Surat: વેપારીને ચૂનો ચોપડનાર ઠગ આખરે સકંજામાં, પોલીસથી બચવા ઓળખ છુપાવી આશ્રમમાં લીધો હતો આશરો
શહેરમાં વેપારીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને ફરાર થઈ જનારા એક ભેજાબાજને સુરતની ચોકબજાર પોલીસે આખરે ઝડપી લીધો છે. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે એક આશ્રમમાં આશરો લીધો હતો, પરંતુ પોલીસની સતર્કતા સામે તેની એક ન ચાલી.સુરતમાં છેતરપિંડી કરનાર ઝડપાયોમળતી માહિતી મુજબ, આરોપીએ એક વેપારી પાસેથી વિશ્વાસમાં લઈને અંદાજે 11.79 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચની ખરીદી કરી હતી. માલ મેળવ્યા બાદ પેમેન્ટ આપવાના બહાને તે રફુચક્કર થઈ ગયો હતો. લાંબો સમય વીતવા છતાં પેમેન્ટ ન મળતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આશ્રમમાં છુપાયો હતો ઠગપોલીસથી બચવા માટે આરોપીએ પોતાની સાચી ઓળખ બદલી નાખી હતી અને એક આશ્રમમાં સાધુ જેવો વેશ ધારણ કરીને રહેવા લાગ્યો હતો. તેને લાગ્યું હતું કે તે પોલીસની નજરથી દૂર છે. પરંતુ ચોકબજાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક દ્વારા તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે આશ્રમમાં દરોડો પાડીને આરોપીને દબોચી લીધો હતો.આ પણ વાંચો: Dahegam: નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમમાં પશુપાલકોનું પ્રદર્શન, ઉગ્ર વિરોધ થતા પોલીસ દ્વારા ડિટેઇન
Read Full Story arrow_forward