android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholera ખાતે ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ, ખાનગી સ્પેસ સેક્ટરમાં ગુજરાતે રચ્યો નવો ઇતિહાસ
calendar_today March 14, 2026

Dholera ખાતે ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ, ખાનગી સ્પેસ સેક્ટરમાં ગુજરાતે રચ્યો નવો ઇતિહાસ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ધોલેરાના બાવળીયારી ખાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ 'ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ' (OSRE) દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મંત્રીએ આ ઐતિહાસિક ક્ષણનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી યુવા વૈજ્ઞાનિકોની ટીમને પ્રોત્સાહિત કરી હતી.સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભરતા સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના રાજ્ય સરકારના વિઝન તરફ આ એક મક્કમ ડગલું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ખાનગી સંસ્થાઓને આપવામાં આવતા સહયોગ અને 'ગુજરાત સ્પેસટેક પોલિસી (૨૦૨૫-૨૦૩૦)' ને કારણે આજે ગુજરાતે અવકાશ ક્ષેત્રે ગગનચુંબી ઉડાન ભરી છે. સ્વદેશી સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોનું સર્જન કરવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. લોન્ચિંગની ટેકનિકલ વિશેષતાઓ ૧૪મી માર્ચના રોજ, બાવળીયારી ખાતે નિર્મિત અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી બપોરે 1 વાગ્યે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે ઉડાન ભરી હતી. આ રોકેટે અંદાજે ૩ કિલોમીટરની ઊંચાઈ (Apogee) પ્રાપ્ત કરીને પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જટિલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ રોકેટ સાથે હવામાનના ડેટા કલેક્ટ કરી શકે તેવો એક મીની સેટેલાઈટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતેની લેબમાં જ તૈયાર 'મેક ઇન ઇન્ડિયા' અભિગમ હેઠળ આ રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલમાંથી ઓમસ્પેસની અમદાવાદ ખાતેની લેબમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ના નિર્માણનો માર્ગ મોકળો ઓમસ્પેસના સ્થાપક અને CEO ડો. રવિન્દ્ર રાજે મંત્રી અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સફળતાથી આગામી સમયમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ 'ઇન્ફિનિટી વન' (Infinity One) ના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોન્ચિંગ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી મંજૂરીઓ અને ટેકનિકલ સહયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો---    Rajkot એઈમ્સમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત

Read Full Story arrow_forward
Vadodara News: યોગ સર્કલ બ્રિજ પર સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ, બે કારને લીધી અડફેટે
calendar_today March 14, 2026

Vadodara News: યોગ સર્કલ બ્રિજ પર સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ, બે કારને લીધી અડફેટે

સંસ્કારી નગરી વડોદરામાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વડોદરા શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ પાસે આવેલા યોગ સર્કલ બ્રિજ ઉતરતી વખતે એક સ્કૂલ બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરતાં ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે બસે આગળ જઈ રહેલી બે કારને જોરદાર ટક્કર મારી હતી.બસે બે કારને અડફેટે લીધી ઘટનાની મળતી માહિતી અનુસાર, અકસ્માત સમયે સ્કૂલ બસમાં અનેક બાળકો સવાર હતા. બ્રિજ ઉતરતી વખતે જ બસની બ્રેક ફેઈલ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસે બે કારને અડફેટે લેતા બંને કારને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. જોકે, સદનસીબે આ અકસ્માતમાં બસમાં બેઠેલા બાળકો કે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. તમામ બાળકો સુરક્ષિત હોવાથી વાલીઓ અને શાળા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બસની બ્રેક ખરેખર ટેકનિકલ ખામીને કારણે ફેલ થઈ હતી કે ડ્રાઈવરની બેદરકારી હતી, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સ્કૂલ બસોના ફિટનેસ સર્ટિફિકેટ અને મેન્ટેનન્સ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ પણ વાંચો - Vadodara News: ગેસ બોટલના કાળા બજારનો પર્દાફાશ, 30 ગેસ સિલિન્ડર સાથે સંગ્રહખોર સાદુલ ભરવાડની ધરપકડ

Read Full Story arrow_forward
Suratમાં ગેસના કાળાબજારીયાઓ પર પોલીસની 'લાલ આંખ', DG કે.એલ.એન. રાવનું કડક અલ્ટીમેટમ
calendar_today March 14, 2026

Suratમાં ગેસના કાળાબજારીયાઓ પર પોલીસની 'લાલ આંખ', DG કે.એલ.એન. રાવનું કડક અલ્ટીમેટમ

સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની અછતનો લાભ ઉઠાવી કાળાબજારી કરતા તત્વો સામે પોલીસ કમિશનર (DG) કે.એલ.એન. રાવે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર સંગ્રહખોરી કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. લોકો સુધી રાંધણ ગેસ સમયસર અને વ્યાજબી ભાવે પહોંચી રહે તે માટે સુરત પોલીસ હવે સીધી દેખરેખ રાખશે.ગેરકાયદેસર સંગ્રહખોરો સામે થશે કાર્યવાહી આ મામલે DG કે.એલ.એન. રાવે સુરત શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ને ખાસ સૂચના આપી છે. તેમના વિસ્તારમાં આવતી ગેસ એજન્સીઓ અને ગોડાઉનો પર તકેદારી રાખવા તેમજ કોઈ ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનો સંગ્રહ ન કરે તે જોવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ હવે એવા લોકોને શોધી કાઢશે જેઓ કૃત્રિમ અછત ઉભી કરી વધુ ભાવ પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો સુધી ગેસ પહોંચાડવા પોલીસ સક્રિય ગેસનો પુરવઠો વહેલી તકે ગ્રાહકો સુધી પહોંચે તે માટે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો અને ટેમ્પોને કોઈપણ અવરોધ વિના એજન્સીઓ સુધી પહોંચવા દેવા પોલીસને તાકીદ કરવામાં આવી છે. પોલીસની આ સક્રિયતાને કારણે ગેસ વિતરણ વ્યવસ્થામાં સુધારો આવવાની અને કાળાબજારી અટકવાની આશા સેવાઈ રહી છે. જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કાયદાકીય કલમો હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward