Mahesana: જોટાણા તાલુકો દેશી મરચાનું પીઠું, ખેડૂતોને 40 ટકા વધુ ભાવ મળ્યા
જોટાણા તાલુકો ગુજરાતમાં દેશી લાલ મરચાનું મુખ્ય કેન્દ્ર (પીઠું) ગણાય છે. અહીંનું મરચું તીખાશ, સ્વાદ અને ગુણવત્તાને કારણે રાજ્યભરમાં તેમજ વિદેશમાં પણ પ્રખ્યાત છે. જોટાણા માર્કેટ યાર્ડ ખાતે મરચાની મોટી આવક થાય છે અને તેના ભાવ ખેડૂતો માટે મહત્વના રહે છે. ગરમ-સુકું હવામાન, ફ્ળદ્રુપ જમીન અને સિંચાઈની સુવિધા અહીં મરચાનું સારુ ઉત્પાદન કરાવે છે. ચોમાસુ (જૂન-જુલાઈ) અને શિયાળુ (સપ્ટેમ્બર-ઓક્ટોબર)માં મરચાનું વાવેતર કરવામાં આવે છે. ખેડૂતો મરચાને છોડ પર જ ચૂંટીને ડોડિયા બનાવે છે પછી સુકવીને માર્કેટમાં વેચે છે. મરચાનું વાવેતર નદાસા, સીતાપુર, ઉઘરોજ, ખદલપુર, રાણીપુરા, દીગડી, સુંવાળા વગેરેમાં વ્યાપક વાવેતર થાય છે. ખેડૂતો ટ્રેક્ટર ભરીને જોટાણા યાર્ડમાં આવે છે.અગાઉના વર્ષોમાં દરરોજ 1000 મણ સુધીની આવક નોંધાતી હતી. ચાલુ સિઝનમાં કમોસમી વરસાદ, હવામાન પલટાને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે જેનાથી ભાવમાં વધારો થયો હતો. પ્રખ્યાત મરચાની જાતો અને તેમની ખાસિયતો રેશમપટ્ટો ગુજરાતમાં સૌથી લોકપ્રિય, મધ્યમ તીખાશ, સારો સ્વાદ, કાશ્મીરી ઘાટો લાલ રંગ, તીખાશ ઓછી, રંગ માટે વપરાય છે, લવિંગીયા ખૂબ જ તીખી જાત, ઘોલર, દેશી પરંપરાગત દેશી જાતો, સારી તીખાશ, શિમલા મોટા-જાડા, તીખાશ ઓછી, મુખ્યત્વે સલાડ,શાકમાં વપરાય છે. ગત વર્ષે રૂ.500 થી રૂ.800 સુધીનો 20 કિલો લીલા ડોડવાનો ભાવ રહ્યો છે. જયારે ચાલુ સાલે રૂ.1,000 થી રૂ.1,600નો લીલા ડોડવાનો ભાવ બોલાયો હતો. તેમાંથી સુકો પાવડર 3.5 થી 4 કિલો પાવડર નીકળે છે. કાશ્મીરી મરચું પાવડરનો ભાવ રૂ.800 થી રૂ.1,200 પ્રતિ કિલો, દેશી/ચાલુ મરચું રૂ.400 થી રૂ.500 (દેશી), રૂ.300 થી રૂ.400 (ચાલુ) તેમજ ટામેટી મરચાનો રૂ.600 થી 700નો ભાવ રહ્યો છે. આ વર્ષે ઉત્પાદન ઘટવાથી ભાવમાં 30 થી 40% વધારો જોવા મળ્યો હતો. પરંતુ, તાજેતરમાં આવક વધતાં કેટલાક દિવસોમાં ભાવમાં કડાકો (ઘટાડો) જોવા મળ્યો છે. દરરોજના ભાવમાં ફેરફાર થતો રહે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward