android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anandન News: પેટલાદના ભવાનીપુરા ગામે તળાવમાં સેંકડો માછલીઓના મોત, વિસ્તારમાં ભારે દુર્ગંધ અને રોગચાળાનો ભય
calendar_today March 15, 2026

Anandન News: પેટલાદના ભવાનીપુરા ગામે તળાવમાં સેંકડો માછલીઓના મોત, વિસ્તારમાં ભારે દુર્ગંધ અને રોગચાળાનો ભય

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા ભવાનીપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની ઇન્દિરા કોલોની નજીક આવેલા તળાવમાં એકાએક મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પર્યાવરણ અને આરોગ્યને લઈને ચિંતા ફેલાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન તળાવમાં અચાનક માછલીઓ મરવા લાગી હતી, જેને કારણે સેંકડો મૃત માછલીઓ તળાવના કિનારે તરી આવી છે.મોટી સંખ્યામાં માછલીઓના મોતકયા કારણોસર આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પાણીમાં પ્રદૂષણ અથવા ઓક્સિજનની કમી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તળાવના કિનારે પડેલી મૃત માછલીઓ કોહવાવાને કારણે આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. ખાસ કરીને ઇન્દિરા કોલોનીના રહિશોને આ દુર્ગંધને કારણે રહેવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકોમાં ભય છે કે જો આ મૃત માછલીઓનો સમયસર નિકાલ કરવામાં નહીં આવે, તો ઉનાળાની શરૂઆતમાં આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળી શકે છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ કરી માંગ ભવાનીપુરાના ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે વહેલી તકે આ મૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને તળાવના પાણીની તપાસ કરવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan ફાયરિંગ કેસ: ધોળા દિવસે થયેલા ગોળીબારના CCTV ફૂટેજ આવ્યા સામે, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
calendar_today March 15, 2026

Patan ફાયરિંગ કેસ: ધોળા દિવસે થયેલા ગોળીબારના CCTV ફૂટેજ આવ્યા સામે, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં તાજેતરમાં થયેલા લોહિયાળ ફાયરિંગની ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફૂટેજમાં હુમલાખોરોનો બેખૌફ અંદાજ સ્પષ્ટપણે નજરે પડે છે, જેમાં એક શખ્સ હાથમાં બંદૂક લઈને જાહેરમાં દોડતો કેમેરામાં કેદ થયો છે. આ ઉપરાંત, અન્ય એક સીસીટીવીમાં ઘટનાસ્થળ નજીક રિક્ષાની અંદર બેઠેલા કેટલાક શંકાસ્પદ ઈસમો પણ જોવા મળી રહ્યા છે, જેઓ આ ગુનાહિત કાવતરામાં સામેલ હતા.યુસુફખાન પર બે રાઉન્ડ ગોળીબાર થયો આ ચકચારી ઘટનામાં હુમલાખોરોએ યુસુફખાન નામના વ્યક્તિ પર નિશાન સાધીને બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જીવલેણ ફાયરિંગના કારણે યુસુફખાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં થયેલી આ હત્યાના પગલે સમગ્ર પાટણ શહેરમાં ભય અને તંગદિલીનો માહોલ ફેલાયો હતો. પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને પકડવામાં આવ્યા પોલીસે આ કેસમાં મોટી સફળતા મેળવતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય ચાર આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા ગુનેગારોમાં ઝહીર ઉર્ફે ખોખરો, શહીદ સાજીદ, એજાજ ઉર્ફે વેતીયો અને ઇમરાનખાન બલોચનો સમાવેશ થાય છે. આ ચારેય રીઢા ગુનેગારોની ધરપકડ બાદ પોલીસે તેમની કડક પૂછપરછ શરૂ કરી છે, જેથી આ હત્યા પાછળના ચોક્કસ કારણો અને તેમની સાથે સંકળાયેલા અન્ય સાગરીતોની વિગતો મેળવી શકાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengal સહિત 5 રાજ્યમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પંચે તારીખની કરી જાહેરાત
calendar_today March 15, 2026

West Bengal સહિત 5 રાજ્યમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પંચે તારીખની કરી જાહેરાત

દેશમાં 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. જેને લઈને આજે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી છે અને તેમાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, પુડ્ડુચેરી, અસમ અને તમિલનાડુમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.  ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં 23 અને 29 એપ્રિલ 2026એ મતદાન યોજાશે તો તમિલનાડુમાં 23 એપ્રિલ 2026એ મતદાન યોજાશે. કેરલમમાં 9 એપ્રિલ 2026એ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે અસમમાં 9 એપ્રિલ 2026એ મતદાન યોજાશે અને પુડ્ડુચેરીમાં 9 એપ્રિલ 2026એ મતદાન યોજાશે. 5 રાજ્યમાં કૂલ 17.5 કરોડ મતદારો છે, જે પોતાના મતાધિકારનો ઉપયોગ આ ચૂંટણીમાં કરશે. 5 રાજ્યમાં 2.19 લાખ પોલિંગ બુથ છે. 25 લાખ ચૂંટણી અધિકારીઓ ચૂંટણીમાં કામગીરી માટે જોડાશે અને 8 લાખ જવાનો સુરક્ષા પુરી પાડશે.કૂલ 5 રાજ્યમાં 824 સીટ પર યોજાશે ચૂંટણી ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં કુલ 824 બેઠકો પર મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જે આ રાજ્યોમાં સૌથી વધુ છે. તમિલનાડુમાં 234 બેઠકો માટે મતદાન થશે, જ્યારે કેરળમાં 140 બેઠકો માટે મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે. અસમમાં 126 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન થશે. આ તમામ રાજ્યોમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે અને મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામો રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કયા રાજ્યમાં કેટલી સીટ? પશ્ચિમ બંગાળ- 294 સીટ તમિલનાડુ- 234 સીટ કેરલમ- 140 સીટ અસમ- 126 સીટ પુડ્ડુચેરી- 30 સીટઆ પણ વાંચો : Iran Israel War : અબુ ધાબીની તમામ અને દુબઈની 5 ફ્લાઇટ્સ કેન્સલ, મહાયુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward