Chhota Udepur News: ઊંચાપણ પંચાયતમાં પાંચ હજાર ટ્રેક્ટર માટી વેચવાનો આક્ષેપ, મુખ્યમંત્રી કાર્યાલયનો તપાસનો આદેશ
છોટાઉદેપુર જિલ્લાના ઉંચાપણ ગ્રામ પંચાયતમાં માટી કૌભાંડનો મુદ્દો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક તપાસના આદેશ આપતા સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે.ઉંચાપણ ગ્રામ પંચાયતના સરપંચ પર સર્વે નંબર 206ની સરકારી જમીનમાંથી અંદાજે 5000થી વધુ ટ્રેક્ટર માટી ગેરકાયદેસર રીતે કાઢી વેચી નાખવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક તપાસના આદેશ આ માટી જેસીંગપુરા હોસ્ટેલના પાયામાં વાપરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે અરજદાર જીગ્નેશ રાઠવાએ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં સરકારી જમીનની માટી ગેરકાયદેસર રીતે કાઢી વેચાણ કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે.ફરિયાદને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. હવે તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ પણ વાંચોઃ Botad News: ચોરી કરતી ગેંગના 9 આરોપીઓ ઝડપાયા, ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો
Read Full Story arrow_forward