android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: કોલવડાના અત્યંત બિસ્માર ઐતિહાસિક તળાવને પુનર્જીવિત કરાયું
calendar_today March 12, 2026

Gandhinagar: કોલવડાના અત્યંત બિસ્માર ઐતિહાસિક તળાવને પુનર્જીવિત કરાયું

કોલવડા ખાતેના ઐતિહાસિક તળાવની આસપાસના વિસ્તારમાંથી ઉગી નીકળેલી જંગલી વનસ્પતિઓને દૂર કરી મહાપાલિકા દ્વારા તેનું પુનઃનવીનીકરણ કરવામાં આવ્યું છે. આ તળાવને વૈજ્ઞાનિક પદ્ધતિથી પુનર્જીવિત કરવાથી સ્થાનિક જળસ્તર ઉંચા આવવાની સાથે જૈવવિવિધતામાં પણ વધારો શક્ય બન્યો છે. અગાઉ આ તળાવ જંગલી ઝાડી-ઝાંખરા તથા માટીના ધોવાણ અને કચરાની ગંદકીના કારણે અત્યંત બિસ્માર હાલતમાં હતું. અત્યારે આ વિસ્તારના રહીશો અને વિવિધ પક્ષીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. ગાંધીનગરના સ્થાનિક અને વિદેશી પક્ષીઓના કારણે લોકોમાં મીની નળસરોવર તરીકે ઓળખ પામ્યું છે.એકસમયે કોલવડા તળાવ ગંદા પાણીના ખાબોચિયાં જેવું દેખાતું હતું. જંગલી ઝાડી વિસ્તારને જોઈ કોઈ કહી ના શકે કે આ તળાવ છે. વર્ષો સુધી આ કુદરતી તળાવની દરકાર લેવામાં આવી નહતી. કોર્પોરેશન દ્વારા તળાવોનો સર્વે કરવામાં આવ્યો ત્યારે ખાડા-ખાબચિયા જેવી જગ્યા મળી આવી હતી. મહાપાલિકા દ્વારા એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી કોલવડા ઈન્દિરાનગર આવાસ પાસે આવેલા આ ઐતિહાસિક તળાવના પુનઃનવીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. અંદાજે 5.42 એકર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને વૈજ્ઞાનિક પદ્ધતિથી પુનર્જીવિત કરવામાં આવ્યું છે. અંદાજે બે ટનથી વધુ બિનજરૂરી કચરો અને નુકસાનકારક જંગલી વનસ્પતિઓ દૂર કરી સફાઈ કરવામાં આવી, અને ત્યારબાદ આ તળાવને ઉંડુ કરવામાં આવ્યું તથા આજુબાજુના વિસ્તારને પણ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. તળાવની પેરીફેરીમાં મજબૂત ફેન્સિંગ કરી કુદરતી સંપદાને સુરક્ષિત કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: સરકારી દફ્તરે માત્ર 25 હજાર શ્વાનની ગણતરી કરવામાં આવી
calendar_today March 12, 2026

