android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnathમાં ફૂડ વિભાગ અને SOG નો દરોડો, વખરીયા બજારમાં સદગુરૂ ટ્રેડિંગ કંપની પર દરોડા
calendar_today March 13, 2026

Gir Somnathમાં ફૂડ વિભાગ અને SOG નો દરોડો, વખરીયા બજારમાં સદગુરૂ ટ્રેડિંગ કંપની પર દરોડા

ગીર સોમનાથ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈને ફૂડ વિભાગ અને SOGની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેરાવળ શહેરમાં ખાદ્ય તેલના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેના કારણે વેપારી વર્તુળમાં ચકચાર મચી ગઈ છે.સદગુરૂ ટ્રેડિંગ કંપની પર ફૂડ વિભાગ અને SOGની ટીમે દરોડો પાડ્યો મળતી માહિતી મુજબ વેરાવળના વખરીયા બજારમાં આવેલી સદગુરૂ ટ્રેડિંગ કંપની પર ફૂડ વિભાગ અને SOGની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની આશંકાને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તેલના નમૂનાઓ લેવામાં આવ્યા દરોડા દરમિયાન અધિકારીઓએ દુકાન અને ગોડાઉનમાં રાખવામાં આવેલા ખાદ્ય તેલના જથ્થાની તપાસ કરી હતી. સાથે સાથે વિવિધ બ્રાન્ડ અને સ્ટોકમાંથી તેલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ લેબોરેટરીમાંથી મળનારા રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો તેલમાં કોઈપણ પ્રકારની ભેળસેળ અથવા ગુણવત્તામાં ખામી જોવા મળશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. આ પણ વાંચો---     Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Read Full Story arrow_forward
Anand News: જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે કાર્યવાહી, 115 જેટલા કેસ કરીને 2.52 કરોડની વસૂલાત
calendar_today March 13, 2026

Anand News: જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે કાર્યવાહી, 115 જેટલા કેસ કરીને 2.52 કરોડની વસૂલાત

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી આણંદ દ્વારા મે 2025 થી નવેમ્બર 2025 દરમિયાન આણંદ જિલ્લાના ખનીજસભર વિસ્તારોમાં એટલે કે ખાનપુર, ખેરડા, અહીમા, સીલી, પ્રતાપપુરા, રાજુપુરા, ઈસરવાડા, ઈન્દ્રણજ, વાસદ, વાણીયા કુવા, બોરસદ, સુંદલપુરા, વાસદ- ભેટાસી, ખોરવાડ અને લાલપુરા ગામો ખાતે બિનઅધિકૃત ખનન સંગ્રહ વહન અટકાવવા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક રીતે તપાસણી હાથ ધરતા કુલ 88 ડમ્પર 16 એક્સ્વેટર મશીન 5 ચાઇના અને છ યાત્રિક નાવડિયો એમ કુલ મળી અંદાજિત રૂપિયા 16.60 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે તંત્રની એક્શન ત્યારબાદ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરીને કુલ 115 કેસ પૈકી ₹2.52 કરોડ રૂપિયાની વસૂલાત કરી સરકારશ્રીમાં જમા કરાવવામાં આવી છે. આમ આણંદ જિલ્લામાં ખનીજસભર વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે અને બિનઅધિકૃતખંડન સંગ્રહ કે વહન કરતા લોકો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરીને મુદ્દા માલ જપ્ત કરવામાં આવે છે અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની આણંદની કચેરીના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા આણંદ જિલ્લાના બિન અધિકૃત રીતે ખનન,સંગ્રહ કે વહન કરતા લોકોને તાકીદ કરવામાં આવી છે કે આવી કામગીરી ન કરવા અન્યથા આવા લોકોનો સામાન જપ્ત કરવાની અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું છે. આ પણ વાંચોઃ Iran US Israel War 2026: ભારત સરકાર ખાડી ક્ષેત્રમાંથી ભારતીયોને પરત લાવવા દૂતાવાસના સંકલનમાં વ્યસ્ત

Read Full Story arrow_forward
Gandhinagar News: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધારાનો કેરોસીનનો જથ્થો ફાળવાયો
calendar_today March 13, 2026

Gandhinagar News: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધારાનો કેરોસીનનો જથ્થો ફાળવાયો

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠા પર ઉભા થયેલા જોખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને વર્ષ 2025-26 માટે 1452 KL કેરોસીનનો એડહોક જથ્થો ફાળવવામાં આવ્યો છે.આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા અને પ્રકાશ માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.રાજ્યના નાગરીકોને સાંપ્રત પરિસ્થિતિમાં નીચે મુજબના સૂચનો કરવામાં આવે છે. એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ તથા એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકીંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય.રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ,કઠોડને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે. કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી વધુમાં ઘરમાં ઉર્જાની બચત માટે ACનુ ટેમ્પરેચર ૨પ સેલ્સીયસ કે તેથી વધુ રાખવામાં આવે તે ઇચ્છનીય છે.કેરોસીન વિતરણ બાબતની કોઇ પણ ફરીયાદ માટે ટેલિફોન નંબર -૦૭૯-૦૨૩૨-૫૨૬૮૦ પર સંપર્ક કરી શકાશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પેટ્રોલ તથા ડીઝલની મહત્તમ બચત થાય તે માટે બને ત્યા સુધી પબ્લીક ટ્રાન્સ્પોર્ટનો, ભાગીદારીમાં મુસાફરીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના  અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ નીચે મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ KL માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ KL (36 હજાર લીટર ) ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાથી પરીવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમા કલેક્ટર દ્વારા ડીમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમા નીચે મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે LPG પર આધારિત છે. આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી

Read Full Story arrow_forward