android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Iranથી LPG ભરેલા 2 ટેન્કર ભારત આવશે, હોર્મુઝ ખાડીમાંથી સુરક્ષિત માર્ગ આપવામાં આવશે
calendar_today March 13, 2026

Iranથી LPG ભરેલા 2 ટેન્કર ભારત આવશે, હોર્મુઝ ખાડીમાંથી સુરક્ષિત માર્ગ આપવામાં આવશે

ભારતમાં રાંધણ ગેસની વધતી માંગ વચ્ચે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇરાન દ્વારા ભારતને LPG ભરેલા બે ટેન્કરો સુરક્ષિત રીતે મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ટેન્કરો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગથી પસાર થઈને ભારત પહોંચશે.ભારતમાં ઇરાનના રાજદૂત મોહંમદ ફતહાલીનો સંકેત ભારતમાં ઇરાનના રાજદૂત મોહંમદ ફતહાલીએ સંકેત આપ્યો છે કે ઇરાન ભારતને LPG સપ્લાયમાં સહયોગ આપશે. ઇરાને જણાવ્યું છે કે ભારત સાથેના સારા સંબંધોને ધ્યાનમાં રાખીને LPG ટેન્કરોને હોર્મુઝ ખાડીમાંથી સુરક્ષિત માર્ગ આપવામાં આવશે. ગેસની અછતની અફવાઓ તાજેતરમાં ગેસની અછતની અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને LPG સિલિન્ડરની બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. મળતી માહિતી મુજબ યુદ્ધ પહેલા દેશમાં દરરોજ લગભગ 55.7 લાખ LPG બુકિંગ થતી હતી, જ્યારે હાલમાં આ સંખ્યા વધીને લગભગ 75.7 લાખ સુધી પહોંચી ગઈ છે. ગભરાટમાં આવીને સિલિન્ડર બુકિંગ ન કરે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે ગભરાટમાં આવીને સિલિન્ડર બુકિંગ ન કરે. સરકારના જણાવ્યા મુજબ દેશમાં કોઈપણ LPG ડીલર પાસે ગેસના સ્ટોકની કમી નથી અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. સપ્લાયની સ્થિતિ પર સતત નજર સરકારે સ્પષ્ટ કર્યું છે કે LPG સપ્લાયની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં પણ ગેસ પુરવઠો સુચારૂ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો----     Iran US Israel War 2026: ભારત સરકાર ખાડી ક્ષેત્રમાંથી ભારતીયોને પરત લાવવા દૂતાવાસના સંકલનમાં વ્યસ્ત

Read Full Story arrow_forward
Gandhinagar News: સેક્ટર 14-15 ના વળાંક પાસે રિક્ષા અને કાર વચ્ચે ટક્કર, બે લોકો ઇજાગ્રસ્ત
calendar_today March 13, 2026

Gandhinagar News: સેક્ટર 14-15 ના વળાંક પાસે રિક્ષા અને કાર વચ્ચે ટક્કર, બે લોકો ઇજાગ્રસ્ત

રાજ્યના પાટનગર ગાંધીનગરના માર્ગો પર અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શુક્રવાર ગાંધીનગર શહેરના સેક્ટર 14 અને 15 ને જોડતા મુખ્ય માર્ગના વળાંક પાસે એક રિક્ષા અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર 14 અને 15 ના વળાંક પાસેથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા અને પૂરપાટ ઝડપે આવતી કાર વચ્ચે અચાનક ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષા માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના અવાજને પગલે આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોની સ્થિતિ આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નોંધપાત્ર નુકસાન થયું છે. વધતા અકસ્માતોએ વધારી ચિંતા ગાંધીનગરના સેક્ટરના આંતરિક માર્ગો અને વળાંકો પર વાહનોની અનિયંત્રિત ગતિને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે. સેક્ટર 14-15 નો આ વળાંક અકસ્માત માટે અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. વળાંક પર સ્પીડ બ્રેકર કે સાઇન બોર્ડની જરૂરિયાત હોવાની માગ પણ સ્થાનિકોમાં ઉઠી છે. આ પણ વાંચો - Gandhinagar News: હોટેલ અને રેસ્ટોરન્ટ સહિત શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ગેસ કનેક્શન આપવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો

Read Full Story arrow_forward
Amreli : રાજુલા પોલીસ સ્ટેશન સામે અકસ્માત , પગપાળા જતી 2 મહિલાને કારે મારી ટક્કર , 1નું મોત
calendar_today March 13, 2026

Amreli : રાજુલા પોલીસ સ્ટેશન સામે અકસ્માત , પગપાળા જતી 2 મહિલાને કારે મારી ટક્કર , 1નું મોત

અમરેલીના રાજુલા વિસ્તારમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. રાજુલા પોલીસ સ્ટેશનના સામે પગપાળા પસાર થતી બે મહિલાઓને કારે ટક્કર મારી હતી, જેમાં એક મહિલાને ગંભીર ઇજા થતાં તેનુ મોત થયું હતું. બીજી મહિલાને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડાઇ છે.અકસ્માતમાં મહિલાનું મોત અમરેલી- રાજુલા પોલીસ સ્ટેશનની સામે અકસ્માતની ઘટના સામે આવી છે. 2 મહિલા પગપાળા ચાલીને જતી હતી તે સમયે કાર ચાલકે બંનેને ટક્કર મારી હતી. અકસ્માતમાં 1 મહિલાને ગંભીર રીતે ઈજા થતા મોત થયું હતું. અન્ય મહિલાનો આબાદ બચાવ થયો પોલીસ તપાસ શરુ અકસ્માત જાહેર સ્થળે લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા કાર ચાલકની ઓળખ કરી ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો---      Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Read Full Story arrow_forward