Mahesana News: ઉણાદમાં વીજ તણખલાએ વેર્યો વિનાશ, ખેડૂતનો અડધા ખેતરમાં ઘઉંનો પાક બળીને રાખ
મહેસાણાના વડનગર તાલુકાના ઉણાદ ગામમાં વીજ કંપનીની બેદરકારી કે અકસ્માતને કારણે એક ખેડૂતની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ઉણાદ જીઈબી સબ સ્ટેશન નજીક આવેલા ખેતરમાં પસાર થતા વીજ તારમાંથી તણખલા ઝરતા ઘઉંના તૈયાર પાકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ખેડૂતનો અડધોઅડધ પાક બળીને ખાખ થઈ ગયો છે.GEB સબ સ્ટેશન પાસે જ બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉણાદ ગામના ખેડૂત દિપકભાઈ ચૌધરીનું ખેતર જીઈબી સબ સ્ટેશનની બિલકુલ નજીક આવેલું છે. આજે ખેતરમાંથી પસાર થતા હાઈટેન્શન વાયરોમાં અચાનક શોર્ટ સર્કિટ થતા તણખલા નીચે ઉભેલા સૂકા ઘઉંના પાક પર પડ્યા હતા. ગરમી અને સૂકા પાકને કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી આગ લાગતા જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગને વધુ પ્રસરતી અટકાવવા માટે સ્થાનિકોએ તુરંત પાણીનો બોર ચાલુ કરી દીધો હતો અને ખેતરમાં પાણી છોડ્યું હતું. લોકોની ભારે જહેમતને કારણે બાકીનો પાક બચાવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં દિપકભાઈના અડધા ખેતરના ઘઉં બળીને રાખ થઈ ગયા હતા. UGVCLની ટીમ તપાસમાં જોડાઈ ઘટનાની જાણ થતા જ ઉણાદ સબ સ્ટેશનના કર્મચારીઓ અને UGVCLની ટીમ તાત્કાલિક ખેતરે પહોંચી હતી. અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે. ખેતરમાંથી પસાર થતા જર્જરિત તાર કે ઢીલા વાયરોને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. તૈયાર પાક ગુમાવનારા ખેડૂતે હવે વીજ કંપની પાસે વળતરની આશા વ્યક્ત કરી છે. આ પણ વાંચો - Mehsana : ખેરાલુમાં અબોલ જીવો પર એસિડ ફેકાયું, દાઝેલા પશુઓની હાલત હજુ પણ નાજુક, જીવદયા પ્રેમીઓએ ન્યાય માટે રેલી યોજી
Read Full Story arrow_forward