Vadodara : અજાણ્યો શખ્સ ચાલાકીથી રીક્ષા લઇને ફરાર થઇ જતાં ઉત્તેજના, પોલીસ તપાસ શરુ
વડોદરા શહેરમાં છેતરપિંડી કરીને રિક્ષા ચોરી કરવાની ઘટના સામે આવી છે. ન્યુ વીઆઇપી રોડ પર અયોધ્યા નગરમાં રહેતા એક પરિવાર સાથે અજાણ્યા શખ્સે ચાલાકીથી રિક્ષા લઈ ફરાર થઈ જવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.રીક્ષા ઘર પાસે રોડ પર ઉભી રાખેલી હતી ફરિયાદ મુજબ અયોધ્યા નગરમાં રહેતા શકુંતલાબેને પોલીસને જણાવ્યું છે કે તેમના પતિ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં તેમણે નાગરવાડામાં રહેતા હિમાંશુભાઈ પાસેથી સેકન્ડ હેન્ડ રિક્ષા ખરીદી હતી. રિક્ષાને પોતાના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલુ હોવાથી હાલ રિક્ષા ચલાવવામાં આવતી નહોતી અને ઘર પાસે રોડ પર ઉભી રાખવામાં આવી હતી. આ ગલીમાંથી તેની ટ્રક કાઢવી છે ઘટનાના દિવસે સવારે શકુંતલાબેનની માતા ધનીબેન ઘરે એકલા હતા. ત્યારે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે આ ગલીમાંથી તેની ટ્રક કાઢવી છે પરંતુ રિક્ષા રસ્તામાં નડતી હોવાથી તેને થોડું બાજુમાં ખસેડવાની જરૂર છે. ધનીબેને તેને રિક્ષાની ચાવી આપી આ વાત પર વિશ્વાસ કરીને ધનીબેને તેને રિક્ષાની ચાવી આપી હતી. પરંતુ આરોપી રિક્ષા બાજુમાં રાખવાની જગ્યાએ સીધો રિક્ષા લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ શરુ કરી ચોરી થયેલી રિક્ષાની કિંમત અંદાજે રૂ. 1.5 લાખ હોવાનું જણાવાયું છે. હાલ બાપોદ પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો--- Ahmedabad : હાઇકોર્ટનો ભદ્રના પાથરણાંવાળાને લઈ મહત્વનો ચૂકાદો, 21માર્ચ સુધી પાથરણાંવાળાને પુનઃસ્થાપિત કરવા નિર્દેશ
Read Full Story arrow_forward