Patan: નીલમ સિનેમા પાસે જૂની અદાવતમાં ફાયરિંગ, એક યુવકને ગોળી વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
પાટણ શહેરમાં આજે દિવસે-દહાડે ફાયરિંગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા નીલમ સિનેમા વિસ્તારમાં બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈને અથડામણ થઈ હતી, જેમાં એક યુવક પર ગોળી ચલાવવામાં આવતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.ભરબજારમાં ફાયરિંગથી અફરાતફરીપ્રાપ્ત વિગતો મુજબ, પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં આજે બપોરે એકાએક બે જૂથો આમને-સામને આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે ચાલતી જૂની અદાવતનું પરિણામ આજે ફાયરિંગમાં આવ્યું હતું. અજાણ્યા શખ્સો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી સીધી એક યુવકને વાગતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડતા થયા હતા.પોલીસનો કાફલો ઘટનાસ્થળેફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ યુવકની તબિયત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પાટણ એ-ડિવિઝન પોલીસ, SOG અને LCB સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Ahmedabad: કાળઝાળ ગરમીનો પ્રકોપ, AMTS સ્ટેશનો પર મુસાફરોને ઠંડક આપવા 'મિસ્ટિંગ ફુવારા'ની ખાસ વ્યવસ્થા
Read Full Story arrow_forward