android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું, ઘણા વેપારીઓ કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી
calendar_today March 13, 2026

Rajkot News : રાજકોટમાં ગેસ સંકટ વચ્ચે ઇન્ડક્શનનું વેચાણ વધ્યું, ઘણા વેપારીઓ કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી

એક જ દિવસમાં 1500થી વધુ ઇન્ડક્શનનું વેચાણ થયું છે અને રુ. 1500થી 2200માં વેચાઈ રહ્યા છે ઇન્ડક્શન, ઘણા લોકો કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી અને ઇન્ડક્શનના MRPથી વધુ રૂપિયા વસૂલે છે. કેટલાક સ્થળોએ ગેસ સિલિન્ડરને ઢાંકીને અથવા છુપાવીને રાખવાનો પ્રયાસ પણ કરતા જોવા મળે છે. તેમ છતાં ગેસની અછતને કારણે આ સ્થિતિ લાંબા સમય સુધી છુપાવી રાખવી મુશ્કેલ બની રહી છે. અમુક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓમાં કૃત્રિમ ભાવ વધારો કરી દીધો છે એલપીજીની સપ્લાય ચેઇનમાં અછત સર્જાશે તેવી ભામક વાતો વહેતી થતાં ગુરુવારે પણ લોકોએ ગેસ ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં ધોમધકતા તાપમાં લાઈનો લગાવી હતી. શહેરમાં કોમર્શિયલ ગેસની સપ્લાય ચેઇન બંધ કરી દેતા ખાણી-પાણી વ્યવસાય સાથે જોડાયેલા અમુક વેપારીઓએ ઘરેલું સિલિન્ડરનો બેફામ ઉપયોગ શરૂ કરી દેતાં, તેમજ પેનિક રિએક્શનને કારણે લોકો ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરતાં ડરનું વાતાવરણ સર્જાયું છે. પરિણામે, અમુક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓમાં કૃત્રિમ ભાવ વધારો કરી દીધો છે. નાના ફૂડ સ્ટોલ પર ઘરેલું ગેસ સિલિન્ડર ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે શહેરમાં ગેસ પુરવઠાની અનિશ્ચિતતા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર લાગેલા નિયંત્રણો વચ્ચે હવે ચાની લારીઓ અને નાના ફૂડ સ્ટોલ પર ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ વધતો જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ વ્યાવસાયિક ઉપયોગ માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ફરજિયાત છે, છતાં અછત અને પુરવઠાની અનિયમિતતાના કારણે ઘણા નાના વેપારીઓ ઘરેલું ગેસ સિલિન્ડરનો સહારો લેવા મજબૂર બન્યા છે. આ માટે નિયમોના પણ ખુલ્લેઆમ ધજાગરા ઊડી રહ્યા છે. હાલ ગેસની અછત વચ્ચે નાના વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચાની લારીઓ, નાસ્તાની ગાડીઓ અને નાના ફૂડ સ્ટોલ પર ઘરેલું ગેસ સિલિન્ડર ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે.આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 40 ઈ.વી.કાર ઉપરાંત 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મિડલ ઈસ્ટ યુદ્ધની અસરથી LPG ગેસને લઈ સંકટ, ગેસ એજન્સી પર બુકિંગ માટે લાગી લાઈનો
calendar_today March 13, 2026

Gujarat Latest News Live : મિડલ ઈસ્ટ યુદ્ધની અસરથી LPG ગેસને લઈ સંકટ, ગેસ એજન્સી પર બુકિંગ માટે લાગી લાઈનો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar News : દહેગામના પશુપાલકો ઉત્તમ ડેરી સામે લડી લેવાના મૂડમાં, આજે 300થી વધુ ટ્રેક્ટર સાથે ગાંધીનગર કરશે કૂચ
calendar_today March 13, 2026

Gandhinagar News : દહેગામના પશુપાલકો ઉત્તમ ડેરી સામે લડી લેવાના મૂડમાં, આજે 300થી વધુ ટ્રેક્ટર સાથે ગાંધીનગર કરશે કૂચ

પશુપાલકોનું કહેવું છે કે, દૂધ અન્ય ડેરીમાં ભરવા પર પ્રતિબંધ મૂકયો છે અને દૂધ પ્રતિબંધથી પશુપાલકોમાં ભારે રોષ છે, પશુપાલકોને મધુર ડેરી ફેટના રુ. 855 ચૂકવે છે અને ઉત્તમ ડેરી પશુપાલકોને ફેટના રુ. 810 ચૂકવે છે અને વાર્ષિક ભાવ ફેરમાં પશુપાલકને 10 ટકા નુકસાન થતું હોવાની વાત સામે આવી છે અને દેહગામના પશુપાલકોને વાર્ષિક 18 કરોડનું નુકસાન થતું હોવાની વાત છે. 91 દૂધ મંડળીના 15 હજાર પશુપાલકોને નુકસાન પશુપાલકોનુ 3 દિવસનું 2 લાખ લીટર દૂધ રખડ્યુ છે અને ઉત્તર ડેરીના ચેરમેન સામે સરકાર કેમ ઝૂકી રહી છે તેવો આક્ષેપ પશુપાલકો કરી રહ્યાં છે, મોહન ભરવાડ સામે સરકાર કેમ ઝુકી તેવા આક્ષેપ પશુપાલકો કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં પશુપાલકો ટ્રેક્ટરો લઈને નેહરુ ચોકડીથી સીધા વિધાનસભા તરફ કૂચ કરશે.હવે જોવાનું એ રહેશે કે પોલીસ પશુપાલકોને ગાંધીનગરના ઉંબરે જતાં અટકાવશે કે પછી ઘર્ષણની નવી સ્થિતિ સર્જાશે. છેલ્લા 3 દિવસથી દૂધના ભાવ મુદ્દે ભારે ઘમસાણ મચી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પૂતળા દહન અને નનામી પણ કાઢવામાં આવી હતી ઉત્તમ ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ હવે મંત્રણાના ટેબલ પરથી ઉતરીને રસ્તા પર આવી ગયો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે તેમને પૂરતા ભાવ નથી મળી રહ્યા અને મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, આંદોલનના પહેલા જ દિવસે ઉગ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે પશુપાલકો ઉત્તમ ડેરીના શીત કેન્દ્રને તાળાબંધી કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં પહેલાથી તૈનાત બાઉન્સરોને જોઈ પશુપાલકોનો પિત્તો ગયો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ શીત કેન્દ્રના દરવાજે જ દૂધની નદીઓ વહાવી દીધી હતી. ગ્રામીણ વિસ્તારોમાં તો ડેરીના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પૂતળા દહન અને નનામી પણ કાઢવામાં આવી હતી. આ પણ વાંચો : Surendranagar News : પાંચાળની પવિત્ર ધરા પર ચોટીલા ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ, ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ

Read Full Story arrow_forward