Anand: સરકારી દફ્તરે માત્ર 25 હજાર શ્વાનની ગણતરી કરવામાં આવી

આણંદ જિલ્લામાં એસઆઇઆરની કામગીરી પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા શ્વાનની ગણતરીની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના વિવિધ એકમો તેમજ જાહેર સ્થળોએ ગ્રામ્ય વિસ્તાર અને પરિસરમાંથી તંત્રના ચોપડે 25 હજાર શ્વાન નોંધાયા છે. જેમાં જિલ્લાના પીએચસીમાં 28, સીએચસી, જનરલ હોસ્પિટલમાં 42 મળી કુલ 70 શ્વાન આરોગ્ય કેન્દ્રોના ર્રિસરમાં ખુલ્યુ છે. શ્વાન ગણતરી આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી પરિસર, એસ.ટી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો સહિત અનેક સ્થળોએ શ્વાન નજરે પડયા છે. સુપ્રિમ કોર્ટના આદેશથી રખડતા શ્વાનના કેસ મુદ્દે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને સચોટ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જો કે જિલ્લામાં શ્વાનની ઉંચી સંખ્યા વચ્ચે 25 હજાર શ્વાનની ગણતરી દફતરે નોંધાઇ છે.આણંદ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ સતત ચાલતી અનેક પ્રકારની કામગીરીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સરની કામગીરી પૂર્ણ થતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ, વસ્તી ગણતરીની કામગીરી સહિત સતત વધતા જતા કામગીરીના ભારણથી કર્મચારીઓની કફોળી સ્થિતિ થઇ છે. ત્યારે રાજ્ય સરકારના આદેશથી સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં રેહેલા શ્વાનોની ગણતરી કરવાની જવાબદારી આરોગ્ય કર્મચારીઓને સોંપવામાં આવી હતી. ત્યારે સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયત પરિસર, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, રમતગમત સંકુલો, કોમ્યુનિટિ હોલ, બાગ બગિચા, વારીગૃહ, ગોડાઉન સહિતની અનેક ઇમારતોમાં શ્વાનની ગણતરી કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 25 હજાર શ્વાનની ગણતરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. તદ્ઉપરાંત શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શ્વાનની ગણતરી પૂર્ણ કરાઇ છે. જો કે કામગીરી પૂર્ણ થતા રખડતા શ્વાનના ખસીકરણ કર્યા બાદ શ્વાનની સંખ્યાને નિયંત્રણ કરવાનો પ્રયાશ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: રેલવે તંત્રના પાર્કિંગની જગ્યાનો વિવાદ, બે વર્ષથી કબજો જમાવી દેવાયો
calendar_today March 12, 2026

Anand: રેલવે તંત્રના પાર્કિંગની જગ્યાનો વિવાદ, બે વર્ષથી કબજો જમાવી દેવાયો

આણંદ શહેરના રેલ્વે સ્ટેશનના પાર્કિંગની જગ્યા ઉપર રેલ્વે વિભાગે છેલ્લા બે વર્ષથી કબજો જમાવ્યો હોય મનપા દ્વારા તત્કાલિન રાહે પાર્કિંગની જગ્યાનો કબજો મેળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તત્કાલિન નગરપાલિકાના સત્તાધિશોએ રેલ્વે વિભાગ દ્વારા પાર્કિંગ માટે જગ્યા પુનઃ ભાડા પટ્ટે આપવા માટે માંગ કરી હતી. પરંતુ સામાન્ય સભામાં રજુ કરેલો પ્રસ્તાવ રદ થવા છતા રેલ્વે વિભાગ દ્વારા ભાડે આપવામાં ન આવી હોવા છતા જગ્યા ઉપર કબજો રાખી ભાડુ વસુલતા હોવાની વાત સામે આવી છે. તેવા સંજોગોમાં મહાનગરપાલિકા દ્વારા જગ્યાનો કબજો પરત મેળવવો જોઇએ તેવી ચર્ચાઓએ જોર પકડયુ ચે. આણંદ રેલ્વે સ્ટેશન પાસેના ટી.પી.1 માં આવેલ 1500 ચોરસ મીટર જગ્યા રેલ્વે વિભાગને અગાઉના નગરપાલિકાના શાસકોએ નજીવા દરે 9 વર્ષના કરારથી પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવી હતી.જેનો કરાર પૂર્ણ થયે બે વર્ષથી પરવાનગીની વિના ભાડાપટ્ટા રીન્યુ કર્યા વિના રેલ્વેતંત્રએ જગ્યા ઉપર કબજો રાખીને પાર્કિંગના ખાનગી કોન્ટ્રેક્ટર પાસેથી તગડુ ભાડુ વસુલી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ આ મુદ્દે નોટિસ ઇશ્યુ કરી હોવાનું જણાવી નક્કર કામગીરી કરવાના સ્થાને ફક્ત કાગળના ઘોડે કામગીરી કરતા સ્થાનિકકક્ષાએ મહાનગરપાલિકાની બેવડી નીતિ-રીતિની ટીકા થઇ રહી છે. રેલ્વેના પાર્કિંગ વિભાગમાં વેન્ડરઝોન ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward