android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bayad: બાયડ તાલુકાની આંબલિયારા ગ્રા.પં.ના તલાટીને ફરજ પરથી મોકૂફ કરી દેવાયા
calendar_today March 13, 2026

Bayad: બાયડ તાલુકાની આંબલિયારા ગ્રા.પં.ના તલાટીને ફરજ પરથી મોકૂફ કરી દેવાયા

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની આંબલિયારા ગ્રામ પંચાયતના તલાટીને ફરજમોકૂફ કરતો આદેશ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ (પંચાયત)એ કર્યો છે. પૂર્વ મંજૂરી કે રજા મંજૂર કરાવ્યા સિવાય પોતાની ફરજ પર ગેરહાજર રહેવાના મામલે બાયડ ટીડીઓના રિપોર્ટ બાદ તલાટી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બાયડની આંબલિયારા ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે વી એસ પરમાર ફરજ બજાવે છે. બાયડ ટીડીઓએ જિલ્લા પંચાયતને ગત તા.10-11-2025ના રોજ રિપોર્ટ કર્યો હતો. જે મુજબ તલાટી પૂર્વ મંજૂરી કે રજા મંજૂર કરાવ્યા સિવાય પોતાની ફરજ પર ગેરહાજર રહેતા હતા. એટલું જ નહીં ગેરહાજર રહેવા બદલ પાઠવેલી નોટીસોના ખુલાસા પણ રજૂ કર્યા હતા. તેમના બેજવાબદારીભર્યા વર્તનના કારણે ગ્રામ પંચાયત કચેરીની કામગીરી ખોરવાઇ હતી. સમયસર માહિતી રજૂ ન કરાતાં વડી કચેરીએ અહેવાલો, તપાસ, જવાબો સમયસર થઇ શક્તા ન હતા. આથી બાયડ ટીડીઓએ તેમની વિરૂદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતને રિપોર્ટ કર્યો હતો. બાયડ ટીડીઓના આ રિપોર્ટ તેમજ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો-1997, ગુજરાત પંચાયત સેવા (વર્તણુંક) નિયમો- 1998 તેમજ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીના નોંધ પરના આદેશને જોતાં અરવલ્લી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ (પંચાયત) દ્વારા બાયડની આંબલિયારા ગ્રામ પંચાયતના તલાટી વી એસ પરમારને ફરજમોકૂક કરવાનો આદેશ કરાયો હતો. તા.01-03-2026ની અસરથી તેમને ડિમ્ડ સસ્પેન્શન હેઠળ મુકવાનો હુકમ કરાયો છે. એટલું જ નહીં, તેમના ફરજમોકૂફીના સમયગાળા દરમિયાન તેમનું હેડક્વાર્ટર ધનસુરા તાલુકા પંચાયત કચેરી રહેશે તેવો પણ આદેશ કરાયો છે. બાયડ ટીડીઓને આદેશની નકલ મોકલી તેની બજવણી તલાટીને કરવા પણ તાકીદ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Banaskantha: લાખણીમાં LPG ગેસનો કાળો કકળાટ
calendar_today March 12, 2026

Banaskantha: લાખણીમાં LPG ગેસનો કાળો કકળાટ

ઇરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વધતા જતા તણાવના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઉભું થયું છે. જેના કારણે ભારતમાં પણ LPG ગેસની ભારે અછત સર્જાઈ હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં LPG ગેસનો કાળો કકળાટ ફેલાયો છે,લાખણી તાલુકામાં મોટાભાગે HP ગેસના ગ્રાહકો છે અને અત્યાર સુધી તો એવું બનતું હતું કે ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે ગેસની બોટલ મળી રહેતી હતી અને સરળતાથી ગેસના બોટલની નોંધણી પણ થઈ જતી હતી અને OTP પણ આવી જતો હતો પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો લાખણી તાલુકામાં ગેસની બોટલોનો કાળો કકળાટ વ્યાપી ગયો છે અને લોકો સવારથી સાંજ સુધી ગેસની એજન્સી આગળ ભૂખ્યા તરસ્યા ઉભા રહે છે અને પોતાના મોબાઈલમાંથી ગેસની નોંધણી કરવા માટે મથે છે પણ ગેસની નોંધણી થતી નથી અને OTP આવતો નથી જેના કારણે લોકોને ગેસની બોટલ મળતી નથી એની સીધી અસર રસોડા પર થઈ રહી છે અને બેન-દીકિરીઓ પરેશાન થઈ રહી છે ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે મામલતદાર કચેરીમાંથી સુપરવિઝન થાય છે અને સવાર સાંજ સ્ટોક લેવામાં આવે છે જેટલા ઓ.ટી.પી. આવ્યા હોય એટલા લોકોને જ ગેસની બોટલ આપવી પણ હવે અહીં તો ઓ.ટી.પી. જ નથી આવતો એના માટે જવાબદાર કોણ ? લાખણી તાલુકામાં દૂર દૂરથી લોકો ગેસની બોટલ લેવા માટે ભરોસો રાખીને આવે છે અને અહીં આવ્યા પછી ધક્કો પડે છે એટલે નિસાસો નાખીને પાછા ફરે છે ત્યારે લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈને સત્વરે લાખણીમાં ગેસની બોટલો સરળતાથી મળી રહે એ દિશામાં યથાયોગ્ય પ્રયત્ન કરવાની લોકોની માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli: મેઘરજના લાલપુર ગામની સીમમાં જીપ પલટી જતાં મહિલાનું કચડાતા મોત થયું
calendar_today March 12, 2026

