android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન, 223 દર્દીઓએ લીધો લાભ
calendar_today March 14, 2026

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન, 223 દર્દીઓએ લીધો લાભ

ભાવનગર શહેરના કરચલિયા પારા વિસ્તારમાં આવેલી કોલી સમાજની વાડી ખાતે ગત 14 માર્ચના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 9:00 થી બપોરે 1:30 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉમટી પડીને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આંખની તપાસ અને મફત ચશ્માનું વિતરણ આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની આંખો તપાસવામાં આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 12 જેટલા દર્દીઓમાં મોતિયાબિંદની સમસ્યા જણાતા તેમને મફત ઓપરેશન માટે રિફર કરવામાં આવ્યા છે, અને ઓપરેશનની આગામી તારીખો ફાળવી દેવામાં આવી છે. એનિમિયા મુક્ત અભિયાન સ્ત્રીઓ અને બાળકોમાં જોવા મળતી લોહીની ઉણપને દૂર કરવા માટે 162 લોકોનું હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે દર્દીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળ્યું, તેમને ક્લબ તરફથી 3 મહિનાનો આયર્ન ટેબ્લેટ્સનો કોર્સ પણ નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં ક્લબ પ્રેસિડેન્ટ નમ્રતા ચઢ્ઢા, સેક્રેટરી સુનીતા શાહ તેમજ સભ્યો કૃષ્ણા શાહ, મણાલી કનકિયા, અમી શાહ અને કાશ્મીરા કોઠારીએ ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી. રોટરી ક્લબની આ પહેલને સ્થાનિકોએ બિરદાવી હતી. આ પણ વાંચો - Bhavnagarના વલ્લભીપુરમાં શિક્ષણ જગત લજવાયું, ગંભીરસિંહ હાઈસ્કૂલની બહાર જોવા મળ્યા કાપલીઓના ઢગલા

Read Full Story arrow_forward
Rajkot News: કોસ્મોપ્લેક્સ સિનેમામાં ભીષણ આગથી અફરાતફરી, સાવચેતીના ભાગરૂપે તમામ શો રદ
calendar_today March 14, 2026

Rajkot News: કોસ્મોપ્લેક્સ સિનેમામાં ભીષણ આગથી અફરાતફરી, સાવચેતીના ભાગરૂપે તમામ શો રદ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા જાણીતા કોસ્મોપ્લેક્સ સિનેમામાં આજે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. સિનેમા હોલના દરવાજા અને બારીના ભાગે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. જોતજોતામાં આગના ધુમાડા આખા બિલ્ડિંગમાં ફેલાઈ જતાં આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.દરવાજા અને બારીના ભાગે આગ સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે સિનેમામાં કોઈ ફિલ્મનો શો ચાલુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો ચાલુ શો દરમિયાન આ આગ લાગી હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર વિભાગે સમયસૂચકતા વાપરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેને કારણે બિલ્ડિંગના અન્ય હિસ્સા સુરક્ષિત રહ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો આગની આ ઘટના બાદ સિનેમા મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના ભાગરૂપે અને રિપેરિંગ કામગીરીને ધ્યાને રાખીને તમામ શો રદ કરી દેવામાં આવ્યા છે. સિનેમામાં આવેલી આગને પગલે સુરક્ષાના માપદંડો અને ફાયર સેફ્ટીના સાધનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રેક્ષકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તેમને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના પગલાં તરીકે ફાયરની ટીમ હજુ પણ ત્યાં તૈનાત છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Income Tax વિભાગના એક ઈ-મેઈલે ટેક્સપેયર્સની ચિંતા વધારી! હવે આ મામલે કર્યું સ્પષ્ટીકરણ
calendar_today March 14, 2026

Income Tax વિભાગના એક ઈ-મેઈલે ટેક્સપેયર્સની ચિંતા વધારી! હવે આ મામલે કર્યું સ્પષ્ટીકરણ

દેશભરના અનેક ટેક્સપેયર્સને તાજેતરમાં ઈન્કમટેક્સ વિભાગ તરફથી એક ઓટોમેટેડ ઈમેઈલ મળ્યો હતો, જેમાં એસેસમેન્ટ ઈયર 2026-27 (નાણાકીય વર્ષ 2025-26) માટે ‘Significant Transactions’ એટલે કે મહત્વપૂર્ણ નાણાકીય લેવડદેવડ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઈમેઈલ મળતા જ ઘણા નોકરીયાત લોકો અને વેપારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ. મોટા લેવડદેવડની નોંધ દર્શાવતા આ મેસેજને કારણે અનેક લોકો પોતાના ટેક્સ રેકોર્ડ અંગે ચિંતિત બની ગયા. ઈન્કમટેક્સ વિભાગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી પરંતુ હવે ઈન્કમટેક્સ વિભાગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે આ ઈમેઈલમાં દર્શાવવામાં આવેલી ઘણી વિગતો ખોટી હતી. વિભાગે જણાવ્યું કે હાલ તેઓ એડવાન્સ ટેક્સ ઈ-કેમ્પેન ચલાવી રહ્યા છે. આ અભિયાન હેઠળ ટેક્સપેયર્સને તેમના મોટા નાણાકીય લેવડદેવડ અંગે યાદ અપાવવા માટે ઓટોમેટેડ ઈમેઈલ મોકલવામાં આવે છે, જેથી તેઓ સમયસર એડવાન્સ ટેક્સ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે. ટેક્નિકલ ખામી સર્જાતા થઈ ભૂલ આ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા અનેક ટેક્સપેયર્સને તેમના નામે એવા આંકડા અને માહિતી દર્શાવતા ઈમેઈલ મળ્યા, જે હકીકતમાં તેમના લેવડદેવડ સાથે સંબંધિત નહોતા. પરિણામે, નિયમિત રીતે ટેક્સ ભરતા લોકોમાં પણ ગેરસમજ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ મામલો સામે આવતા જ વિભાગે તરત જ સ્પષ્ટતા જાહેર કરી અને ટેક્સપેયર્સનો આભાર માન્યો કે તેમણે સમયસર આ ભૂલ અંગે ધ્યાન દોર્યું. વિભાગે જણાવ્યું કે તેઓ સર્વિસ પ્રોવાઈડર સાથે મળીને આ ટેકનિકલ ખામી દૂર કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. સાથે જ ટેક્સપેયર્સને અપીલ કરવામાં આવી છે કે તેઓ એસેસમેન્ટ વર્ષ 2026-27 માટે મોકલાયેલા તે ભ્રામક ઈમેઈલને સંપૂર્ણ રીતે અવગણ કરે અને તેના આધારે કોઈ પગલું ન ભરે. આ પણ વાંચો : SEBI ચેરમને કહ્યું 'દેશમાં મૂડી બજારો સતત વધી રહ્યા છે અને મજબૂત થઈ રહ્યા છે'

Read Full Story arrow_forward