android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અદાણી ફાઉન્ડેશનની મોટી જાહેરાત, 'સ્વાભિમાન' પહેલ હેઠળ દેશની 10 લાખ મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક
calendar_today March 12, 2026

અદાણી ફાઉન્ડેશનની મોટી જાહેરાત, 'સ્વાભિમાન' પહેલ હેઠળ દેશની 10 લાખ મહિલાઓ બનશે ઉદ્યોગસાહસિક

અદાણી ગૃપની સામાજિક પાંખ (સોશિયલ વિંગ) અદાણી ફાઉન્ડેશને તેની 30મી વર્ષગાંઠ પૂર્વે મહિલા સશક્તિકરણ માટેના 'સ્વાભિમાન' કાર્યક્રમના ભવ્ય વિસ્તરણની જાહેરાત કરી છે. મુંબઈના NCPA ખાતે આયોજિત "સ્વાભિમાન - ધ રાઇઝ ઓફ શી" કાર્યક્રમમાં ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરની 10 લાખ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર અને ઉદ્યોગસાહસિક બનાવવાનું નેતૃત્વ સંભાળ્યું છે.મહારાષ્ટ્રથી થશે રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ષમાં જ રાજ્યની 1 લાખ મહિલાઓને સશક્ત બનાવીને તેમને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડવામાં આવશે. આ માટે અદાણી ફાઉન્ડેશને મહારાષ્ટ્ર સરકારની નોડલ એજન્સી 'મહિલા આર્થિક વિકાસ મહામંડળ' (MAVIM) સાથે પીપીપી (PPP) મોડેલ પર ભાગીદારી કરી છે. 'સ્વતેજા માર્ટ' અને ક્લાઉડ કિચનનું લોન્ચિંગ મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર મળી રહે તે માટે મુંબઈમાં 'સ્વતેજા માર્ટ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ સ્થાનિક મહિલાઓને ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ માટે તૈયાર મંચ પૂરો પાડશે. આ સાથે જ મહિલા સંચાલિત 'ક્લાઉડ કિચન' પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ કાર્યક્રમે મુંબઈમાં 800થી વધુ મહિલાઓને "લખપતિ દીદી" બનાવવામાં સફળતા મેળવી છે. ડૉ. પ્રીતિ અદાણીનું વિઝન આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, મહિલાઓનું સશક્તિકરણ એ સમુદાયોને મજબૂત કરવાનો સૌથી શક્તિશાળી માર્ગ છે. મુંબઈની મહિલાઓની પ્રેરણાદાયી સફર બાદ હવે અમે આ મોડેલને સમગ્ર ભારતમાં લઈ જઈ રહ્યા છીએ. અમારું ધ્યાન ટકાઉ આજીવિકા અને મહિલા નેતૃત્વ હેઠળના ઉદ્યોગો પ્રોત્સાહન આપવા પર છે. આ પણ વાંચો - Air India Airlines : મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયા 78 ફ્લાઈટ કરશે શરૂ

Read Full Story arrow_forward
Hormuz Straitથી 20 ટેન્કર કાઢવા માગે છે ભારત, ઈરાન સાથે ચાલી રહી છે વાતચીત
calendar_today March 12, 2026

Hormuz Straitથી 20 ટેન્કર કાઢવા માગે છે ભારત, ઈરાન સાથે ચાલી રહી છે વાતચીત

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય તેલ ટેન્કરોને લઈને ભારત સક્રિય બન્યું છે. અહેવાલ મુજબ ભારત હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ 20 ટેન્કરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા ઈરાન સાથે સતત ચર્ચા કરી રહ્યું છે.ક્રૂડ ઓઈલ પુરવઠો સંપૂર્ણ સુરક્ષિત: પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરી આ અંગે ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ જણાવ્યું કે હાલ દેશમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ તાત્કાલિક અછત સર્જાય તેવી શક્યતા નથી. તેમ છતાં પરિસ્થિતિ પર સરકાર સતત નજર રાખી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી બાદ વૈશ્વિક તેલ બજારમાં ચિંતા વધી છે. યુદ્ધની સ્થિતિને કારણે LPG, ગેસ અને ક્રૂડ ઓઈલથી ભરેલા ઘણા ટેન્કરો હાલ હોર્મુઝ ખાડી વિસ્તારમાં ફસાયેલા છે. ભારત અને ઈરાન વચ્ચે રાજનૈતિક સ્તરે પણ ચર્ચા આ દરમિયાન હોર્મુઝ વિસ્તારમાંથી પસાર થતા જહાજો પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને તેલ પુરવઠા પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત અને ઈરાન વચ્ચે રાજનૈતિક સ્તરે પણ ચર્ચા થઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે તાજેતરમાં વાતચીત થઈ છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થાય તે પહેલાં ભારતના કુલ ક્રૂડ ઓઈલ આયાતમાંથી લગભગ 45 ટકા પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે આવતો હતો. તેથી આ વિસ્તારની પરિસ્થિતિ ભારતની ઊર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પણ વાંચો : Donald Trumpએ કહ્યું 'દુનિયાને બરબાદ નહીં થવા દઉં, અમેરિકા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ'

Read Full Story arrow_forward
Petladમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, શિક્ષક દંપતીના ઘરને બનાવ્યું નિશાન
calendar_today March 12, 2026

Petladમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, શિક્ષક દંપતીના ઘરને બનાવ્યું નિશાન

પેટલાદમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મહાકાળી ટેનામેન્ટમાં શિક્ષક દંપતીના મકાન ઉપર તસ્કરો ત્રાટક્યા છે. જ્યારે દંપતી સ્કૂલમાં ફરજ પર હતા ત્યારે તસ્કરોએ ચોરી કરી હતી ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા માહિતી મુજબ, બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે તસ્કરો હાઇવે રસ્તા પાસે આવેલા વિનય પ્રજાપતિના મકાનના તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તેમણે મકાનની તિજોરીના તાળા તોડી સોનાના મંગલસૂત્રની ચોરી કરી હતી સમગ્ર વિસ્તારમાં ફફડાટ દિવસે થયેલી ચોરીને લઇ સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. આ મામલે પેટલાદ પોલીસને જાણ કરાઇ છે પોલીસને પડકાર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઉંડી તપાસ શરુ કરી છે. ધોળા દિવસે તસ્કરોએ ચોરી કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો છે..આ પણ વાંચો----     Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

Read Full Story arrow_forward