android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
LPG Gas Crisis: સંકટ ભારતના કારણે નથી, LPGને લઇને રાજ્યસભામાં ખડગેએ સવાલ કરતા બોલ્યા જેપી નડ્ડા
calendar_today March 16, 2026

LPG Gas Crisis: સંકટ ભારતના કારણે નથી, LPGને લઇને રાજ્યસભામાં ખડગેએ સવાલ કરતા બોલ્યા જેપી નડ્ડા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે, દેશમાં LPG ગેસની અછતનો ભય ઉભો થઈ રહ્યો છે. આ બાબતને લઇને વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે.  LPG ગેસના મુદ્દા પર વિપક્ષે સંસદમાં ભારે હોબાળો મચાવ્યો છે.  જોકે કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશમાં કોઈપણ પ્રકારની અછત નથી. જે.પી નડ્ડાએ કોંગ્રેસને આપ્યો વળતો જવાબ સોમવારે (16 માર્ચ) ના રોજ વિપક્ષે કેન્દ્ર સરકાર પાસેથી આ બાબતે સ્પષ્ટતાની માંગણી પણ કરી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ મુદ્દા પર સંસદમાં ચર્ચા થવી જોઈએ, પરંતુ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તેમને તાત્કાલિક અટકાવ્યા. આ વાતચીત વચ્ચે જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભારતને કારણે સ્થિતિ નથી આવી આ- જે.પી નડ્ડા રાજ્યસભામાં ખડગેએ ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરી. જેના જવાબમાં નડ્ડાએ ટિપ્પણી કરી, કોંગ્રેસ પાર્ટી કટોકટીના સમયમાં પણ રાજકારણમાં ભાગ લેવાથી દૂર રહેવાનો ઇનકાર કરે છે. આ કટોકટી ભારતના કારણે નથી આવી. પરંતુ પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું પરિણામ છે. હરદીપ પુરીએ પહેલાથી જ ગૃહમાં આ બાબતે વ્યાપક સ્પષ્ટતા આપી છે.જનતાને ઉશ્કેરવાનો આરોપ નડ્ડાએ કોંગ્રેસ પાર્ટી પર જનતાને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના એક નેતા ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરતા પકડાયા છે. તેઓ સંગ્રહખોરીમાં રોકાયેલા છે, અને તેઓ જનતાને ઉશ્કેરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિઓમાં પણ, તેઓ રાજકારણ રમવાનું બંધ કરી શકતા નથી. એલપીજી અને ઇંધણ કટોકટી પર કેન્દ્ર સરકારનું વલણ સરકારે તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશભરમાં ઘરેલુ એલપીજી રિફિલ માટે બુકિંગમાં ઘટાડો થયો છે, જેમાં આંકડા હવે આશરે 7.7 મિલિયન (77 લાખ) છે, જે 13 માર્ચે નોંધાયેલા 8.88 મિલિયન (88.8 લાખ) થી ઓછા છે. પીટીઆઈના અહેવાલ મુજબ, સરકારે પુષ્ટિ આપી છે કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને આ ચીજવસ્તુઓની કોઈ અછત નથી. એ નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પરિણામે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લાદ્યા છે. આ એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જેના દ્વારા ભારત સહિત અનેક દેશોના જહાજો પસાર થાય છે. જોકે, ઈરાને તાજેતરમાં બે ભારતીય જહાજોને માર્ગ આપ્યો છે, જે ટૂંક સમયમાં ભારત પહોંચવાની અપેક્ષા છે.

Read Full Story arrow_forward
Morbi: સબ-જેલમાં પ્રતિબંધિત સામગ્રીનો રાફડો ફાટતા જેલ આઈજી પહોંચ્યા, SP અને DYSP સાથે બેઠક કરી
calendar_today March 16, 2026

Morbi: સબ-જેલમાં પ્રતિબંધિત સામગ્રીનો રાફડો ફાટતા જેલ આઈજી પહોંચ્યા, SP અને DYSP સાથે બેઠક કરી

મોરબી સબ-જેલ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે. જેલની અંદરથી વારંવાર મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત સામગ્રીઓ મળી આવતા જેલ તંત્રની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેલ આઈજી ગિરીશ પંડ્યા મોરબી પહોંચ્યા હતા અને જેલનું નિરીક્ષણ કર્યું હતું.મોરબી સબ -જેલની આઇજીએ લીધી મુલાકાતમાત્ર બે દિવસ પહેલા જ મોરબી સબ-જેલની અંદરથી મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષાના તમામ દાવાઓ છતાં જેલની અંદર મોબાઈલ ફોન પહોંચતા હોવાની ઘટનાએ ઉચ્ચ અધિકારીઓને હચમચાવી દીધા છે. આ ઘટના બાદ જેલની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી છટકબારીઓને ડામી દેવા માટે આઈજીએ કડક વલણ અપનાવ્યું છે.એસપી અને ડીવાયએસપી સાથે બેઠક કરીમોરબી સબ-જેલ ખાતે પહોંચેલા જેલ આઈજી ગિરીશ પંડ્યાએ મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેવી રીતે પ્રવેશે છે અને જવાબદાર કોણ છે, તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.આ પણ વાંચો: Surat: ડિંડોલીમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકની કરપીણ હત્યાનો મામલો, પોલીસે 4 હુમલાખોરોની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો, સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો
calendar_today March 16, 2026

Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો, સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો

અમદાવાદમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક એવો ઈ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે. બાઈક ચાલકને હેલ્મેટ હોવા છતાં 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને સરકારની સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સીસીટીવીમાં યુવકના માથે હેલ્મેટ હોવાનું દેખાય છે અમદાવાદમાં એક બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને 500 રૂપિયાનો ઈ મેમો ફટકારવામાં આવતાં ટ્રાફિક પોલીસ અને સરકારની આધુનિક સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સીસીટીવીમાં યુવકના માથે હેલ્મેટ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ મેમો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. આ પોલીસની બેદરકારી છે કે ટેકનિકલ ભૂલ છે તે અંગે અનેક સવાલો સામે આવી રહ્યાં છે. હેલ્મેટ નહીં હોવાનો મેમો ફટકારવામાં આવ્યો સીસીટીવીમાં બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે તે છતાંય હેલ્મેટ નહીં હોવાનો મેમો ફટકારવામાં આવ્યો છે. લોકોએ નિયમોનું પાલન કરનારા નાગરિકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે. વાહન ચાલકે પુરાવા સાથે પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો છે. આ ઈ મેમો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઈમેમોની પુશ્ટી નથી કરતું. આ ટેકનિકલ ભૂલ અથવા તો પોલીસ કર્મચારીઓની બેદરકારીને કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે. તેનો જવાબ આપવા માટે કોઈની પાસે શબ્દો જ નથી. ટ્રાફિક પોલીસ ડ્રાઈવના નામે ટ્રાફિક સંચાલન તો દૂરની વાત છે પણ દંડનીય કાર્યવાહી કરવામાં વધારે માને છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News : પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું, રબારી સમાજના આગેવાન શબ્દો પર અડગ રહેજો

Read Full Story arrow_forward