Himatnagar: કરોડોની રકમ ઓળવી લેનાર છઇ પોન્ઝી સ્કીમનો મુખ્ય સંચાલક પકડાયો
સાબરકાંઠા સહિત ગુજરાતના અન્ય ઠેકાણે એ.આર તથા એ.આઈ પોન્ઝી સ્કીમના સંચાલકો ભોળા રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી અત્યાર સુધીમાં અંદાજે રૂ.3.40 કરોડની રકમ ઓળવી ગયા બાદ તેઓ ભૂગર્ભમાં જતાં રહ્યા હતા જે અંગે તત્કાલિન સમયે સીઆઈડી ક્રાઈમે ગુનો પણ દાખલ કર્યો હતો ત્યારબાદ કેટલાકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બુધવારે સીઆઈડી ક્રાઈમ અને હિંમતનગર એ.ડિવીઝન પોલીસે સંયુકત તપાસ કરીને વધુ એક મુખ્ય સંચાલકને ઝડપી લઈ બાકીનાને પકડવા માટે પોલીસે ટીમો બનાવી કામે લગાડી દીધી છે. પોલીસે એ.આર પોન્ઝી સ્કીમની બંધ થઈ ગયેલી ઓફિસનું પણ સર્ચ કરીને કેટલાક દસ્તાવેજો હાથવગા કરી લીધા છે.આ અંગે ડિવાયએસપી એ.કે.પટેલના જણાવાયા મુજબ, થોડાક સમય અગાઉ સાબરકાંઠા સહિત ગુજરાત અન્ય સ્થળે એ.આર પોન્ઝી સ્કીમ સાથે જોડાયેલા અજયસિંહ મકવાણા તથા અન્ય લોકોએ મૂડી પર વધુ વ્યાજ આપવાની લાલચ આપીને કેટલાક રોકાણકારો પાસેથી પેઢીના નામે કરોડો રૂપિયા મેળવી ઓફિસો બંધ કરી ગાયબ થઈ ગયા હતા ત્યારબાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયેલી છેતરપીંડીની ફરિયાદ બાદ હજૂ સુધી મુખ્ય ભેજાબાજ પોલીસ પકડથી દુર છે ત્યારે સીઆઈડી ક્રાઈમ અને હિંમતનગર એ.ડિવીઝન પોલીસે બાતમીને આધારે ગુરૂવારે અજયસિંહ મકવાણાને દબોચી લીધો હતો. જોકે પોલીસે હાલના તબક્કે અન્ય લોકોને પકડવાના બાકી હોવાથી ક્યાંથી પકડાયો તેનું રહસ્ય અકબંધ રાખ્યું છે. જેથી પોલીસનું માનવું છે કે આગામી થોડાક દિવસોમાં એ.આર પોન્ઝી સ્કીમમાં સંડોવાયેલા કેટલાક સાગરિતો ઝડપાઈ જશે. પોન્ઝી સ્કીમ ચલાવનારાઓએ રોકાણકારોને 3 ટકાથી 10 ટકા સુધીનું વળતર આપવાની લાલચો આપી રોકાણકારોના અંદાજે રૂ.3.40 કરોડ ઓહીયા કરી ગયા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે, અત્યાર સુધી અજયસિંહ મકવાણા ક્યાં છુપાયા હતા અને તેમને કોણે, ક્યારે, કેવી રીતે અને કેમ મદદ કરી તેનો ખુલાસો પોલીસ અધિકારીઓ આપી શકે તેમ છે. હાલ તો જે રોકાણકારોના નાણાં ત્રણ વર્ષથી સલવાયા છે તેઓ પોતાનું રોકાણ ક્યારે પરત મળે તેની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 10 રોકાણકારોએ અત્યારસુધી પોલીસ ફરિયાદ કરી છે જેના પગલા પોલીસે ત્રણથી વધુ ટીમો બનાવીને અગાઉ 2 જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે મુખ્ય સંચાલક અજ્યસિંહ મકવાણાને ઝડપી લીધા બાદ પોલીસે એ.આર કન્સલ્ટન્સી ઓફિસનું સર્ચ કરીને કેટલાક દસ્તાવેજો કબજે લીધા છે ત્યારે તેનો અભ્યાસ કર્યા બાદ વધુ વિગતો જાહેર થવાની શક્યતા છે. પોન્ઝી સ્કીમના સંચાલકો રોકાણકારો પાસેથી જે રકમ મેળવતા હતા તે રકમ બિટકોઈનમાં, યુએસડીટીમાં બાયસેલ કરવાનું જણાવતા હતા. આમ કહી રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લાલચ આપી રોકાણ કરાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward