android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News: અકસ્માત સર્જી યુવકને માર મારનાર અને લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
calendar_today March 15, 2026

Navsari News: અકસ્માત સર્જી યુવકને માર મારનાર અને લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ

નવસારી શહેરમાં માનવતા ને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે કાર હંકારી અકસ્માત સર્જનાર શખ્સોએ ઇજાગ્રસ્ત યુવકની મદદ કરવાને બદલે તેની સાથે અસંવેદનશીલ વર્તન કરી માર માર્યો હતો. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.કારચાલકોએ ટુ વ્હીલરચાલકને માર્યો હતો માર શહેરમાં બે કારચાલકોએ પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને એક મોપેડ ચાલક યુવકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને કારણે મોપેડ સવાર યુવક જમીન પર પટકાયો હતો અને તેને ઇજાઓ પહોંચી હતી. જોકે, અકસ્માત સર્જનાર ઇસમોએ પોતાની ભૂલ સ્વીકારવા કે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાને બદલે ઊલટાનું તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને જાહેરમાં તેને નિર્મમ રીતે માર માર્યો હતો. પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ આટલેથી ન અટકતા, આ શખ્સોએ ઇજાગ્રસ્ત યુવક પાસેથી તેનું પર્સ અને મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. આ ગંભીર ઘટના બાદ ભોગ બનનાર મોપેડ ચાલકે હિંમત દાખવી કારમાં સવાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવકની ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમતો કરી ગણતરીના સમયમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ અસંવેદનશીલ શખ્સો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને ગુનાહિત માનસ ધરાવતા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: રાજ્યની પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓને એક જ દિવસમાં રૂ.1100 કરોડના વિકાસ કામો મળ્યા
calendar_today March 15, 2026

Gandhinagar News: રાજ્યની પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓને એક જ દિવસમાં રૂ.1100 કરોડના વિકાસ કામો મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ માં એક જ દિવસમાં 1100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. વડાપ્રધાન મોદીએ વંચિતોને વરિયતાના કાર્યમંત્ર સાથે આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસના આપેલો વિચાર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સાકાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં 732 કરોડ રૂપિયાના 112 કામો તથા દાહોદ જિલ્લામાં 367 કરોડ રૂપિયાના 1200થી વધુ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી હતી. 23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે રૂપિયા 406 કરોડની ઉદવવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાના પરિણામે અંદાજે 86 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા મળતી થશે. પાનમ જળાશયમાંથી આ હેતુસર 236 ફૂટ ઊંચાઈથી પાણી લિફ્ટ કરીને 205 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન મારફતે વહેવડાવવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણીને જ વિકાસનો મુખ્ય આધાર ગણવાતા આ અવસરે કહ્યું કે, રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં રૂ. 3160 કરોડના ખર્ચે 11 ઉદવાહન સિંચાઈ યોજનાથી 2 લાખ 23 હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સગવડ આપવા જોગવાઈ તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના આ વર્ષના ૪ લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક બજેટમાં પણ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સગવડ આપવા 485 કરોડ રૂપિયાની જોગવાઈ લિફ્ટ ઈરિગેશન માટે સુનિશ્ચિત કરી છે. એટલું જ નહિ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત લિફ્ટ ઈરિગેશનથી 18 તાલુકાઓના 51,480 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું પ્રાવધાન કર્યું છે. તેમણે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, રોડ નેટવર્ક, પાણીની સુવિધાના વિકાસ કામોની ભેટ આપી હતી. વડાપ્રધાને જાહેર કરેલા આકાંક્ષી જિલ્લાઓ-એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં સમાવેશ થયેલા દાહોદ જિલ્લાને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લેનારો ઇન્સ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ બનવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું. આ પણ વાંચોઃ Surat News: ગેસની અછતથી કંટાળી શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ

Read Full Story arrow_forward
Gujarat Assembly Bypoll 2026: ચૂંટણી પંચની મોટી જાહેરાત, ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી
calendar_today March 15, 2026

Gujarat Assembly Bypoll 2026: ચૂંટણી પંચની મોટી જાહેરાત, ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી

ગુજરાતના રાજકારણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, આગામી 23 એપ્રિલના રોજ આ બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી બેઠક ખાલી પડી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા ગોવિંદભાઈ પરમાર વિજેતા બન્યા હતા. જોકે, ગત 6 માર્ચ 2026ના રોજ 83 વર્ષની વયે તેમનું હૃદયરોગના હુમલાને કારણે આણંદ ખાતે અવસાન થયું હતું. તેમના નિધનને પગલે આ બેઠક ખાલી જાહેર કરવામાં આવી હતી, જેના પર હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્રણ દાયકા લાંબી રાજકીય કારકિર્દી ગોવિંદભાઈ પરમાર ઉમરેઠના લોકપ્રિય નેતા હતા અને તેઓ કુલ ત્રણ વખત (1995, 2017 અને 2022) ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1998 થી 2002 દરમિયાન તેમણે ગુજરાત સરકારમાં કૃષિ મંત્રી તરીકે પણ પ્રશંસનીય સેવાઓ આપી હતી. 2011માં ભાજપમાં જોડાયા બાદ તેઓ પક્ષના મજબૂત સ્તંભ ગણાતા હતા. રાજકીય ગરમાવો વધ્યો પેટા ચૂંટણીની તારીખ જાહેર થતા જ આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ પોતાના આ ગઢને જાળવી રાખવા માટે પ્રયાસ કરશે, જ્યારે વિપક્ષ પણ આ બેઠક કબજે કરવા મથશે. 23 એપ્રિલે મતદાન થયા બાદ પરિણામો પર સમગ્ર રાજ્યની નજર રહેશે. આ પણ વાંચો - પોલીસ પંચાત : નોકરી સુરત ગ્રામ્યમાં અને મેચના બંદોબસ્તનું કાર્ડ પહેરી અમદાવાદમાં ફર્યા મનુલાલ, કયા PI એ બારોબાર વહિવટદાર રાખી લીધો ?

Read Full Story arrow_forward