android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: વન વિભાગની NOC વગર જમીનનો સોલાર પ્લાન્ટ માટે વપરાશ
calendar_today March 14, 2026

Surendranagar: વન વિભાગની NOC વગર જમીનનો સોલાર પ્લાન્ટ માટે વપરાશ

ધ્રાંગધ્રાના માલવણ પાસેના એનએસી સોલારમાં બે સર્વે નંબરની ફોરેસ્ટ વિભાગની એનઓસી નહીં હોવા છતાંય જમીનને સોલાર પ્લાન્ટમાં ઉપયોગ માટે લેવા સાથે સરકારી જમીન તેમજ પાણીના વહેણની જમીનમાં પણ દબાણ કરાતા આખરે જિલ્લા પંચાયત સદસ્યએ કલેકટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.માલવણ પાસે એનએસી સોલાર પ્લાન્ટ સ્થપાયો છે. જેઓએ 1200 એકરમાં 250 સર્વે નંબરમાં સોલાર પ્લાન્ટ બનાવ્યો છે. પ્લાન્ટ માટે એશીયાનું એકમાત્ર ઘુડખર અભ્યારણ આવેલુ છે એને અડીને આ જગ્યા લીધી છે. 250 સર્વે નંબરનો કુલ 1200 એકર વિસ્તાર સમાયેલો છે. જે જમીન અભ્યારણ અને ઇકો સેન્સેટીવ ઝોનમાં આવેલી હોવાથી ફોરેસ્ટ વિભાગમાં એનઓસી માંગી હતી. ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા અપાયેલી એનઓસીમાં સર્વે નં. 1171/1172/18 અને 1171/1172/19 સિવાયની જમીનમાં એન.ઓ.સી.આપ્યાનો ઉલ્લેખ છે. કારણ મુખ્ય વન સંરક્ષકની તપાસમાં આ બંને સર્વે નંબર ઘુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલ હોવાથી એનઓસી અપાય એમ નથી. તેમ છતાં કંપની દ્વારા બંને સર્વે નંબરમાં પણ સોલાર પ્લાન્ટ ઉભો કરી દેવાયો હોવાની અને સરકારી જમીનમાંથી પસાર થતા વહેણ વાળી જગ્યામાં પણ દબાણ કર્યાની સુરેન્દ્રનગર જિ. પં.ના સદસ્ય પપ્પુભાઇ ઠાકોરે કલેકટરને રજૂઆત કરી છે. હવે આ ગંભીર મામલે જિલ્લા કલેકટર શું કાર્યવાહી કરે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Modasa: તા.18, 19 માર્ચે ઉ.ગુ.માં માવઠાની આગાહી
calendar_today March 14, 2026

