android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : અમદાવાદ મંડળના દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરાયું, કામને લઈ અધિકારીઓને આપી સૂચના
calendar_today March 15, 2026

Railway News : અમદાવાદ મંડળના દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરાયું, કામને લઈ અધિકારીઓને આપી સૂચના

નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બાંધકામ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને કામ સમયબદ્ધ રીતે તથા ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૂચનાઓ આપી. આ દરમિયાન સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો હેઠળ ગર્ડર અને ટ્રેસ લોન્ચિંગની આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. આયોજન દરમિયાન ટ્રેન મૂવમેન્ટ અને બ્લોક સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. આ પ્રસંગે નિર્માણ વિભાગના ચીફ પ્રોજેક્ટ મેનેજર ડી. આર. ચૌધરી તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ પૂર્ણ થયા બાદ કોન્કોર્સ વિસ્તારમાં વિશાળ વેઇટિંગ હોલ અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે મુસાફરોને વધુ સગવડ અને ઉત્તમ ભોજન સુવિધા મળશે. કોન્કોર્સનું ક્ષેત્રફળ અંદાજે 110 × 36 વર્ગમીટર હશે. હાઇ-રૂફનું કદ 122 × 171 મીટર અને 88 × 110 મીટર રહેશે, જેના દ્વારા કુલ અંદાજે 30,542 વર્ગમીટર વિસ્તાર ટ્રેક ઉપર આવરી લેવામાં આવશે. આ છત પ્લેટફોર્મથી અંદાજે 65 ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવી રહી છે. બાંધકામ એજન્સીઓને સુરક્ષા ધોરણોનું પાલન કરતાં કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના સ્ટેશન પુનર્વિકાસ યોજના અંતર્ગત મુસાફરોની સુવિધા માટે 20 લિફ્ટ, 20 એસ્કેલેટર અને 20 સીડીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ આધુનિક સુવિધાઓથી મુસાફરોની અવરજવર સરળ બનશે.ડીઆરએમએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિકસાવવામાં આવી રહેલી આધુનિક મુસાફર સુવિધાઓ, સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ વિસ્તાર અને અન્ય મૂળભૂત માળખાકીય સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે બાંધકામ એજન્સીઓને સુરક્ષા ધોરણોનું પાલન કરતાં કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી, જેથી મુસાફરોને ટૂંક સમયમાં વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી શકે. આ પણ વાંચો : Bharuch News : ભરૂચમાં વ્યાજખોરોએ વેપારીને માર્યો માર, રૂપિયા ચૂકવ્યા છત્તા વેપારી પાસે વધુ રૂપિયા લેતો હોવાનો આક્ષેપ 

Read Full Story arrow_forward
Patan News: નીલમ સિનેમા ફાયરિંગ કેસ, લોહિયાળ ખેલ ખેલનાર 4 રીઢા ગુનેગારો ઝડપાયા
calendar_today March 15, 2026

Patan News: નીલમ સિનેમા ફાયરિંગ કેસ, લોહિયાળ ખેલ ખેલનાર 4 રીઢા ગુનેગારો ઝડપાયા

પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં ગત 12મી તારીખે થયેલા ખુલ્લેઆમ ફાયરિંગ અને યુસુફ ખાનની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ હત્યાકાંડમાં સામેલ 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ બે શખ્સોની શોધખોળ ચાલુ છે.ભરચક વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મચાવી હતી દહેશત ઘટનાની મળતી માહિતી અનુસાર, 12મી તારીખે નીલમ સિનેમા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા યુસુફ ખાન પર ગાડીમાં આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં યુસુફખાનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પાટણ શહેરમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. CCTV અને નેત્રમની મદદથી આરોપીઓ ટ્રેસ થયા પોલીસે સ્થાનિક સીસીટીવી કેમેરા તેમજ 'નેત્રમ' પ્રોજેક્ટ હેઠળના ફૂટેજ તપાસ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને લોકલ સોર્સનો ઉપયોગ કરીને પોલીસે હત્યારાઓનું લોકેશન મેળવ્યું હતું. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં ઝહીર ઉર્ફે ખોખરો, શહીદ સાજીદ, એજાજ ઉર્ફે વેતીયો અને ઇમરાનખાન બલોચનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અગાઉ હત્યા (302) અને હત્યાના પ્રયાસ (307) જેવા 10થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રેઢા ગુનેગારો છે. મુદ્દામાલ જપ્ત, હથિયારની શોધખોળ ચાલુ પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી ગાડી, રિક્ષા અને 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, ફાયરિંગમાં વપરાયેલું અસલી હથિયાર હજુ કબજે કરવાનું બાકી છે. ફરાર અન્ય બે આરોપીઓને પકડવા અને હથિયાર રિકવર કરવા માટે પોલીસ હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ પણ વાંચો - Patan News: ભરી બજારે ફાયરિંગ, જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતે વર્ષ 2025-26માં 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરીને રેકોર્ડ બનાવ્યો
calendar_today March 15, 2026

Gandhinagar News : ગુજરાતે વર્ષ 2025-26માં 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરીને રેકોર્ડ બનાવ્યો

રાજ્યમાં ‘સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ સુદ્રઢ બન્યો છે, જેથી માતાઓ અને બાળકોને સુરક્ષાનું એક વ્યાપક કવચ મળી રહ્યું છે. ગુજરાત સરકારની આ નિરંતર અને અસરકારક પહેલોના પરિણામે, વર્ષ 2025-26 દરમિયાન 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે. સ્વસ્થ બાળપણ, સુરક્ષિત ભવિષ્ય: ગુજરાતના રાજ્યવ્યાપી અભિયાનના પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા ગુજરાતના સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ એપ્રિલથી ફેબ્રુઆરી (2025-26) દરમિયાન રાજ્યમાં એક વર્ષ સુધીના 11 લાખ 30 હજારથી વધુ શિશુઓને સંપૂર્ણ રસીકરણ કવરેજ આપવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 11 લાખ 94 હજારથી વધુ બાળકોને બીસીજી રસી, 11 લાખ 59 હજાર બાળકોને પેન્ટાવેલેન્ટ (ડીપીટી-હેપેટાઇટિસ-બી-હિબ) રસી અને 11 લાખ 24 હજાર બાળકોને ઓરી-રુબેલા રસી આપવામાં આવી હતી. 0 થી 5 વર્ષની વયના 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા તેવી જ રીતે, શિક્ષણ અને આરોગ્ય વિભાગના સંકલનથી શાળા અને બાલવાટિકા આધારિત રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 10 અને 16 વર્ષના વિદ્યાર્થીઓને શાળાઓમાં રસી આપવામાં આવી, જ્યારે વર્ષ 2025માં 5 વર્ષના બાળકોને બાલવાટિકાઓમાં ડીપીટીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. આ બંને શ્રેણીઓમાં છેલ્લા એક વર્ષમાં 24 લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 2007થી ગુજરાતની પોલિયો મુક્ત રાજ્યની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ 2025માં પણ રાજ્ય સરકાર દ્વારા 14 જિલ્લાઓમાં વિશેષ અભિયાન ચલાવીને 0 થી 5 વર્ષની વયના 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. બાળ સ્વાસ્થ્ય પર કેન્દ્રિત એક ખાસ રસીકરણ અભિયાન શરૂ કર્યું ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર "ટીકા એક્સપ્રેસ," "મોબાઇલ મમતા દિવસ" અને "ખિલખિલાટ વાહન"ના માધ્યમથી રસીકરણની આ વિવિધ પહેલોને લાગુ કરે છે, જેના માધ્યમથી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પણ પહોંચાડવામાં આવી રહી છે. “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” પખવાડિયું: 3.50 લાખથી વધુ બાળકો અને 1.24 લાખથી વધુ મહિલાઓનું સફળ રસીકરણ, સ્વસ્થ મહિલા-સશક્ત સમાજના મંત્રને ચરિતાર્થ કરવા માટે, રાજ્ય સરકારે 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર 2025 સુધી યોજાયેલા "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" પખવાડિયા દરમિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય પર કેન્દ્રિત એક ખાસ રસીકરણ અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત 3 લાખ 58 હજારથી વધુ બાળકો અને 1 લાખ 24 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી. આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીઓને એન્ટીનેટલ (પ્રસૂતિ પહેલાંની) તપાસ દરમિયાન ટેટનસ-ડિપ્થેરિયા રસી, જ્યારે બાળકોને BCG, પેન્ટાવેલેન્ટ, ઓરી-રુબેલા, ન્યૂમોકોકલ, ઇન્જેક્ટેબલ પોલિયો, ઓરલ પોલિયો અને રોટાવાયરસની રસીઓ આપવામાં આવી. રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2026: ગુજરાત સરકાર ઓરી-રુબેલા નાબૂદી માટે શરૂ કરશે ખાસ અભિયાન રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ, 2026) નિમિત્તે, ગુજરાત ઓરી-રુબેલા નાબૂદી માટે એક દિવસીય સઘન અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ સર્વેલન્સ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ (VSIMS) અને ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) પોર્ટલમાંથી પ્રાપ્ત રિયલ-ટાઇમ ડેટાના આધારે ઉચ્ચ જોખમ ધરાવતા ક્ષેત્રોની પણ ઓળખ કરી છે. ઔદ્યોગિક વિસ્તારો અને સરહદી જિલ્લાઓમાં રહેતા અન્ય રાજ્યોના બાળકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને, 9 માસથી 10 વર્ષની વયના બાળકોનું સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક છે. 28 ફેબ્રુઆરીથી ગુજરાતમાં રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો અસરકારક અમલ તાજેતરમાં 28 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અભિયાનને પણ ગુજરાત અસરકારક રીતે આગળ ધપાવી રહ્યું છે. દીકરીઓને કોઈપણ પ્રકારની આરોગ્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરી રહી છે, જેમાં રસીકરણ પહેલાં ખાલી પેટ ન હોવું અને રસીકરણ પછી 30 મિનિટ સુધી અવલોકન સુનિશ્ચિત કરવામાં છે. આ અભિયાન 14થી 15 વર્ષની વય ધરાવતી કિશોરીઓને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રમાં આ રસીની કિંમત ₹3,000થી ₹5,000 સુધીની છે, જેને રાજ્ય સરકાર પાત્ર કિશોરીઓને નિઃશુલ્ક આપી રહી છે. ભારત સરકારની આ પહેલ કિશોરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષા આપવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પણ વાંચો : Railway News : અમદાવાદ મંડળના દ્વારા સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરાયું, કામને લઈ અધિકારીઓને આપી સૂચના

Read Full Story arrow_forward