android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં બનશે અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ, હવે ગણતરીના દિવસોમાં મળશે રિપોર્ટ
calendar_today March 12, 2026

Rajkotમાં બનશે અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ, હવે ગણતરીના દિવસોમાં મળશે રિપોર્ટ

રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો હવે ખેર નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી લેબ કાર્યરત થવાથી અત્યાર સુધી વડોદરા પર રહેલી નિર્ભરતા ઘટશે અને ખાદ્ય પદાર્થોના નમૂનાનો રિપોર્ટ ખૂબ જ ઝડપથી મળી શકશે.વડોદરા લેબની નિર્ભરતાનો આવશે અંત અત્યાર સુધી રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લેવામાં આવતા ખાદ્ય પદાર્થોના નમૂનાઓને ટેસ્ટિંગ માટે વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવા પડતા હતા. વડોદરા લેબ પર સમગ્ર રાજ્યનું ભારણ હોવાને કારણે રિપોર્ટ આવવામાં ઘણો લાંબો સમય જતો હતો. જેને પગલે ભેળસેળિયા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં વિલંબ થતો હતો. હવે રાજકોટમાં પોતાની લેબ હોવાથી નમૂનાઓનું પરીક્ષણ સ્થાનિક સ્તરે જ થશે. કાલાવડ રોડ પર આકાર લેશે નવું સેન્ટર રાજકોટના કાલાવડ રોડ પર આ નવી ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. વિશેષ વાત એ છે કે, આ જ બિલ્ડિંગમાં ફૂડ ટેસ્ટિંગ લેબની સાથે મેલેરિયા સેન્ટર પણ બનાવવામાં આવશે. આ સુવિધાથી માત્ર રાજકોટ શહેર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અન્ય નાના-મોટા શહેરોના ખાદ્ય નમૂનાઓનું ટેસ્ટિંગ પણ અહીં સરળતાથી થઈ શકશે. ઝડપી કાર્યવાહી અને શુદ્ધ ખોરાક રિપોર્ટ વહેલો આવવાને કારણે આરોગ્ય વિભાગ ત્વરિત એક્શન લઈ શકશે. તહેવારો દરમિયાન જે મીઠાઈ કે અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની આશંકા હોય છે, તેનું રિઝલ્ટ હવે વહેલું મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાશે. સૌરાષ્ટ્રના વેપારીઓ અને ગ્રાહકો બંને માટે આ એક આશીર્વાદરૂપ પ્રોજેક્ટ સાબિત થશે. આ પણ વાંચો - Rajkot News: શાપર વેરાવળ વિસ્તારમાં ગેસની પાઈપલાઈનમાં ભંગાણ થતાં ભયંકર આગ લાગી

Read Full Story arrow_forward
Gandhinagar : ખાદ્ય પદાર્થોના નમૂનામાં ચોંકાવનારા આંકડા, 2.13 લાખ કિલો જથ્થો જપ્ત કરાયો
calendar_today March 12, 2026

Gandhinagar : ખાદ્ય પદાર્થોના નમૂનામાં ચોંકાવનારા આંકડા, 2.13 લાખ કિલો જથ્થો જપ્ત કરાયો

રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસ અંગે તાજા આંકડા સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 22,416 નમૂનાઓ લઈ વિવિધ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસના પરિણામો ચોંકાવનારા છે જેમાંથી 1,197 નમૂનાઓ બિનપ્રમાણિત જાહેર થઈ, જ્યારે 3,009 નમૂનાઓની તપાસ હજુ બાકી છે.રાજ્યભરમાંથી કુલ 2.13 લાખ કિલો ખાદ્ય પદાર્થો જપ્ત તપાસ દરમિયાન મુખ્યત્વે દૂધ, ઘી, પનીર અને માવાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. બિનપ્રમાણિત નમૂનાઓમાંથી ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે જોખમરૂપ હતા, જેના લીધે ગેરકાયદે ઉત્પાદન કરનારી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી. રાજ્યભરમાંથી કુલ 2.13 લાખ કિલો ખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા. 2 કરોડ 37 લાખ 60 હજારનો દંડ વસૂલ્યો સરકાર દ્વારા ખાદ્ય સલામતીના નિયમોને ભંગનારાઓને દંડિત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ. 2 કરોડ 37 લાખ 60 હજારનો દંડ વસૂલ્યો છે. તંત્રના જણાવ્યા પ્રમાણે, આ પગલાંનો હેતુ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવું અને જનજાગૃતિ વધારવી છે. આ પણ વાંચો----    Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

Read Full Story arrow_forward
Retail Inflation : ફેબ્રુઆરી મહિનામાં છૂટક મોંઘવારી 3.21 ટકા રહી, આ વસ્તુઓ ઉપર જોવા મળી અસર
calendar_today March 12, 2026

Retail Inflation : ફેબ્રુઆરી મહિનામાં છૂટક મોંઘવારી 3.21 ટકા રહી, આ વસ્તુઓ ઉપર જોવા મળી અસર

ભારતમાં છૂટક મોંઘવારી દર ફરી વધ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ તાજા આંકડા મુજબ, ફેબ્રુઆરી 2026માં છૂટક મોંઘવારી દર 3.21% પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં આ દર 2.75% નોંધાયો હતો. મોંઘવારીમાં આ વધારો મુખ્યત્વે ખોરાક અને પોષણ સામગ્રી, કપડાં, ઘર અને યૂટિલિટી સેવાઓની કિંમતો વધવાના કારણે થયો છે.જાન્યુઆરીમાં CPI બાસ્કેટમાં કરાયા ફેરફાર નવા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)ના આંકડા પાછલા વર્ષે ફેબ્રુઆરી સાથે સીધી તુલના માટે યોગ્ય નથી, કારણ કે જાન્યુઆરીમાં CPI બાસ્કેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે મુજબ 2024ને બેસ ઈયર તરીકે લેવામાં આવ્યું છે. નવા સીરીઝના આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં ખોરાકની મોંઘવારી 2.13% રહી હતી. બજારની વૃદ્ધિ પર દબાણ ઉભું થઈ જૂના CPI સીરીઝ (2012 બેસ યર) અનુસાર, ડિસેમ્બર 2025માં મોંઘવારી 1.33% અને નવેમ્બર 2025માં 0.71% નોંધાઈ હતી. આ તુલનાએ દર્શાવ્યું છે કે ન્યૂનતમ અને રોજિંદા ખર્ચમાં મંદી કે વધારાને ચકાસવા માટે નવા CPI સીરીઝ વધુ સચોટ માપદંડ બની છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ખોરાક, કપડાં અને ઘર જેવા મુખ્ય ખર્ચવાળા ક્ષેત્રોમાં ભાવ વધારો સામાન્ય જનતાની ખરીદ ક્ષમતા પર અસર પાડી શકે છે. આ સ્થિતિથી અર્થતંત્રના મર્યાદિત ગ્રાહક ખર્ચ પર પણ અસર પડી શકે છે, જેના કારણે બજારની વૃદ્ધિ પર દબાણ ઉભું થઈ શકે છે. અહીં નોંધવું જરૂરી છે કે ખાદ્ય અને પોષણ સામગ્રીની કિંમતોમાં નાનો પણ ફેરફાર મહત્ત્વપૂર્ણ ફલિત આપી શકે છે, કારણ કે આ માત્ર ઘરખર્ચનો મુખ્ય ભાગ છે.આ પણ વાંચો : Loksabha Today: દેશમાં તેલ અને ગેસની અછત નથી, LPG સંકટ પર લોકસભામાં સરકારનો જવાબ

Read Full Story arrow_forward