android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana: વડનગરના માર્ગો પર ગુંજ્યો ભક્તિનાદ : ઋષિકુમારો દ્વારા 'સંધ્યાફેરી'નું આયોજન
calendar_today March 15, 2026

Mahesana: વડનગરના માર્ગો પર ગુંજ્યો ભક્તિનાદ : ઋષિકુમારો દ્વારા 'સંધ્યાફેરી'નું આયોજન

ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી વડનગર ખાતે 'સાંસ્કૃતિક વડનગર' પ્રોજેક્ટ અંતર્ગત એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. વડનગરની વર્ષો જૂની 'પ્રભાતફેરી'ની પરંપરાને અનુસરીને, પ્રવાસીઓ અને સ્થાનિકો માટે વિશેષ 'સંધ્યાફેરી'નું સુંદર આયોજન કરાયું હતું. ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી 'ટીમ અતુલ્ય વારસો' દ્વારા દર શનિવારે વડનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત ગત શનિવારે શ્રી અંબાજી ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલય અને ગોકુલ યુનિ.ના ઋષિકુમારોની આગેવાનીમાં આ સંધ્યાફેરી યોજાઈ હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ઋષિકુમારો અને અમદાવાદથી પધારેલા પ્રવાસીઓએ ઉત્સાહભેર આ ફેરીમાં ભાગ લીધો હતો. સવારના સમયે પ્રવાસીઓને વડનગરના ઐતિહાસિક સ્થાપત્યો અને બૌદ્ધ સ્તૂપની મુલાકાત કરાવી નગરના ભવ્ય વારસાથી માહિતગાર કરાયા હતા. સાંજના સમયે સ્થાનિક કલાકાર વ્રજ વડનગર દ્વારા ભક્તિમય ભજનો રજૂ કરાયા હતા, કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે પરંપરાગત સંગીત સાથે વર્ષોથી જોડાયેલા 10 જેટલા વડીલ મિત્રોનું વિશેષ સન્માન કરી આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ વડનગરના સમૃદ્ધ વારસાને જીવંત રાખવાનો અને પ્રવાસનને વેગ આપવાનો રહ્યો હતો. સંધ્યા સમયે નગરના માર્ગો પર નીકળેલી આ ફેરી આકર્ષણનું કેન્દ્ર બની હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana: નુગર ગામે શ્રી બ્રહ્માણી માતાજીના નવીન મંદિરનો દ્વિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
calendar_today March 15, 2026

Mahesana: નુગર ગામે શ્રી બ્રહ્માણી માતાજીના નવીન મંદિરનો દ્વિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

