Gandhinagar : રાજ્યનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર, બે લાખ નવી સરકારી ભરતીઓ કરાશે
વિધાનસભા ગૃહમાં સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ‘સુશાસન, સેવા, સંકલ્પ અને સમર્પણ’ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી પહોંચવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.GYAN કેન્દ્રિત બજેટ તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રાજ્યના સર્વાંગી વિકાસના તમામ પાસાઓને આવરી લેવાની સાથે સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. UPSC તાલીમ પર વિશેષ ભાર આ અંગે વિગતવાર વાત કરતાં તેમણે કહ્યું કે રાજ્યના યુવાનો રાષ્ટ્રીયસ્તરે પોતાનું કૌવત બતાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 'સ્પીપા' (SPIPA) ના માધ્યમથી UPSC તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતેના પ્રાદેશિક કેન્દ્રોમાં હાલ ૬૩૫ ઉમેદવારો તાલીમ લઈ રહ્યા છે. ૩૪૮ ઉમેદવારો UPSCમાં સફળ થયા ઉલ્લેખનીય છે કે, વર્ષ-૧૯૯૨થી અત્યાર સુધીમાં કુલ ૩૪૮ ઉમેદવારો UPSCમાં સફળ થયા છે. આ વર્ષે ઉત્તીર્ણ થનારા સૌથી વધુ ૩૫ ઉમેદવારોમાં નિસાર દિશાંત અમૃતલાલે સમગ્ર ભારતમાં ૧૯મો ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. ધારાસભ્ય વિસ્તાર વિકાસ ગ્રાંટ વધારો રાજ્યના વિકાસને વેગ આપવા અને છેવાડાના નાગરિક સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ બજેટમાં અંદાજિત રૂ. ૫૦૦ કરોડનો વધારો કરી કુલ રૂ. ૨૧૦૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જ પ્રકારે, ધારાસભ્ય વિસ્તાર વિકાસ ગ્રાંટ રૂ. ૧.૫ કરોડથી વધારીને રૂ. ૨.૫ કરોડ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખોને સ્થાનિક વિકાસ માટે રૂ. ૧ કરોડની ફાળવણી તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જાળવણી માટે સૂચવેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ જળસંચયનાં કામો માટે લઘુત્તમ રૂ. ૫૦ લાખનો ખર્ચ ધારાસભ્ય ફંડમાંથી ફરજિયાત કરવાનો નિર્ધાર કરાયેલ છે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખોને સ્થાનિક વિકાસ માટે રૂ. ૧ કરોડની ફાળવણી અને નગરપાલિકા સ્તરે વિવેકાધીન ગ્રાંટમાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે. ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર રાજ્ય સરકારે રોજગારીના ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર (૨૦૨૪-૨૦૩૩) અમલમાં મૂક્યું છે. જે અંતર્ગત, વિવિધ વિભાગોની ૨ લાખથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન છે. વધુમાં, વહીવટી પ્રક્રિયાઓને વધુ આધુનિક બનાવવા માટે તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ (GARC) ની રચના કરવામાં આવી છે. આ સમિતિએ અત્યાર સુધીમાં ૬ મહત્ત્વના અહેવાલો રજૂ કર્યા છે. ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવાર રાજ્યના કર્મયોગીના કલ્યાણની વાત કરતાં તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સતત સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. પરિણામે, મે-૨૦૨૫થી 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૬.૫ લાખ કર્મયોગીઓને રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારની જોગવાઈ કરવામાં આવી છે. ૬૮૦થી વધુ યોજનાઓની વિગતો એક ક્લિક પર વહીવટમાં પારદર્શિતા માટે 'આયોજન પોર્ટલ', 'CM ડેશબોર્ડ' અને 'મારી યોજના પોર્ટલ' જેવા ડિજિટલ પ્લેટફોર્મ પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ૬૮૦થી વધુ યોજનાઓની વિગતો એક ક્લિક પર ઉપલબ્ધ છે. છેવાડાના માનવી સુધી સુશાસનના ફળ પહોંચાડવા ‘મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના મંત્ર સાથે ટીમ ગુજરાત કટિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.બજેટમાં સામાન્ય વહીવટ વિભાગ માટે સૂચવવામાં આવેલી મહત્ત્વની અન્ય નવી દરખાસ્તો નીચે મુજબ મુજબ છે. • ગ્રાન્ટમાં માતબર વધારો: ધારાસભ્ય વિસ્તાર વિકાસ ગ્રાન્ટ રૂ. ૧.૫ કરોડથી વધારીને રૂ. ૨.૫ કરોડ કરવામાં આવી. • *તાલુકા કક્ષાનું સશક્તીકરણ:* વિકાસશીલ તાલુકા યોજના હેઠળ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટ ₹૨.૦ કરોડથી વધારીને ₹૨.૫ કરોડ કરવામાં આવી તેમજ એટીવીટી (ATVT) તાલુકા યોજના હેઠળ વિકાસશીલ તાલુકાઓની ગ્રાંટ રૂ. ૧ કરોડથી વધારીને રૂ. ૧.૫ કરોડ કરવામાં આવી. • *શહેરી અને ગ્રામીણ વિકાસ:* નગરપાલિકાની વિવેકાધીન ગ્રાંટ રૂ. ૨૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ અને જિલ્લા કક્ષાની વિવેકાધીન ગ્રાંટ રૂ. ૨ કરોડ કરવામાં આવી. • *નવી સંસ્થાની રચના:* રાજ્યના લાંબા ગાળાના આર્થિક આયોજન માટે ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટયુશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) કાર્યરત, જે ૫ મુખ્ય આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરશે. • *કર્મયોગી તાલીમ:* ‘મિશન કર્મયોગી પ્રશિક્ષણ અભિયાન’ હેઠળ ૧.૭૫ લાખથી વધુ કર્મચારીઓને વર્તણૂકલક્ષી અને સંદેશા વ્યવહારની તાલીમ અપાશે. • *રિયલ ટાઈમ મોનિટરિંગ:* અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન માટે ‘રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦’ (RTPMS 2.0) લોન્ચ કરવામાં આવી છે. આમ, સામાન્ય વહીવટ વિભાગની કુલ રૂ. ૨૦૫૧.૨૭ કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી. આ પણ વાંચો---- Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?
Read Full Story arrow_forward