android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Election 2026 : ભાજપે 144 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર, 23 અને 29 એપ્રિલે યોજાશે મતદાન
calendar_today March 16, 2026

West Bengal Election 2026 : ભાજપે 144 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર, 23 અને 29 એપ્રિલે યોજાશે મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 144 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે, જેના કારણે રાજ્યમાં ચૂંટણીનું રાજકીય માહોલ વધુ ગરમાયું છે. બંગાળમાં બે તબક્કામાં થશે મતદાન પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે યોજાશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે કરવામાં આવશે. બંને તબક્કામાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પશ્ચિમ બંગાળમાં આગામી સરકાર કોણ બનાવશે? ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ યાદી બાદ હવે અન્ય પક્ષો પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા તરફ આગળ વધી રહ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ 294 બેઠકોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થઈ જશે કે પશ્ચિમ બંગાળમાં આગામી સરકાર કોણ બનાવશે. રાજ્યમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે. આ પણ વાંચો : Kerala Assembly Election 2026 : ભાજપે 47 ઉમેદવારનું પ્રથમ લિસ્ટ કર્યું જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

Read Full Story arrow_forward
Anand News: ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ, NCP અને આપ વચ્ચે જંગ જામશે
calendar_today March 16, 2026

Anand News: ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ, NCP અને આપ વચ્ચે જંગ જામશે

દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તેની સાથે ગુજરાતમાં પણ ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું માંદગી બાદ નિધન થયું હોવાથી આ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર ચોપાંખિયો જંગ જામશે. એનસીપી સાથે ગઠબંધનમાં ભંગાણ થતાં આ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખશે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન તૂટ્યું ઉમેરેઠ બેઠક પર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન હતું. જ્યાં એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડતા હતાં. પરંતુ ભાજપના ગોવિંદ પરમારની જીત થઈ હતી. ગોવિંદ પરમારને હાર્ટની બિમારી હોવાથી તેઓ સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતાં અને ત્યાં જ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. જેથી વિધાનસભા ખંડિત થઈ હતી. હવે આ બેઠક પર પાંચ રાજ્યોની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી યોજાશે.ઉમરેઠ બેઠક પર સામાન્ય રીતે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન હતુ્ં. પરંતુ હવે આ ગઠબંધન તૂટતાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારને ઉભા રાખવામાં આવશે.

Read Full Story arrow_forward
Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો
calendar_today March 16, 2026

Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો

અમદાવાદમાં એક બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને 500 રૂપિયાનો ઈ મેમો ફટકારવામાં આવતાં ટ્રાફિક પોલીસ અને સરકારની આધુનિક સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સીસીટીવીમાં યુવકના માથે હેલ્મેટ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ મેમો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. આ પોલીસની બેદરકારી છે કે ટેકનિકલ ભૂલ છે તે અંગે અનેક સવાલો સામે આવી રહ્યાં છે. હેલ્મેટ નહીં હોવાનો મેમો ફટકારવામાં આવ્યો સીસીટીવીમાં બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે તે છતાંય હેલ્મેટ નહીં હોવાનો મેમો ફટકારવામાં આવ્યો છે. લોકોએ નિયમોનું પાલન કરનારા નાગરિકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે. વાહન ચાલકે પુરાવા સાથે પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો છે. આ ઈ મેમો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ટેકનિકલ ભૂલ અથવા તો પોલીસ કર્મચારીઓની બેદરકારીને કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે. તેનો જવાબ આપવા માટે કોઈની પાસે શબ્દો જ નથી. ટ્રાફિક પોલીસ ડ્રાઈવના નામે ટ્રાફિક સંચાલન તો દૂરની વાત છે પણ દંડનીય કાર્યવાહી કરવામાં વધારે માને છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Read Full Story arrow_forward