ પોતાના મિત્રો સાથે ઘરે જ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. દારૂના નશામાં ચૂર પતિએ પોતાની પત્નીને મિત્રોની હવસનો શિકાર બનવા મજબૂર કરી હતી. પતિ અને તેના ત્રણ મિત્રોએ મળીને આખી રાત પરિણિતા પર ગેંગરેપ આચર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંબંધોના લોહીના આંસુ પ્રેમ લગ્ન જેવા પવિત્ર સંબંધમાં પત્ની પર જ અત્યાચાર ગુજારવાની આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આરોપીઓએ માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. પીડિતાએ હિંમત દાખવી કાપોદ્રા પોલીસ મથક પહોંચી આપવીતી વર્ણવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની કડક કાર્યવાહી કાપોદ્રા પોલીસે ગેંગરેપની કલમો હેઠળ ગુનો નોંધીને પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ગંભીર મામલે પોલીસે આરોપી પતિ અને તેના ફરાર મિત્રોને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ આ મામલે કડક તપાસ કરી રહી છે, જેથી ભોગ બનનારને ન્યાય મળી શકે. આ પણ વાંચો - Surat News: કલાસરૂમમાં પંખા સહિતની વ્યવસ્થા રાખાવા શિક્ષણ અધિકારીનો આદેશ

Read Full Story arrow_forward