Modasa: તા.18, 19 માર્ચે ઉ.ગુ.માં માવઠાની આગાહી

હમણાં તો શિયાળાએ વિદાય લીધી છે અને ઉનાળાની શરૂઆત થઈ છે. આ વર્ષે ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે માર્ચની શરૂઆતમાં સામાન્ય ઠંડી અને બાદમાં કાળઝાળ ગરમી બાદ હવે આ જ મહિનામાં વરસાદી માહોલ પણ રહી શકે છે. હવામાન વિભાગે 18 અને 19 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જેના પગલે ખેડૂતોના જીવ અધ્ધર થયા છે. જો અત્યારના સમયમાં માવઠું થાય તો જે ખેડૂતોનો તૈયાર પાક ખેતરોમાં છે તેને વ્યાપક નુકસાન જવાનો ભય રહેલો છે. 40 ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જતાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહયા છે. જો કે હવે અગનગોળા વરસાવતી ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની દહેશત ઉભી થઈ છે. આકરી ગરમી અને ઉનાળાના પ્રારંભે જ માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 18 અને 19 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જેમાં 18મીએ કચ્છ અને બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચે માવઠાનો વિસ્તાર વધીને સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થશે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં માવઠાની આગાહી ભલે કરવામાં આવી હોય પણ પલટાયેલા વાતાવરણની અસર આસપાસના જિલ્લાઓમાં પણ વર્તાઈ શકે છે અને જો માવઠું થાય તો સમસ્યાઓ ઉભી થઈ શકે છે. એક તરફ હોળી બાદ ખેતરોમાં તૈયાર ઘઉની કાપની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગામડાઓમાં ઠેર-ઠેર ઘઉં કાઢવાના થ્રેશરોની દોડાદોડી જોવા મળી રહી છે. મોટાભાગના ખેડૂતોએ કાપણી કરી રાખી ખેતરોમાં તૈયાર પાકના ઢગલા કરી રાખ્યા છે. બીજી તરફ ઘઉં લેવાઈ ગયા હોય તો ખેડૂતોએ ઘર આગળ પણ ઘઉંની બોરીઓના ઢગલા કરી રાખ્યા છે. જો આવા સમયે કમોસમી માવઠું થાય અને ખેડૂતોના તૈયાર પાકને પાણી કે ભેજની અસર થાય તો વ્યાપક નુકસાન થવાની દહેશત ઉભી થઈ છે. ઉનાળો આકરો જામ્યો છે તે વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: શામળાજી પાસે જાપ્તામાંથી આરોપી નાસી છૂટયો, પોલીસે ફાયરિંગ કરી ઝડપી લીધો
calendar_today March 14, 2026

Himatnagar: શામળાજી પાસે જાપ્તામાંથી આરોપી નાસી છૂટયો, પોલીસે ફાયરિંગ કરી ઝડપી લીધો

શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા શુક્રવારે રાજસ્થાનથી લવાઈ રહેલ અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા શખ્સ અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગી છુટવાનો પ્રયાસ કરતાં એસએમસીની ટીમે તેના પર ફાયરીંગ કર્યું હતું જેથી આ શખ્સને ખભા નજીક ઈજા પહોંચી હતી ત્યારબાદ તેને શામળાજી સ્થાનિક પોલીસને જાણ કરી સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો. જે અંગે હિંમતનગર એ-ડિવીઝન પોલીસને જાણ થતાં તેઓ તરત જ સિવિલમાં પહોંચી ગયા હતા. દરમિયાન હિંમતનગર સિવિલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગેની વિગત એવી છે કે, ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ અને રાજસ્થાનમાં રહેતો શુકલાલ રામલાલ ડાંગીને એસએમસીની ટીમ અમદાવાદ તરફ સરકારી વાહનમાં બેસાડી લઈ જઈ રહી હતી ત્યારે શામળાજી પાસેના અણસોલ નજીક શુકલાલ ડાંગીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી એસએમસીની ટીમે પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પોતાની પાસેના રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. જેથી શુકલાલ ડાંગીને જમણા ખભાથી નીચે અને હાથની કોણીથી ઉપરની બાજુ ઈજા પહોંચી હતી ત્યારબાદ એસએમસીની ટીમે તેને શામળાજી લઈ જઈ પ્રાથમિક સારવાર અપાવી હતી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો. જયાં ફરજ પરના તબિબોએ તપાસ કરીને કેટલાક મેડિકલ ટેસ્ટ કર્યા હતા. જે અંગે સિવિલના ઈન્ચાર્જ આર.એમ.ઓ. ર્ડા.વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, એસએમસીની ટીમ એક ઈજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લાવી હતી. સમગ્ર ઘટના અંગે એ-ડિવીઝન પોલીસને ખબર પડતાં પીઆઈ પ્રકાશ ચૌધરી તથા તેમનો સ્ટાફ સિવિલમાં આવી પહોંચ્યો હતો. હિંમતનગર એ-ડિવીઝન પોલીસને જાણ થતાં તેઓ તરત જ સિવિલમાં પહોંચી ગયા હતા. દરમિયાન હિંમતનગર સિવિલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward