Mandal: માંડલના કરશનપુરા ગામની સીમમાંથી LCBએ વિદેશી દારૂ ઝડપ્યો
અમદાવાદ જિલ્લા એલસીબી શાખાના સ્ટાફની ટીમે તાજેતરમાં માંડલ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન સ્ટાફની ટીમને મળેલી બાતમી આધારે માંડલ તાલુકાના કરશનપુરા ગામની સીમમાં દરોડો પાડીને બાવળની ઝાડીમાંથી વિદેશી દારૂનો જથ્થા ઝડપી પાડયો હતો. પોલીસે દારૂની કુલ બોટલ 440, કિંમત રૂ. 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ પોલીસે આરોપી કિશન રમેશજી ઠાકોર રહે.કરશનપુરા, તા.માંડલ, જિ.અમદાવાદ સ્થળ પરથી ફરાર હોય તેની વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરી ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward