android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengalમાં આ વખતે કેમ માત્ર 2 તબક્કામાં થશે મતદાન? મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે જણાવ્યું કારણ
calendar_today March 15, 2026

West Bengalમાં આ વખતે કેમ માત્ર 2 તબક્કામાં થશે મતદાન? મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે જણાવ્યું કારણ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી આ વખતે બે તબક્કામાં કરવામાં આવશે. વર્ષ 2021માં રાજ્યમાં 8 તબક્કામાં મતદાન થયું હતું, આ વખતે મતદારો 23 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન કરશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે આ નિર્ણય ચૂંટણી પંચે ખુબ જ વિસ્તૃત ચર્ચા બાદ લીધો છે. જ્ઞાનેશકુમારે જણાવ્યું કે રાજ્યમાં તબક્કાની સંખ્યા ઘટાડવી જરૂરી હતી અને આ વખતે પંચે લાંબી ચર્ચા બાદ બે તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે.2021માં પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થયું હતું તેમને કહ્યું કે બે તબક્કામાં ચૂંટણી કરાવવાનો નિર્ણય એટલે લેવામાં આવ્યો, જેથી બધાને ફાયદો થાય. બે તબક્કામાં મતદાન કરાવવાનો નિર્ણય 2021ની વિધાનસભા ચૂંટણી કરતા અલગ છે. 2021માં પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થયું હતું. નવો કાર્યક્રમ ચૂંટણી પ્રચારના સમયને ઓછો કરશે અને આગામી અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધવાની સંભાવના છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 23 એપ્રિલે પ્રથમ તબક્કામાં 152 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે, બીજા તબક્કામાં 29 એપ્રિલે બાકી 142 વિધાનસભા સીટ માટે મતદાન કરવામાં આવશે. 30 માર્ચે પ્રથમ તબક્કા માટે માર્ગદર્શિકા જાહેર થશે પ્રથમ તબક્કા માટે માર્ગદર્શિકા 30 માર્ચે જાહેર થશે. ઉમેદવાર 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર દાખલ કરી શકશે. ઉમેદવારી પત્રની તપાસ 7 એપ્રિલે થશે અને નામ પરત લેવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. બીજા તબક્કા માટે માર્ગદર્શિકા 2 એપ્રિલે જાહેર કરાશે અને ઉમેદવારી પત્ર 9 એપ્રિલ સુધી દાખલ કરી શકાશે. 13 એપ્રિલ સુધી ઉમેદવાર પોતાનું નામ પરત લઈ શકશે. બંને તબક્કાનું મતદાન 23 અને 29 એપ્રિલે થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 5 રાજ્યની ચૂંટણીમાં લગભગ 17.4 કરોડ મતદાતા ભાગ લેશે. કૂલ 824 વિધાનસભા સીટમાં મતદાન થશે. તેના માટે લગભગ 2.19 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે અને લગભગ 25 લાખ ચૂંટણી અધિકારી અને કર્મચારી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. પશ્ચિમ બંગાળમાં લગભગ 6.44 કરોડ મતદારો મતદાન કરશે. આ પણ વાંચો : Rahul Gandhi પર ગૃહપ્રધાન અમિત શાહે કર્યા પ્રહાર, કહ્યું 'સંસદના દરવાજે બેસીને ચા-પકોડા ખાવા લોકશાહીના સંસ્કાર નથી'

Read Full Story arrow_forward
Punjab : અમૃતસરમાં હથિયાર-ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 6 આરોપીની કરાઈ ધરપકડ
calendar_today March 15, 2026

Punjab : અમૃતસરમાં હથિયાર-ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 6 આરોપીની કરાઈ ધરપકડ

પંજાબના અમૃતસરમાં કમિશનરેટ પોલીસને મોટી સફળતા મળી છે. તેમણે સરહદ પારથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરી કરતા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 6 શંકાસ્પદોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પિસ્તોલ, દારૂગોળો અને નોંધપાત્ર પ્રમાણમાં હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ પોલીસે આરોપીઓના કબજામાંથી 6 આધુનિક પિસ્તોલ, 60 જીવંત કારતૂસ અને 3.513 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યા છે.પાકિસ્તાનના દાણચોરો અને હેન્ડલર્સ સાથે સંપર્ક પોલીસે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી પિસ્તોલ PX 5.7×28 mm TISAS (ટર્કિશ સિરિઝ) હતી. આ અત્યંત અદ્યતન અને ઘાતક પ્રકારની છે, જેમાં ઉચ્ચ ઘૂસપેઠ છે અને સ્વચાલિત ગોળીબાર કરવામાં સક્ષમ છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પાકિસ્તાન સ્થિત દાણચોરો અને હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત ISI એજન્ટ શહજાદ ભટ્ટીનું નામ પણ બહાર આવ્યું છે, જે ભારતમાં હથિયારો અને ડ્રગ્સની દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ શહજાદ ભટ્ટીના ભારતમાં મજબૂત સંબંધો હતા અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કન્સાઈનમેન્ટની તપાસ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કરણ, ગુરપ્રીત ઉર્ફે ગોપી, ખેમકરણનો રહેવાસી, મખ્ખંડીન, રાકેશ ઉર્ફે કેશુ, જામકૌર સિંહ અને જસબીર ઉર્ફે વીરા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે રાકેશ ઉર્ફે કેશુ સામે અગાઉ 4 ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તે ડ્રગ્સ અને હથિયારો સંબંધિત કેસોમાં સંડોવાયેલો છે. પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી એક મોટી સમસ્યા છે. રાજ્યમાં ઘણા યુવાનો ડ્રગ્સના વ્યસની છે અને તેના વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહી છે. સરહદ પારથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. પરિણામે, આ આરોપીઓની ધરપકડ પોલીસ માટે એક મોટી સફળતા છે. પોલીસ હાલમાં આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ પ્રવૃત્તિમાં બીજું કોણ સંડોવાયું છે અને તેમના નેટવર્કની હદ કેટલી છે તેની તપાસ કરી રહી છે.આ પણ વાંચો : West Bengalમાં આ વખતે કેમ માત્ર 2 તબક્કામાં થશે મતદાન? મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે જણાવ્યું કારણ

Read Full Story arrow_forward
Vadodara News: મિત્ર સાથે ફરવા નીકળેલા યુવકે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, પરિવારમાં મચ્યો હડકંપ
calendar_today March 15, 2026

Vadodara News: મિત્ર સાથે ફરવા નીકળેલા યુવકે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, પરિવારમાં મચ્યો હડકંપ

વડોદરાના એક યુવકે હાલોલ પાસે પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. વડોદરાથી મિત્ર સાથે ફરવા નીકળેલા આ યુવકે અચાનક કેનાલમાં પડતું મૂકતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં યુવકનો કોઈ પતો ન લાગતા પરિવારે કેનાલના કાંઠે આશા સાથે પડાવ નાખ્યો છે.નર્મદા કેનાલમાં યુવકે લગાવી છલાંગ વડોદરાના રોહિત વસાવા નામના યુવક તેના મિત્ર રામુ વસાવા સાથે બાઈક પર સવાર થઈને વડોદરાથી હાલોલ તરફ ફરવા માટે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન હાલોલના રામેશરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ પાસે રોહિત વસાવાએ અચાનક કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. એક સંતાનના પિતા એવા રોહિતે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. કેનાલમાં યુવકની શોધખોળ શરૂ કરાઈ હાલમાં વાઘોડિયાના શરણેજ નર્મદા કેનાલના ગેટ પાસે પરિવારના સભ્યો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં પણ પરિવારજનો પોતાના વ્હાલસોયાની શોધમાં કેનાલના કિનારે આશા લગાવીને ઉભા રહ્યા છે. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની મદદથી યુવકને શોધવાની કામગીરી તેજ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward