android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari News: ગેસ સિલિન્ડર મામલે હોટલ એસોસિએશને કરી રજૂઆત
calendar_today March 12, 2026

Navsari News: ગેસ સિલિન્ડર મામલે હોટલ એસોસિએશને કરી રજૂઆત

નવસારી જિલ્લામાં કમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાના ઉકેલ માટે નવસારી જિલ્લા હોટલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ગેસ પુરવઠો શરૂ કરાવવા માગ કરવામાં આવી છે. એસોસિએશને ચેતવણી આપી છે કે, જો જલ્દી ઉકેલ નહીં આવે તો હજારો લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવશે.હોટલ ઉદ્યોગ બંધ થવાની કગાર પર છેલ્લા કેટલાક સમયથી કમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો અનિયમિત અથવા બંધ થઈ જતાં હોટલ ઉદ્યોગની હાલત કફોડી બની છે. રાંધણ ગેસ વિના હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવવી અશક્ય બની ગઈ છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો નવસારીના અનેક નાના-મોટા હોટલ એકમોને તાળા મારવાની નોબત આવશે. 25 હજાર પરિવારો પર બેરોજગારીનું જોખમ નવસારી શહેરમાં હોટલ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 25,000થી વધુ લોકો જોડાયેલા છે. વેઈટર, કુક, સફાઈ કામદારોથી લઈને સપ્લાયર્સ સુધીના હજારો પરિવારોનું ગુજરાન આ વ્યવસાય પર નિર્ભર છે. હોટલો બંધ થવાથી આ તમામ લોકો બેરોજગાર થવાની ભીતિ સેવાઈ રહી છે, જે જિલ્લાના અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. કલેક્ટર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગ હોટલ એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કમર્શિયલ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી અત્યંત જરૂરી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ગેસ કંપનીઓ સાથે સંકલન સાધીને ઉકેલ લાવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં હોટલ સંચાલકો હાજર રહ્યા હતા. આ પણ વાંચો - Navsari News : નવસારીની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે કર્યા યોગ અને પ્રાણાયામ

Read Full Story arrow_forward
Surat: વૃદ્ધાની હત્યા કરનારી પૂત્રવધૂ અને પુત્ર સહિત ત્રણ ઝડપાયા, પ્રેમ સબંધ અને પૈસાના કારણે ખેલાયો ખૂની ખેલ
calendar_today March 12, 2026

Surat: વૃદ્ધાની હત્યા કરનારી પૂત્રવધૂ અને પુત્ર સહિત ત્રણ ઝડપાયા, પ્રેમ સબંધ અને પૈસાના કારણે ખેલાયો ખૂની ખેલ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ પાસે કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે મૃતકના પુત્ર પરવેઝ અને તેની પુત્રવધૂ શબાના વચ્ચે પ્રેમસંબંધ હતો, અને આ સંબંધ તથા ઘરમાં અવારનવાર થતા પૈસાના વિવાદને કારણે હત્યાનો કાવતરું ઘડાયું હતું.હમીદાખાતૂનનું ગળું દબાવી હત્યા કરી મુલાકાત અનુસાર, 10 માર્ચે પરવેઝ અને શબાના સાથે હમસફર ફિરોઝ આલમે મળી હમીદાખાતૂનનું ગળું દબાવી હત્યા કરી હતી. લાશ એક દિવસ ઘરમાં છુપાવી રાખ્યા પછી 11 માર્ચના બપોરે હનુમાનજી મંદિર પાસે કોથળામાં ફેંકી દીધી હતી. ઘરમાંથી લાશ બાંધવા માટે વપરાયેલી દોરી મળી પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી લાશ બાંધવા માટે વપરાયેલી દોરી મળી આવી, જે કોથળામાં ઉપયોગમાં લેવાયેલ દોરી સાથે બિલકુલ એકસમાન હતી. આ પગલાએ પોલીસને પાક્કી શંકા આપી કે હત્યા કુટુંબના જ સભ્યો દ્વારા કરવામાં આવી છે. શબાનાના પિતા ફિરોઝ આલમ ફરાર થયો હતો શબાનાના પિતા ફિરોઝ આલમ ફરાર થયો હતો, પરંતુ બિહાર એસટીએફની મદદથી પટના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પરવેઝ, શબાના અને ફિરોઝની ધરપકડ થઈ ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પૈસાના ઝઘડા અને પુત્ર-પુત્રવધૂ વચ્ચેનો પ્રેમ સંબંધ અધિકારીઓએ જણાવ્યું કે આ હત્યાનું મુખ્ય કારણ પરિવારમાં પૈસાના ઝઘડા અને પુત્ર-પુત્રવધૂ વચ્ચેનો પ્રેમ સંબંધ હતો. આ દુખદ અને ચોંકાવનારી ઘટનાને લઇ સમગ્ર સુરત વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.આ પણ વાંચો----     Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

Read Full Story arrow_forward
Ahmedabad : વડોદરાની દુષ્કર્મની પીડિતાની ગર્ભપાતની અરજી હાઇકોર્ટે ફગાવી, 26 સપ્તાહનો ગર્ભ હોવાથી જીવને જોખમ હોવાની કોર્ટે લીધી નોંધ
calendar_today March 12, 2026

Ahmedabad : વડોદરાની દુષ્કર્મની પીડિતાની ગર્ભપાતની અરજી હાઇકોર્ટે ફગાવી, 26 સપ્તાહનો ગર્ભ હોવાથી જીવને જોખમ હોવાની કોર્ટે લીધી નોંધ

વડોદરા શહેરની એક દુષ્કર્મ પીડિતાએ કરેલી ગર્ભપાતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હવે આ પીડિતા બાળકને જન્મ આપશે.ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પીડિતાએ ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દેતાં જણાવ્યું કે તેને 26 સપ્તાહનો ગર્ભ છે અને ગર્ભપાતથી પીડિતાના જીવન પર જોખમ ઊભું થઇ શકે છે. પીડિતાને બાળકને જન્મ આપશેકોર્ટના નિર્ણય અનુસાર, પીડિતાને બાળકને જન્મ આપવા દેવામાં આવશે. વધુમાં, 6 મહિનાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. આ પણ વાંચો---    Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

Read Full Story arrow_forward