android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: રૈયાધાર મફતિયાપરામાં SOGની રેડ, નકલી નોટો છાપતો નૈતિક અગ્રાવત ઝડપાયો
calendar_today March 12, 2026

Rajkot News: રૈયાધાર મફતિયાપરામાં SOGની રેડ, નકલી નોટો છાપતો નૈતિક અગ્રાવત ઝડપાયો

રાજકોટ શહેર પોલીસની ખાસ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નકલી નોટના કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેરના રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરીને નકલી નોટો બનાવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી નકલી નોટો બજારમાં વહેતી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.ચલણી નોટોનું ઘરે જ કરતો હતો છાપકામ ઘટનાની મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રૈયાધાર મફતિયાપરામાં એક શખ્સ પોતાના ઘરે જ ભારતીય ચલણી નોટોની નકલ બનાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી નકલી નોટો મળી આવી હતી. આરોપી નૈતિક અગ્રાવત નામના શખ્સે પોતે જ આ નોટો છાપી હોવાનું કબૂલ્યું હતું. રૂપિયા 100 અને 200 ના દરની 38 નોટો જપ્ત પોલીસે આરોપી પાસેથી રૂપિયા 100 અને રૂપિયા 200 ના દરની કુલ 38 નકલી નોટો કબજે કરી છે. આરોપી સામાન્ય રીતે લોકોની નજરમાં ન આવે તે માટે નાની કિંમતની નોટો છાપીને બજારમાં વટાવવાની ફિરાકમાં હતો. પોલીસે નકલી નોટોની સાથે નોટ છાપવા માટે વપરાતા સાધનો પણ જપ્ત કર્યા હોવાની માહિતી મળી રહી છે. નેટવર્કની તપાસ તેજ SOG દ્વારા આરોપી નૈતિક અગ્રાવતની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ શખ્સે અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બજારમાં વહેતી કરી છે અને તેની સાથે અન્ય કોઈ શખ્સો જોડાયેલા છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ નેટવર્ક પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. આ પણ વાંચો - Rajkotમાં વધુ એક હનીટ્રેપ કૌભાંડ, નિવૃત્ત શિક્ષક પાસેથી 12 લાખ પડાવનાર ત્રણ આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward
Radhanpur: સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં મળતી ધમકીને લઇ વિધાનસભા અધ્યક્ષ અને ગૃહમંત્રી પાસે મદદની કરી માગ
calendar_today March 12, 2026

Radhanpur: સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં મળતી ધમકીને લઇ વિધાનસભા અધ્યક્ષ અને ગૃહમંત્રી પાસે મદદની કરી માગ

રાધનપુરના સીનાડ ગામની લોકપ્રિય ગાયિકા કિંજલ રબારી હાલમાં તેના આંતર જ્ઞાતિય લગ્નને લઈને ચર્ચામાં છે. તેણે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે, જેના પગલે  વિવાદ ઊભો થયો છે.મારી નાખવાની અને ઉપાડી જવાની ધમકી અપાઈ રહી છે કિંજલ રબારી એ જણાવ્યું કે, હું રાજી અને ખુશીથી મારા પતિ સાથે છું અને રહી રહી છું.” પરંતુ તેના સોશિયલ મીડિયા પર લગ્ન પછીમારી નાખવાની અને ઉપાડી જવાની ધમકી અપાઈ રહી છે વિધાનસભા અધ્યક્ષ અને ગૃહમંત્રી પાસે મદદની કરી માગ કિંજલ રબારીએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મદદ માંગી છે અને કાયદાકીય પગલાં લેવા પણ સંકેત આપ્યો છે.  મને ખોટી સમજવામાં આવી રહી છે ગાયિકાએ આગળ કહ્યું કે, “જ્યાં સુધી મેં સમાજનું નામ રોશન કર્યું, ત્યાં સુધી લોકો ખુશ હતા. હવે મેં એક નિર્ણય લીધો છે, અને તેમાં મને ખોટી સમજવામાં આવી રહી છે. જ્યારે આપણા સમાજના દીકરા બીજી સમાજની દીકરી સાથે લગ્ન કરે છે, ત્યારે સ્વીકાર થાય છે, પરંતુ આપડી સમાજની દીકરી અન્ય સમાજમાં જાય, ત્યારે વિરોધ થાય છે. આપણે લડવાના બદલે સમજદારી અને એકતા બતાવવી જોઈએ.” આ પણ વાંચો---      Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

Read Full Story arrow_forward
Air India Airlines : મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયા 78 ફ્લાઈટ કરશે શરૂ
calendar_today March 12, 2026

Air India Airlines : મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયા 78 ફ્લાઈટ કરશે શરૂ

પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં મુસાફરોની વધતી માગ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 માર્ચ 2026ના રોજ કુલ 78 શેડ્યૂલ અને નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ ચલાવવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ્સ દ્વારા મુસાફરોને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાંથી અવર-જવર માટે વધુ સુવિધા મળશે. 13 માર્ચથી જેદ્દાહ અને મસ્કત માટે નિયમિત સેવા ચાલુ રાખશે બંને એરલાઈન્સ 13 માર્ચથી જેદ્દાહ અને મસ્કત માટે નિયમિત સેવા ચાલુ રાખશે. જેમાં કુલ 6 ફ્લાઈટ્સ જેદ્દાહ માટે ચલાવવામાં આવશે, જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે 12 શેડ્યૂલ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ ઉપરાંત એર ઈન્ડિયા દ્વારા દિલ્હી અને મુંબઈથી જેદ્દાહ માટે એક-એક રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ ચલાવવામાં આવશે. બીજી તરફ એર ઈન્ડિયા એક્સપ્રેસે હૈદરાબાદથી જેદ્દાહ માટે એક ફ્લાઈટ અને તેની વાપસી સેવા આપશે. બંને એરલાઈન્સ 14 માર્ચે રિયાધ માટે પણ નોન-શેડ્યૂલ રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ ચલાવશે. જેમાં એર ઈન્ડિયા મુંબઈથી અને એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડથી ફ્લાઈટ ઓપરેટ કરશે. આ ઉપરાંત એર ઈન્ડિયા એક્સપ્રેસે મસ્કત માટેની નિયમિત સેવાઓ ચાલુ રાખશે, જેમાં દિલ્હી, કન્નુર, કોચી, કોઝિકોડ, મુંબઈ અને તિરુવનંતપુરમથી રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ્સ સામેલ છે. મુસાફરોને મળશે રિફંડ વધુમાં બંને એરલાઈન્સ UAE અને સાઉદી અરેબિયા માટે કુલ 60 નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ પણ ચલાવવાની યોજના ધરાવે છે. આ ફ્લાઈટ્સ સ્લોટ ઉપલબ્ધતા અને સ્થાનિક નિયમનકારી મંજૂરી પર આધારિત રહેશે. તે દરમિયાન ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા માટેની એર ઈન્ડિયાની તમામ નિયમિત ફ્લાઈટ્સ યથાવત્ ચાલુ રહેશે. જેમના રૂટ તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે એવા મુસાફરોને ભવિષ્યની તારીખે નિઃશુલ્ક રીબુકિંગ અથવા સંપૂર્ણ રિફંડની સુવિધા આપવામાં આવી રહી છે. આ પણ વાંચો : Donald Trumpએ કહ્યું 'દુનિયાને બરબાદ નહીં થવા દઉં, અમેરિકા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ'

Read Full Story arrow_forward