Aravalli: મેઘરજના લાલપુર ગામની સીમમાં જીપ પલટી જતાં મહિલાનું કચડાતા મોત થયું

મેઘરજ તાલુકામાં પેસેન્જર જીપો અને ઈકો ગાડીઓએ પેસેન્જર ભરવામાં અને ચલાવવામાં હદ વટાવી દીધી હોય તેમ એસ.ટી.સ્ટેશન, પંચાલ ચોકડી તથા વાત્રક પુલ સાઈડ અને માલપુર રોડ ઉપર જીપો અને ઈકો ગાડીઓનો જમેલો જામે છે. જલ્દી- જલ્દી બીજા ફેરાની લાલચમાં આ ચાલકોએ આવી પેસેન્જર ગાડીઓ ચલાવવામાં પણ માજા મૂકી દીધી છે અને જયારે અકસ્માત થાય ત્યારે નિદોષ પેસેન્જર ભોગ બને છે. આવો જ એક કમાન્ડર જીપ ગાડીચાલકે કસાણા જતા માર્ગ ઉપર ગાડીમાં પેસેન્જર ભર્યા હોવા છતાં પુર ઝડપે અને ગફલત ભરી રીતે જીપ ચલાવી જીપ ઉપરનો કાબુ ગુમાવતાં જીપ લાલપુર ગામની સીમમાં રોડ સાઈડે ખાડામાં પલટી ખાઈ જતાં એક મહીલા પેસેન્જર દબાઈ જતાં તેનું મોત થયુ હતુ જયારે અન્ય ત્રણથી ચાર મુસાફરો ઘવાયા છે. અકસ્માત થતાં જીપનો ચાલક જીપમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની મેઘરજ પોલીસમાં મરનાર મહિલાના પુત્ર સુભાષભાઈ ચંદુભાઈ ડામોર (રહે, મુન્શીવાડા,તા. મેઘરજ) પોલીસમાં કમાન્ડર જીપ ગાડીનં.જીજે.01.બીકે.8346ના ચાલક અમરત જેઠાભાઈ પગી (રહે, હનુમાન કંપા,વડથલી,તા.મેઘરજ) સામે આપેલ ફરિયાદની હકીકત મુજબ, ફરિયાદીના માતા શાન્તાબેન ચંદુભાઈ ડામોર તથા પિતા ચંદુભાઈ ખાતુભાઈ ડામોર સવારે 10 વાગ્યે પોતાના ગામ મુન્શીવાડાથી મેઘરજ ઘરના સામાનની ખરીદી માટે ગયા હતા. બપોરે અઢી વાગ્યાના સુમારે તેઓ મેઘરજનું કામ પુરૂ કરીને મુન્શીવાડા ગામે મેઘરજથી એક પેસેન્જર જીપમાં આવી રહ્યા હતા તે સમયે મુન્શીવાડા નજીક લાલપુર ગામની સીમમાં જીપચાલકે જીપ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતાં ચાલકે જીપ ઉપરનો કાબુ ગુમાવતાં જીપ રોડ સાઈડના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. જીપ પલટી ખાતાં જીપચાલક જીપમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો જ્યારે કેટલાક પેસેન્જર પણ જીપમાંથી કુદી પંડયા હતા જયારે જીપમાં બેસેલ ફરિયાદીના માતા શાન્તાબેન જીપ નીચે દબાઈ જતાં તેઓનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ ઘટનાની 108 તથા મેઘરજ પોલીસને જાણ થતાં તેઓ તાકીદે સ્થળ ઉપર આવી ગયા હતા અને ઘાયલ મુસાફરોને 108માં મેઘરજ સારવાર માટે મોકલાયા હતા.મેઘરજ પોલીસે જીપ ચાલક અમરત પગી સામે ગુનો દાખલ કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward