Surat News: પેકેજ્ડ ડ્રિંકિંગ બોટલના રોમટીરીયલનો ભાવ ભડકે બળ્યો, વિદેશથી આવતો કાચો માલ ઘટી ગયો
ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ઉદ્યોગો પર પડી રહી છે. એક તરફ ગેસની શોર્ટેઝને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ સહિત રહેણાંકમાં ભારે હાલાકી સર્જાઈ છે. બીજી બાજુ નાના મોટા ઉદ્યોગોમાં પણ ઉત્પાદન બંધ થાય તેવી વિકટ સ્થિતિ આવીને ઉભી રહી છે. હવે માર્કેટમાં મળતી પીવાના પાણીની બોટલ પર પણ આ યુદ્ધની અસરથી સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાની વિગતો સામે આવી છે. પરિણામે પ્લાસ્ટિકના કાચા માલની ભારે અછત સર્જાઈ છે.પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગ અત્યારે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કારણ કે બોટલ બનાવવા માટે વપરાતા મટીરિયલના ભાવમાં વધારો થયો છે. વિદેશથી આવતો માલ સાવ ઘટી ગયો ઓલ ગુજરાત પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ પટેલે કહ્યું હતું કે, યુદ્ધની આગે ઉદ્યોગોની કમર પણ તોડી નાખી છે.ખાસ કરીને પ્લાસ્ટિક રોમટીરિયલ મળવું હવે મુશ્કેલ બન્યું છે.આંકડાકીય રીતે જોઈએ તો પ્લાસ્ટિકના રો મટેરિયલમાં ડિસેમ્બર 2025 પહેલા ભાવ રૂપિયા 100 પ્રતિ કિલો હતો. તેમાં અત્યારે રૂપિયા 50નો વધારો થયો છે.કાચો માલ ઉદ્યોગમાં વપરાતા આ દાણાના ભાવ પહેલા ટન દીઠ રૂપિયા 1,20,000 હતા. જે હવે વધીને રૂપિયા 1,95,000 સુધી પહોંચી ગયા છે. રૂપિયા 75,000નો વધારો ઝીંકાયો છે. વિદેશથી આવતો માલ સાવ ઘટી ગયો છે.જેટલી માંગ છે તેની સામે પૂરવઠો નથી. પેકિંગ મટીરિયલ પ્રતિ કિલો રૂપિયા 70 મોંઘું થયું સ્થાનિક ડીલરોનું કહેવું છે કે, આ મોંઘવારીની અસર માત્ર બોટલ પર જ નહીં પણ તેના દરેક ભાગ પર પડી છે. ઢાંકણા ઉપર પ્રતિ નંગ 7 પૈસાનો વધારો છે.લેબલ પ્રતિ નંગ 5 થી 10 પૈસાનો વધારો છે.પેકિંગ મટીરિયલ પ્રતિ કિલો રૂપિયા 70 મોંઘું થયું છે.આટલા મોટા ભાવવધારા છતાં ઉત્પાદકો જણાવી રહ્યા છે કે તેઓ ડીલરોને પાણીની નાની બોટલનું બોક્સ હજુ પણ રૂપિયા 95થી 100માં જ આપી રહ્યા છે. બજારમાં પાણીની બોટલના ભાવ વધી ગયા હોવાની વાતો હાલ પૂરતી માત્ર અફવા છે પરંતુ જો પરિસ્થિતિ આવી જ રહી તો આગામી સમયમાં ઉત્પાદન કરવું મુશ્કેલ બની જશે.આ પણ વાંચોઃ Jamnagar News: ખાડી દેશોના યુદ્ધની અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી, ગેસની અછતથી પ્રોડક્શન અટક્યું
Read Full Story arrow_forward