android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Iran Israel War : અબુ ધાબીની તમામ અને દુબઈની 5 ફ્લાઇટ્સ કેન્સલ, મહાયુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય
calendar_today March 15, 2026

Iran Israel War : અબુ ધાબીની તમામ અને દુબઈની 5 ફ્લાઇટ્સ કેન્સલ, મહાયુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

ઘણા દેશોએ પોતાના એર સ્પેસ (વાયુ ક્ષેત્ર) બંધ કર્યા છે અથવા પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે વૈશ્વિક ફ્લાઇટ શેડ્યૂલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. યુનાઇટેડ અરબ અમીરાતના એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઉડાનો પર પણ મોટી અસર થઇ છે.દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશોને કારણે તેને પોતાની ઉડાનો ઘટાડવી પડી 15 માર્ચ 2026 માટે નક્કી કરાયેલી અનેક ‘એડ-હોક’ (ad-hoc) ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી છે, જેના કારણે ભારત અને UAE વચ્ચે મુસાફરી કરનારા સૈંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈ માટેની છમાંથી પાંચ ઉડાનો પણ રદ્દ  એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશોને કારણે તેને પોતાની ઉડાનો ઘટાડવી પડી છે. દિલ્હી-દુબઈ રૂટ પર હવે માત્ર એક રિટર્ન ફ્લાઇટ ચલાવવામાં આવશે, જ્યારે પાંચમાંથી ચાર નિર્ધારિત ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈ માટેની છમાંથી પાંચ ઉડાનો પણ રદ્દ કરી દેવામાં આવી છે. હવે માત્ર એક દિલ્હી-દુબઈ રિટર્ન ફ્લાઇટ જ સંચાલિત થશે. બીજી તરફ Abu Dhabi માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ પાંચ ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે Sharjah માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ દિલ્હી, કન્નુર, કોચી, કોઝિકોડ, મુંબઈ અને તિરુવનંતપુરમ માટે ફ્લાઇટ્સ ચલાવવાની યોજના બનાવી રહી છે. ઉપરાંત Ras Al Khaimah માટે કોઝિકોડ અને કોચી માટેની ઉડાનો ચાલુ રાખવાની તૈયારી છે.આ ફ્લાઇટ્સ પણ સ્લોટની ઉપલબ્ધતા અને ઓપરેશનલ પરિસ્થિતિઓ પર આધારિત રહેશે કંપનીએ જણાવ્યું છે કે આ ફ્લાઇટ્સ પણ સ્લોટની ઉપલબ્ધતા અને ઓપરેશનલ પરિસ્થિતિઓ પર આધારિત રહેશે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે, જેથી અનાવશ્યક મુશ્કેલીથી બચી શકાય. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે યુનાઇટેડ અરબ અમીરાતના એરપોર્ટ સત્તાધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ઉડાનો પર પણ મોટો પ્રભાવ પડ્યો છે.આ પણ વાંચો: Iran Israel War : મિડલ ઈસ્ટમાં યુદ્ધ યથાવત રહેશે! સીઝફાયર અંગેની ચર્ચા પર ઈરાન અને અમેરિકાનો સ્પષ્ટ ઈનકાર

Read Full Story arrow_forward
Junagadh: કાળવાચોકમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું, 8 હજાર લિટર જથ્થો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાશે
calendar_today March 15, 2026

Junagadh: કાળવાચોકમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું, 8 હજાર લિટર જથ્થો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાશે

જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાં આજે વહેલી સવારે હડકંપ મચી ગયો હતો. બાતમીના આધારે એક શંકાસ્પદ દૂધના ટેન્કરને અટકાવ્યું હતું. આ ટેન્કરમાં અંદાજે 8,000 લિટર દૂધનો જથ્થો હોવાનું સામે આવ્યું છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાયું હતું.પોલીસ કાફલો ઘટનાસ્થળેટેન્કર અટકાવ્યા બાદ તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક કાળવાચોક પહોંચી ગયો હતો અને ટેન્કરને કબ્જે કરીને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. આ દૂધ લેરીયા ગામની 'કનૈયા ડેરી' માંથી આવતું હોવાની પ્રાથમિક વિગતો મળી છે.આરોગ્ય વિભાગને જાણ કરાઈદૂધમાં કોઈ ભેળસેળ છે કે કેમ તે જાણવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. 8 હજાર લિટર દૂધના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. જો રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો ડેરી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે.આ પણ વાંચો: Rajkot: પારડી ગામે ચુલા રિપેરિંગની આડમાં ચાલતું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું, 116 સિલિન્ડર સાથે બેની ધરપકડ

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલામાં હોટલોમાં LPG ગેસને લઈ પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ
calendar_today March 15, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલામાં હોટલોમાં LPG ગેસને લઈ પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ

જે અન્વયે, સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગના નિર્દેશ હેઠળ ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવાનો અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે. ગેસના બાટલાની કાળા બજારી નહી કરી શકાય તપાસ દરમિયાન અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી છે કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જે હોટલોમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો : Gandhinagar News : મંગળવાર સુધીમાં બે LPG જહાજ ગુજરાત આવી જશે, LPGની અછતમાં સ્થાનિકો અને સરકારને મોટી રાહત થશે

Read Full Story arrow_forward