Surendranagar: રાંધણ ગેસનું કમઠાણ ટાળવા તંત્ર એકશન મોડમાં
ખાડી દેશોમાં યુધ્ધની અસરથી ભારતમાં ગેસની અછત સર્જાવાની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં સરકાર ઘરેલુ ગેસને હાલ પ્રાથમીકતા આપી રહી છે. ગુરૂવારે જિલ્લા પુરવઠા અધિકારી સહિત તમામ તાલુકાઓના મામલતદારની ટીમોએ જિલ્લાની 23 ગેસ એજન્સીઓમાં સ્થળ તપાસ કરી હતી. જેમાં હાજર LPG સીલીન્ડરનો સ્ટોક, વિતરણ વ્યવસ્થા ચકાસવામાં આવી હતી. હાલ જિલ્લાની 23 ગેસ એજન્સીઓ પાસે 7,223 ગેસ સીલીન્ડર ઉપલબ્ધ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મીડલ ઈસ્ટના દેશોમાં યુધ્ધની પરીસ્થીતી વચ્ચે ભારતમાં રાંધણ ગેસ (એલપીજી)ની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે. સરકારે ઘરેલુ ગેસ અને કોમર્શીયલ ગેસના ભાવમાં હાલ વધારો ઝીંકી બુકીંગના દિવસોમાં ફેરફાર કરાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતાર લાગે છે. અને આગામી દિવસોમાં ગેસ મળશે કે કેમ તે અંગે તેમના મનમાં સવાલો ઉભા થયા છે. ત્યારે ગેસમાં સંગ્રહખોરી ડામવા સહિતની તપાસનો ધમધમાટ ગુરૂવારે જિલ્લાભરમાં શરૂ રહ્યો હતો. જિલ્લા કલેકટર કે.એસ.યાજ્ઞીકની સુચનાથી જિલ્લા પુરવઠા અધીકારી એ.જી.ગજ્જર સહિત સમગ્ર જિલ્લાના તાલુકાઓમાં મામલતદારે તેમના કાર્યક્ષેત્રમાં આવતી વીવીધ ગેસ એજન્સીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં એજન્સીમાં ઉપલબ્ધ ગેસ સીલીન્ડરના જથ્થાની ભૌતીક ચકાસણી કરાઈ હતી. જયારે એજન્સીના સ્ટોક રજીસ્ટર, વીતરણ વ્યવસ્થાની પણ તપાસણી કરવામાં આવી હતી. ગેસ સીલીન્ડરની સંગ્રહખોરી અને કાળા બજારી અટકાવવાના હેતુથી કરાયેલ આ તપાસમાં ખાસ કરીને ઘર વપરાશના સીલીન્ડરનો જથ્થો ગ્રાહકોને પ્રાથમીકતાના ધોરણે મળી રહે તે માટે ગેસ એજન્સીઓને કડક સુચના અપાઈ છે. જો કોઈપણ કક્ષાએ અનીયમીતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહીની ચીમકી પણ તુત્રે ઉચ્ચારી છે. અને આગામી દિવસોમાં પણ આવુ સઘન ચેકિંગ ચાલુ રહેનાર હોવાનું જણાવાયુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward