android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : સરદારનગરમાં સિનિયર સિટીઝન સાથે સુરક્ષા બેઠક, પોલીસની મહત્વપૂર્ણ સૂચનાઓ
calendar_today March 14, 2026

Ahmedabad : સરદારનગરમાં સિનિયર સિટીઝન સાથે સુરક્ષા બેઠક, પોલીસની મહત્વપૂર્ણ સૂચનાઓ

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં તાજેતરમાં વૃદ્ધા હત્યા અને લૂંટની ઘટનાના પગલે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘટનાને ધ્યાનમાં રાખીને ઝોન-4ના ડીસીપી દ્વારા સિનિયર સિટીઝનો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સુરક્ષા અને સાવચેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા આ બેઠકમાં સિનિયર સિટીઝનોને પોતાના ઘરની સુરક્ષા, અજાણ્યા લોકોને વિશ્વાસ ન કરવા, તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જેવા મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વૃદ્ધ નાગરિકો ઘણી વખત ગુનાખોરો માટે સરળ લક્ષ્ય બની જાય છે, તેથી તેઓએ ખાસ સતર્ક રહેવાની જરૂર છે. સાયબર ક્રાઈમ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી બેઠક દરમિયાન સાયબર ક્રાઈમ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આજકાલ સાયબર ગઠિયાઓ ખાસ કરીને સિનિયર સિટીઝનોને નિશાન બનાવી રહ્યા છે. “ડિજિટલ અરેસ્ટ” જેવી છેતરપિંડીના કિસ્સાઓથી બચવા માટે અજાણ્યા ફોન કોલ, OTP અથવા બેંકની માહિતી કોઈને પણ ન આપવાની અપીલ કરવામાં આવી હતી. નિયમિત રીતે સિનિયર સિટીઝનોની મુલાકાત પોલીસ દ્વારા વધુમાં જણાવાયું હતું કે જે તે વિસ્તારોમાં સીવી ટીમ અને પોલીસની ટીમ દ્વારા નિયમિત રીતે સિનિયર સિટીઝનોની મુલાકાત લેવામાં આવશે. તેમની કોઈ પણ સમસ્યા કે સુરક્ષા સંબંધિત પ્રશ્ન હોય તો તાત્કાલિક ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે. સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ આ બેઠકનો મુખ્ય હેતુ સિનિયર સિટીઝનોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો અને પોલીસ તથા નાગરિકો વચ્ચે વિશ્વાસ વધારવાનો હતો.આ પણ વાંચો---     Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી

Read Full Story arrow_forward
Ahmedabad : રાણીપ ગેંગરેપ કેસમાં આરોપી ધરપકડ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
calendar_today March 14, 2026

Ahmedabad : રાણીપ ગેંગરેપ કેસમાં આરોપી ધરપકડ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા પર ગેંગરેપ થયાનો ગંભીર આરોપ સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના 31 ડિસેમ્બરની હોવા છતાં તેનો વીડિયો ત્રણ મહિના બાદ વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.સગીરા પોતાના મિત્રો સાથે માઉન્ટ આબુ ગઇ હતી મળતી માહિતી મુજબ રાણીપમાં રહેતી પીડિતા સગીરા પોતાની 14 વર્ષીય સગીરા મિત્ર, 22 વર્ષીય દિવ્યેશ પારેખ અને અન્ય મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે માઉન્ટ આબુ ગઈ હતી. આબુ પહોંચ્યા બાદ પીડિતાને નશાકારક પીણું પીવડાવવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચર્યું આરોપ છે કે પીડિતા બેભાન અવસ્થામાં હોવાનો લાભ લઈ દિવ્યેશ પારેખ અને તેની 14 વર્ષીય મિત્રએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં, દુષ્કર્મ દરમિયાન 14 વર્ષીય સગીરાએ ઘટનાનો વીડિયો પણ મોબાઈલમાં કેદ કર્યો હતો. વીડિયો લગભગ ત્રણ મહિના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો લગભગ ત્રણ મહિના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  દિવ્યેશ પારેખ ગાંધીનગરમાં હેર કટિંગનું કામ કરે છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિવ્યેશ પારેખ ગાંધીનગરમાં હેર કટિંગનું કામ કરતો હતો. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને SC/ST સેલે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. સગીરા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી પોલીસ હાલમાં આ કેસમાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરી રહી છે. ઉપરાંત વીડિયો કોણે વાયરલ કર્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. 14 વર્ષીય સગીરા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Read Full Story arrow_forward
Ahmedabad : 5વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં મહત્વનો ચૂકાદો, HCએ આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી
calendar_today March 14, 2026

Ahmedabad : 5વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં મહત્વનો ચૂકાદો, HCએ આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી

ભરૂચ જિલ્લાના એક ગંભીર ગુના કેસમાં, જ્યાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો, તેમા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી છે અને હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી.આરોપીએ પોતે સગીર હોવાનો દાવો કર્યો હતો માહિતી મુજબ, આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારેલી હતી. જો કે આરોપીએ પોતે સગીર હોવાનો દાવો કર્યો હતો, અને ખોટું સર્ટિફિકેટ રજૂ કરી સજા ઓછી કરવા પ્રયત્ન કર્યો હતો. કોર્ટે દાવા ફગાવ્યા જો કે તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આરોપીના દાવાઓને ફગાવી દીધા હતા અને આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી હતી.આ પણ વાંચો---     Vadodara : બરોડા ડેરીની ચૂંટણી પહેલા ગરમાવો, કુલદીપસિંહ રાઉલજીનો ઘટસ્ફોટ, હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહી

Read Full Story arrow_forward