મહેસાણા તાલુકાના નુગર ગામની પવિત્ર ધરા પર બિરાજમાન શ્રી બ્રહ્માણી માતાજીના નવીન મંદિરનો દ્વિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયો હતો. આ દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞ, શોભાયાત્રા, મહા આરતી, સંતવાણી અને સંતોના આશીર્વચનો જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.જે ગ્રામજનો તથા ભક્તો માટે જીવનને ધન્ય કરનારો અવસર બની રહ્યો હતો. 14મીના રોજ પ્રથમ દિવસે સવારે 8 કલાકે પ્રાયશ્ચિત કર્મબાદ સવારે 9 કલાકે સંગીતના સૂરો અને તાલીઓના તાલ વચ્ચે શોભયાત્રા નીકળી હતી.આ શોભયાત્રામાં નાચતા- ગાતા ભાવિકોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ્ યજ્ઞના મુખ્ય શાસ્ત્ર્રી કુલીન કે. રાવલ (ટીના મહારાજ)ના આચાર્યપદે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે સવારે 9:15 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો.બપોરે 3 કલાકે મહા સ્નપન વિધિ,6:15 કલાકે, સાંજની આરતી અને રાત્રે 9 કલાકે સંતવાણી (લોકડાયરો) કાર્યક્રમ યોજાયો હતો.15મીના રોજ બીજા દિવસે સવારે 9 કલાકે પ્રાતઃ પૂજન, બપોરે 12:39 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા, બપોરે 2:30 કલાકે, પ્રતિષ્ઠા હોમ પૂર્ણાહુતિ, સાંજે 5 કલાકે મહાઆરતી, રાત્રે 9 કલાકે જાતર (રમેણ)જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેલાં પૂ. સંત દોલતરામજી મહારાજ, પૂ. ભગવતીબેન કેકેવી પરિવાર, પૂ. સંત ચેનજી મહારાજ (કાતરા), પૂ. સંત પરબતરામ મહારાજ, છનાજી જુહાજી ઠાકોર (ભુવાજી), અમરસિંહ કરણાજી ઠાકોર (પઢાર) સહીતના સંતો -મહંતોએ આશીર્વચન આપ્યા હતાં. આ પ્રતિષ્ઠા પ્રસંગે રાજકીય મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ,બહુચરાજી ધારાસભ્ય ડૉ.સુખાજી સોમાજી, પૂર્વ સંસદસભ્ય જુગલસિંહ મથુરજી ઠાકોર,મહેસાણા જિ.પં. પ્રમુખ તૃષાબેન,પૂર્વ ધારાસભ્ય ભરતજી સોનાજી ઠાકોર, જિ. ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર, જિલ્લા ડેલીગેટ મુકેશભાઈ પટેલ,મગુના તાલુકા સદસ્ય વિમળાબેન સહીતના નેતાઓ તેમજ સમાજના આગેવાનો, વડીલો હાજર રહ્યાં હતાં. ગામના સરપંચ ગોવિંદજી ઠાકોર અને કમિટીના સભ્યોના માર્ગદર્શન હેઠળ યુવાનોએ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફ્ળ બનાવ્યો હતો. કમિટીના સભ્યોએ દાતાઓ, સ્વયંસેવકો તેમજ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે મદદરૂપ થનાર તમામનો આભાર માન્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana: રામોસણા નજીક અકસ્માતમાં ઘાયલ રિક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડી સામાન સોંપાયો
calendar_today March 15, 2026

Mahesana: રામોસણા નજીક અકસ્માતમાં ઘાયલ રિક્ષા ચાલકને હોસ્પિટલ ખસેડી સામાન સોંપાયો

મહેસાણાના રામોસણા ચાર રસ્તા પાસે રીક્ષા અને જેસીબી મશીન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં રીક્ષા ચાલકને ઈજા થતા 108ની ટીમે સિવિલમાં સારવાર અર્થે ખસેડયો હતો.અકસ્માત સ્થળ પરથી 108ની ટીમેને એક મોબાઈલ, રીક્ષાની ચાવી અને અન્ય વસ્તુઓ મળી આવ્યા હતા.મોબાઈલ સહિતનો સામાન કોઈ પણ પ્રકારના લોભ કે લાલચ વિના 108ના કર્મચારીઓએ હોસ્પિ.માં ફરજ પરના તબીબને સોંપીને પ્રમાણિક્તા બતાવી હતી.મહેસાણા 108ના જિલ્લા અધિકારી હરેશ વાણિયાના જણાવ્યા મુજબ મહેસાણાના રામોસણા ચોકડી પાસે રીક્ષા ચાલક વિશાલ દશરથભાઈ રાવલે પોતાની રીક્ષા એક જેસીબી મશીન સાથે અથડાવી હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલકને પગ અને દાઢીના ભાગે ઈજા પહોચી હોય 108 મારફ્ત રીક્ષા ચાલકને મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. 108ની ટીમને અકસ્માત સ્થળ પરથી રીક્ષાની ચાવી, મોબાઈલ, આધાર કાર્ડ સહિતનો સામાન મળ્યો હતો. રીક્ષા ચાલક સાથે તેના પરિવારના કોઈ જ સભ્ય હાજર ન હોય 108ની ટીમ દ્વારા સિવિલમાં ફરજ પરના તબીબને રીક્ષા ચાલકનો ફોન સહિતનો સામાન સોંપી પ્રમાણિકતા દર્શાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward