android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar પોલીસનો પ્રજાભિમુખ અભિગમ: જિલ્લાભરમાં ‘અરજી મેળા’નું ભવ્ય આયોજન
calendar_today March 15, 2026

Surendranagar પોલીસનો પ્રજાભિમુખ અભિગમ: જિલ્લાભરમાં ‘અરજી મેળા’નું ભવ્ય આયોજન

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનોમાં ‘અરજી મેળા’નું આયોજન કરીને વર્ષોથી પડતર પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.તમામ ડિવિઝનમાં અધિકારીઓની સીધી દેખરેખ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝન, ચોટીલા ડિવિઝન, સુરેન્દ્રનગર ડિવિઝન અને ધ્રાંગધ્રા ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આ મેળો યોજાયો હતો. આ આયોજનની ખાસિયત એ હતી કે, સામાન્ય રીતે જે અરજીઓ પોલીસ દફતરે લાંબા સમયથી તપાસ હેઠળ હોય અથવા કોઈ કારણોસર કાર્યવાહી અટકેલી હોય, તેવી તમામ જૂની અને નવી અરજીઓનો અહીં નિકાલ કરવામાં આવ્યો હતો. DySP કક્ષાના અધિકારીઓ દ્વારા રૂબરૂ સુનાવણી આ મેળામાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ જ નહીં, પરંતુ ડિવાઈએસપી (DySP) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પોતે નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. અધિકારીઓએ અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી અને પોલીસ દ્વારા અત્યાર સુધી થયેલી કાર્યવાહીની સમીક્ષા કરી હતી. જે અરજીઓમાં તપાસ બાકી હતી, ત્યાં તુરંત આદેશો આપીને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી. લોકોમાં આનંદની લહેર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા સામાન્ય નાગરિકો માટે આ ‘અરજી મેળો’ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ પારદર્શક રીતે પ્રશ્નો ઉકેલાતા લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. આ નવતર પ્રયોગથી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ પણ વાંચો - Summer : ગરમીમાં લુ/હીટ સ્ટ્રોકથી બચવા ધ્યાન રાખવાની બાબતો

Read Full Story arrow_forward
Railway News : ભાવનગર રેલ મંડળના અધિકારીઓ દ્વારા જેતલસર, જૂનાગઢ અને સોમનાથ રેલવે સ્ટેશન તથા સંબંધિત રેલખંડનું વ્યાપક નિરીક્ષણ કરાયું
calendar_today March 15, 2026

Railway News : ભાવનગર રેલ મંડળના અધિકારીઓ દ્વારા જેતલસર, જૂનાગઢ અને સોમનાથ રેલવે સ્ટેશન તથા સંબંધિત રેલખંડનું વ્યાપક નિરીક્ષણ કરાયું

આ નિરીક્ષણ કાર્યક્રમ હેઠળ તેમણે ધોળા, જેતલસર જંકશન, વડાલ, કેશોદ, માલિયા હાટીના, આદ્રી રોડ, જૂનાગઢ, વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનોની મુલાકાત લઈને રેલ પરિચાલન, સંરક્ષા વ્યવસ્થા અને મુસાફરોની સુવિધાઓનું વિગતવાર અવલોકન કર્યું. બ્રોડગેજ લાઇન દ્વારા કનેક્ટિવિટી સ્થાપિત કરવાની બાબતે વિચાર-વિમર્શ કર્યો નિરીક્ષણ દરમિયાન જેતલસર સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની યોજના તેમજ સ્ટેશનના ભાવિ પુનર્વિકાસ (રીડેવલપમેન્ટ) અંગે મંડળ રેલ પ્રબંધકે મંડળના શાખા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. સાથે જ સોમનાથ સ્ટેશનના મેજર રીડેવલપમેન્ટ સંબંધિત ચાલી રહેલા પ્રગતિ કાર્યોનું નિરીક્ષણ કરી કામોમાં ઝડપ લાવવા માટે સૂચનાઓ આપી.મંડળ રેલ પ્રબંધકે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ (GHCL)ના અધિકારીઓ સાથે બેઠક કરી વેરાવળથી સવની સુધી બ્રોડગેજ લાઇન દ્વારા કનેક્ટિવિટી સ્થાપિત કરવાની બાબતે વિચાર-વિમર્શ કર્યો. વેરાવળ યાર્ડને વધુ આધુનિક અને વિકસિત બનાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ ધોળા સ્ટેશન પર પ્રસ્તાવિત નવા ફૂટ ઓવર બ્રિજ (FOB)ના નિર્માણ અંગે પણ સ્થળ પર જઈ તેની વ્યવહારિકતા (ફિઝિબિલિટી)નું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ ઉપરાંત વેરાવળ યાર્ડને વધુ આધુનિક અને વિકસિત બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓને સૂચના આપી કે તમામ વિકાસ કાર્યો નિર્ધારિત ગુણવત્તા ધોરણો અને સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન કરીને સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી રેલ પરિચાલન ક્ષમતા વધે અને મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા નિરીક્ષણ કાર્યક્રમ હેઠળ મંડળ રેલ પ્રબંધકે જેતલસર જંકશનથી સોમનાથ વચ્ચે આવેલા સ્ટેશનોનું વિશેષ સંરક્ષા નિરીક્ષણ પણ કર્યું. આ દરમિયાન ટ્રેકની રચના, સિગ્નલિંગ સિસ્ટમ, પ્લેટફોર્મ વ્યવસ્થા, મુસાફરોની સુવિધાઓ અને સંરક્ષા વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા. તેમના નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓ અને કર્મચારીઓને સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની, સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવવાની તેમજ મુસાફરોની સુવિધાઓમાં સતત સુધારો લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પર વિશેષ ભાર મુક્યો. આ પણ વાંચો : Vadodara News : વડોદરાના કરજણમાં 7 વર્ષ પછી કરજણ-ડભોઈ ટ્રેન શરૂ, લીલીઝંડી આપી સાંસદે અને ધારાસભ્યએ ટ્રેનને કરી રવાના

Read Full Story arrow_forward
Gujarat Weather Update: 21 માર્ચ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી
calendar_today March 15, 2026

Gujarat Weather Update: 21 માર્ચ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો નીચે ઉતરતાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 19થી 21મી માર્ચ સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાની શક્યતાઓ છે. હવામાનમાં બદલાવ આવી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 18 માર્ચથી એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. જેના કારણે હવામાનમાં બદલાવ આવી શકે છે. આ પરિસ્થિતિના કારણે 19 માર્ચથી 21 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ આ સિસ્ટમ બાદ પણ મહિનાના અંતમાં ફરી એક વખત હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. 26 માર્ચથી 29 માર્ચ દરમિયાન ફરી એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે ફરીથી વાદળછાયું વાતાવરણ અને છૂટક વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18થી 20 માર્ચે રાજ્યમાં માવઠું થઈ શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું થઈ શકે છે. 19 માર્ચે પણ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ઘરઘાટીએ માલિકના ઘરે જ કરી ચોરી, લાયસન્સવાળી પિસ્તોલ અને જીવતા કારતૂસ લઈ થયો છૂમંતર

Read Full Story arrow_forward