android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: રેડીમેઈડની દુકાન પાસેથી લારી ખસેડવાનું કહીને માર માર્યો
calendar_today March 14, 2026

Himatnagar: રેડીમેઈડની દુકાન પાસેથી લારી ખસેડવાનું કહીને માર માર્યો

ઈડરના વિજય માર્કેટ પાસે સપ્તાહ અગાઉ એક લારી ધારક રેડિમેઈડની દુકાન આગળની લારી બંધ કરીને જતો હતો. ત્યારે વિજયનગર સોસાયટીમાં રહેતા એક રહીશે દુકાન આગળથી લારી હટાવી લેવાનું કહી અપશબ્દો બોલી ઉશ્કેરાઈ જઈ પાઈપથી હુમલો કરી ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. આ અંગે વિજયનગર સોસાયટીમાં રહેતા ચીરાગ દેવેન્દ્રભાઈ વૈધ્યએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.9મીએ સાંજે તેઓ કે.એમ.પટેલ હાઈસ્કૂલ પાસે આવેલ રેડીમેઈડ કાપડની લારી બંધ કરી એક્ટિવા લઈને ઘરે જતા હતા ત્યારે પરમારવાસમાં રહેતા મુકેશ દેવચંદભાઈ પરમારે આવી એક્ટિવા ઊભુ રખાવ્યું હતું. ત્યારબાદ ચીરાગ વૈધ્યને કહ્યું હતું કે, તારી રેડીમેઈડની કાપડની લારી હટાવી લેજે, તે જગ્યા મારી છે તેમ કહી ઝઘડો કરી અપશબ્દો બોલી લોખંડની પાઈપથી હુમલો કરી ચીરાગ વૈધ્યને ઈજા પહોંચાડી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Kutchની ધરા ફરી ધ્રુજી: દુધઈ પાસે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
calendar_today March 13, 2026

Kutchની ધરા ફરી ધ્રુજી: દુધઈ પાસે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે, ત્યારે આજે સવારે કચ્છના દુધઈ પંથકમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. સવારના સમયે જ્યારે લોકો પોતાની દૈનિક કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે કેટલાક લોકો ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.સવારે 10:52 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) ના જણાવ્યા અનુસાર, ભૂકંપનો આ આંચકો સવારે 10:52 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના દુધઈથી 20 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો અનુભવાતા જ કેટલાંક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. કચ્છ અવારનવાર આવી નાની તીવ્રતાના આંચકાઓથી ધ્રુજતું રહે છે, પરંતુ 3.4ની તીવ્રતા હોવાથી લોકોમાં થોડી ચિંતા જોવા મળી હતી. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, કચ્છની ફોલ્ટ લાઈનોમાં થતી હલચલને કારણે આ પ્રકારના આફ્ટરશોક્સ અથવા આંચકાઓ આવતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને ભૂકંપ જેવી આપત્તિ સમયે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand News: પેટલાદમાં ભાગવત સપ્તાહના નામે 45 લોકો સાથે છેતરપિંડી: ખંભાતનો ચિરાગ જોશી પોલીસ સકંજામાં
calendar_today March 13, 2026

Anand News: પેટલાદમાં ભાગવત સપ્તાહના નામે 45 લોકો સાથે છેતરપિંડી: ખંભાતનો ચિરાગ જોશી પોલીસ સકંજામાં

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં ધાર્મિક આસ્થાનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વારણસી ખાતે ભાગવત સપ્તાહમાં લઈ જવાની લાલચ આપી 45 થી વધુ શ્રદ્ધાળુઓ પાસેથી નાણાં ખંખેરનાર ભેજાબાજ આરોપીને પેટલાદ શહેર પોલીસ દ્વારા ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ખંભાતનો રહેવાસી ચિરાગ મુકેશચંદ્ર જોશી નામના શખ્સે પેટલાદ વિસ્તારના ભોળા શ્રદ્ધાળુઓને વારણસી ખાતે યોજાનારી ભાગવત સપ્તાહમાં લઈ જવાની વાત કરી હતી. તેણે યાત્રાના ખર્ચ પેટે દરેક વ્યક્તિ પાસેથી રૂપિયા 3300 ઉઘરાવ્યા હતા. ધાર્મિક યાત્રામાં જવાની ઉત્સુકતામાં લોકોએ આ શખ્સ પર વિશ્વાસ મૂકી દીધો હતો. યાત્રાના નામે લાખોની ઠગાઈ આરોપીએ એક-બે નહીં પરંતુ કુલ 45 લોકો પાસેથી યાત્રાના નામે કુલ રૂપિયા 1,48,500 પડાવી લીધા હતા. નાણાં લીધા બાદ વારંવાર વાયદાઓ કરવા છતાં યાત્રાનું કોઈ આયોજન ન થતા અને આરોપીનો સંપર્ક ન થઈ શકતા શ્રદ્ધાળુઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે આ મામલે ભોગ બનનાર લોકોએ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કાર્યવાહી પેટલાદ શહેર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી ચિરાગ જોશીને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે કે, તેણે આ અગાઉ અન્ય કોઈ વિસ્તારમાં આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ. આ ઘટના બાદ પોલીસે લોકોને અપીલ કરી છે કે, કોઈપણ અજાણ્યા શખ્સ કે બિનઅધિકૃત સંસ્થાને ધાર્મિક યાત્રાના નામે એડવાન્સ નાણાં આપતા પહેલા પૂરતી તપાસ કરવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward