android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : PGVCLની બેદરકારીની ગુજરાત હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ, લટકતા વાયરોથી મોત થાય તો વીજ કંપની જવાબદાર
calendar_today March 14, 2026

Ahmedabad News : PGVCLની બેદરકારીની ગુજરાત હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ, લટકતા વાયરોથી મોત થાય તો વીજ કંપની જવાબદાર

જો જીવતા ખુલ્લા વાયરો લટકતી હાલતમાં હોય અને તેના સંપર્કમાં આવવાથી કોઈનું મોત નીપજે તો તેવા સંજોગોમાં તે વ્યક્તિની બેદરકારી હોવાનો દાવો વીજ કંપની કરી શકે નહીં, તેમ હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે. જસ્ટિસ જે. સી. દોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ખુલ્લા જીવતા વાયરોના સંપર્કમાં આવેલા એક યુવકના મૃત્યુના કેસમાં વીજ કંપની તરફથી યુવકની બેદરકારી હોવાનો રજૂ કરાયેલો બચાવ ધરાર ફગાવ્યો હતો અને મૃતક યુવકના માતા-પિતાને ૯ ટકા વ્યાજ સાથે રૂ.૩.૩૮ લાખથી વધુનું વળતર ચૂકવવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો. ખુલ્લા લટકતા વાયરોના સંપર્કથી ઘણા લોકોના મોત થયા છે ભુજના ભરાસર ગામના તળાવના રસ્તેથી પસાર થતી વખતે અબ્દુલ હાસમ નામનો યુવક પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ઓછી ઊંચાઈ પર ખુલ્લા લટકતા વાયરોના સંપર્કમાં આવ્યો તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તે પરિવારમાં એકમાત્ર કમાઉ દીકરો હતો. મૃતકના માતા-પિતા દ્વારા પીજીવીસીએલ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવી માટે દાવો કર્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે યુવકના માતા-પિતાને ૯ ટકા વ્યાજ સાથે રૂ.૩,૩૮,૦૦૦ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની અપીલ ફગાવી હતી કોર્ટે આ હુકમથી નારાજ થઈ વીજ કંપનીએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી ઉલટાનું મૃતક યુવક પર બેદરકારી અને કાળજી નહીં રાખી હોવાનો દોષનો ટોપલો ઢોળ્યો હતો, જો કે, જસ્ટિસ જે. સી. દોશીએ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનો બચાવ ધરાર ફગાવી તેની અપીલ પણ કાઢી નાખી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના એમ. સી. મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા, પીજીવીસીએલ વિરુદ્ધ ચંદ્રિકાબેન હરપાલસિંહના વારસદારો સહિતના ચુકાદાઓ ટાંક્યા હતા અને તેના આધાર પર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની અપીલ ફગાવી હતી. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ખાબકી શકે છે કમોસમી વરસાદ

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રા પીપલ્સ બેંક સાથે છેતરપિંડી કેસનો ફરાર આરોપી પકડાયો
calendar_today March 14, 2026

Surendranagar: ધ્રાંગધ્રા પીપલ્સ બેંક સાથે છેતરપિંડી કેસનો ફરાર આરોપી પકડાયો

ધ્રાંગધ્રા પીપલ્સ બેંકમાંથી શાસનદેવ કોટનના માલીક પંકજભાઈ ચંદુભાઈ શાહે લોન લીધી હતી. આ લોન પેટે રૂપીયા 24,11,591 ભરવાના બાકી નીકળતા હોવા છતાં તત્કાલીન બેંક મેનેજર પ્રાગજીભાઈ રાઘવજીભાઈ મારવીએ ટાઈટલ કલીયરન્સ સર્ટી કાઢી આપી લોન એકાઉન્ટની ફાઈલ ભવીષ્યમાં ન મળી આવે તે હેતુથી ડીસ્પોઝના પોટલામાં સંતાડી દીધી હતી. આ અંગે તા. 13-3-24ના રોજ બેંક મેનેજર ગૌતમભાઈ મણીયારે બન્ને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસનો ફરાર આરોપી પંકજ શાહ પેરોલ ફર્લો સ્કવોડના શકિતસિંહની બાતમીને આધારે અમદાવાદના સોલા વિસ્તારમાંથી ઝડપાતા તેને ધ્રાંગધ્રા સીટી પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: મૂળીના રાણીપાટ ગામના હત્યા કેસના આરોપીને જેલમાં હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું
calendar_today March 14, 2026

Surendranagar: મૂળીના રાણીપાટ ગામના હત્યા કેસના આરોપીને જેલમાં હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું

મૂળી તાલુકાના રાણીપાટ ગામે વર્ષ 2020માં હત્યાના બનાવના આરોપીઓ જેલવાસ ભોગવતા હતા. જેમાં 70 વર્ષીય કેદીને ગુરૂવારે રાત્રે હૃદય રોગનો હુમલો આવતા દવાખાને લઈ જવાતા સારવાર દરમિયાન મોત થયુ છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે અકસ્માતે મોત નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૂળી તાલુકાના રાણીપાટ ગામના ઉકાભાઈ ભગાભાઈ ધાંધળ વઢવાણ મહાજન પાંજરાપોળની રાણીપાટ ગામની સીમમાં આવેલ વીડમાં ટોયાપણુ કરતા હતા. ખાખરાથળના પશુપાલક ખીમા સોમાભાઈ સાબંડ અવારનવાર તેમના પશુઓ લઈને વીડમાં આવતા હતા. જેમાં ઉકાભાઈ તેમના પશુઓને વીડની બહાર કાઢતા હતા. આ બાબતે બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. ત્યારે તા. 15-9-2020ના રોજ સાંજે ખીમા સોમાભાઈ સાબંડ, છેલા દેવાયતભાઈ, લાલા દેવાયતભાઈ, જીવણ ખીમાભાઈ, હકા ખીમાભાઈ અને ભીમશી રત્નાભાઈ વીડમાં આવ્યા હતા. અને ધારીયુ, ફરસી, લાકડી સહિતનાઓ હથીયારો સાથે ઉકાભાઈ પર જીવલેણ હુમલો કરી તેમનું મોત નીપજાવ્યુ હતુ. આ કેસના આરોપી હાલ સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા છે. જેમાં 70 વર્ષીય ખીમા સાબંડને કેસ થયાને 5.5 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોય ચિંતા રહેતી હતી. આ કેસમાં તેઓને જામીન મળતા ન હતા કે કેસનો ચૂકાદો આવતો ન હતો. આથી છેલ્લા થોડા સમયથી ખીમા સાબંડ અસ્વસ્થ રહેતા હતા. બે માસ પહેલા પણ તેમને હૃદયરોગનો હુમલો આવતા અમદાવાદ શહેરની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા લઈ જવાયા હતા. ત્યારે તા. 12મી માર્ચના રોજ રાત્રે 10-30 કલાકે ફરીથી તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર જેલ સત્તાવાળા તરફથી તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં રાત્રે 11-03 મીનીટે તેમનું અવસાન થયુ છે. આ અંગે જેલ સત્તાવાળાઓએ એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ આર. એમ. સંગાડા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward